Just In
- 585 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 594 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1324 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1327 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જો આપ જિમ જાઓ છો અને જલ્દીથી બૉડી બનાવવા માંગો છો, તો અપનાવો આ રીતો
આજનાં દોરમાં યુવાઓમાં બૉડી બિલ્ડિંગનું ક્રૅઝ છે અને સૌ કોઈ બહુ જલ્દીથી બૉલીવુડનાં હીરોઝની જેમ બૉડી બનાવવા માંગે છે.
આ ચાહતમાં યુવાઓ ઘણા પ્રકારની તરકીબો અપનાવે છે કે જે તેમના માટે અને તેમનાં શરીર માટે નુકસાનકારક પણ સાબિત થઈ જાય છે.
એક સારા માંસલ શરીર માટે માત્ર જિમ જવું જ પુરતુ નથી. તેની સાથે આપે પોતાનું ખાન-પાન પણ સુધારવું પડશે.
આજે અમે આપનેતેનાંથી જોડાયેલી કેટલીક વાતો બતાવીશું કે જે આપનાં માટે બહુ કારગત સાબિત થઈ શકે છે...

પોતાનાં જિમ જવાનું શિડ્યુઅલ બનાવો
આપ સપ્તાહમાં ચાર કે પાંચ દિવસ જ જિમ જાઓ અને એ ધ્યાન રાખે કે જ્યારે આપ જિમમાં હોવ, ત્યારે એક્સરસાઇઝ કરતી વખતે પોતાનાં કપડાં ન ઉતારો, પણ કપડાં પહેરીને એક્સરસાઇઝ કરો.
તેનાંથી આપનું શરીર ગરમ થાય છે કે જે વધુ ઇફેક્ટ નાંખે છે.

25 કરતા વધુ સેટ ન કરો
એક જ દિવસમાં બૉડી નથી બનતી, તેથી ધ્યાન રહે કે આપ વધુ સેટ ન કરો.
એક દિવસમાં 25 સેટ આપનાં માટે બરાબર છે. ઠંડુ મોસમ જોઈ જો આપે જો સતત પરસેવો વહાવ્યો, તો આ આપનાં માટે યોગ્ય નથી.

ઉઠક-બેઠક છે બહુ કારગત
આપ આ સેટને પણ કરી શકો છો. આ સેટ બહુ લાભકારક હોય છે.
આ સેટ કરવા માટે આપે જમીન પર કે કોઈ ચટાઈ પર સુઈ પોતાનાં બંને હાથોનાં પંજા ગરદનની પાછળ લગાવી પોતાની કંમરથી ઉપરનો ભાગ ઘુંટણ સુધી લાવવાનો છે.
આ સેટ આપને શક્તિ પ્રદાન કરશે, પરંતુ યાદ રહે કે આ સેટ કરવાનાં પ્રથમ દિવસે જ બહુ વાર ન દોહરાવો, પણ તેની શરુઆત ધીમે-ધીમે કરો.

લેગ લિફ્ટ
આ લિફ્ટથી આપનાં શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે. તેને કરવા માટે આપ ફર્શ પર ચત્તા સુઈ જાઓ અને પોતાનાં બંને પગોને હવામાં ઉઠાવી 90 ડિગ્રીનો ખૂણો બનાવો. આ એક્સરસાઇઝ બહુ જ લાભકારક છે.

પુશ-અપ
પુશ-અપ આપની એક્સરસાઇઝનો બહુ જ ઇમ્પૉર્ટંટ ભાગ છે. આપ જિમની શરુઆતમાં આ સેટને 5 કે 6 સેટનાં હિસાબે કરી શકો છો. ધ્યાન રાખો કે પુશ-અપનાં વધુ પડતા સેટ તે જ દિવસે કરો કે જે દિવસે આપ ચેસ્ટને સેટ કરવાનાં હોવ.