કોથમીરથી બનાવો આ 3 ફેસ પૅક્સ, થશે આ ફાયદાઓ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જ્યારે વાત સ્કિન કૅરની કરવામાં આવે છે, ત્યારે આપણો ફળોને વધુ ભાવ આપીએ છીએ, પણ શું આપ જાણો છે કે શાકભાજીઓથી પણ રૂપમાં નિખાર પેદા કરી શકાય છે.

એવી જ એક શાકભાજીમાં સામેલ છે કોથમી કે જેનાં પાન ત્વચા માટે ઘણી બાબતોમાં સારા સાબિત થઈ શકે છે. કોથમીરનાં પાંદડા કોઈ પણ ટાઇપની સ્કિન પર લગાવી શકાય છે.

coriander for skincare

તેમાં ઢગલાબંધ એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જે એક્ને, સ્કાર તથા પિંપલ વગેરેથી છુટકારો પામવામાં મદદ કરે છે. જો ચહેરા પર ઝડપથી કરચલીઓ આવી રહી છે, તો પણ આપ આનું પેસ્ટ બનાવી લગાવી શકો છો.

કોથમીરનું ફેસ પૅક તથા સ્કિન સ્ક્રબ બનાવવા માટે તેના પાંદડા ધોઈને થોડીક મિનિટ માટે પલાડીને મૂકી દો. હવે આવો જાણીએ કે તેમનો યૂઝ કઈ રીતે કરી શકાય છે ?

coriander for skincare

કોથમીર પાન + ટામેટાનું જ્યુસ + લિંબુનું જ્યુસ + મુલતાની માટી

સૌપ્રથમ અડધી વાટકી પલાડેલી કોથમીરને વાટી લો. હવે આ પેસ્ટમાં પાંચ ચમચી ટામેટાનો રસ તથા લિંબુનો રસ મિક્સ કરો. તે પછી તેમાં મુલતાની માટી મેળવો. જ્યારે આપનું આ પૅક રેડી થઈ જાય, ત્યારે તેને સ્કિન પર લગાવો અને સૂકાયા બાદ પાણીથી ધોઈ લો. તેનાથી આપનો ચહેરો સાફ અને ગોરો દેખાશે.

coriander for skincare

કોથમીર + ઇંડાનો સફેદ ભાગ + પાવડર ઓટ્સ

સૌપ્રથમ મિક્સરમાં 1/2વાટકી ભીની કોથમીર વાટી લો. પછી ઇંડાનો સફેદ ભાગ લઈ કોથમીરનાં પાનમાં મેળવી પેસ્ટ બનાવો. પછી તેમાં ઓટ્સ પાવડર નાંખો અને સ્ક્રબ તૈયાર કરો. આ સ્ક્રબથી ચહેરાની મસાજ કરો. તેનાથી આપના બ્લૅક હેડ્સ તથા વ્હાઇટ હેડ્સ પોર્સ નિકળી જશે.

coriander for skincare

કોથમીર + દહીં + એલોવેરા જૅલ + દૂધ પાવડર + ચોખા પાવડર + કૉઓલોનાઇટ ક્લે

1/2 વાટકી ભીની કોથમીર રાખો. દહીં લો. એલોવેરાનાં રોપામાંથી જૅલ કાઢી લો. સૌપ્રથમ દહીં અને એલોવેરા જૅલ મેળવી લો. એક ગ્રાઇંડરમાં કોથમીરનું પેસ્ટ વાટી લો. પછી તેમાં અન્ય સામગ્રીઓ મિક્સ કરો. હવે તેમાં 1 ટેબલ સ્પૂન કૉઓલોનાઇટ ક્લે મિક્સ કરો. આપ ઇચ્છો, તો તેમાં રોઝ વૉટર કે કાચુ દૂધ પણ મિક્સ કરી શકો છે. તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ બાદ ચહેરો ધોઈ લો. આ એક ક્લીંઝરની જેમ કામ કરે છે.

English summary
Coriander leaves can be applied on all kinds of skin. Yet be a little cautious, especially those with a sensitive skin.
Story first published: Saturday, October 14, 2017, 11:00 [IST]