Just In
Don't Miss
હવે તો વિજ્ઞાન પણ માની ગયું કે ભાંગ લેવાથી થાય છે આ 10 ઔષધિય ફાયદાઓ
ભાંગનું નામ સાંભળતા જ આપણે ભંવો સંકોચવા લાગીએ છીએ, કારણ કે આપણે તેને તરત જ નશા સાથે જોડી દઇએ છીએ. બીજી બાજુ ભાંગ શિવરાત્રિમાં ભગવાન શિવને ચઢાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે આપણુ માનવું છે કે તેનાથી શિવજી તરત પ્રસન્ન થઈ જશે.
ભાંગનો ઉપયોગ હોળીમાં ઠંડાઈ બનાવવા માટે પણ કરવામાં આવે છે. ભાંગ પીને હોળી રમવાની મજા જ જુદી છે. ભાંગને નશાથી તો સૌ કોઈ જોડે છે, પરંતુ શું ાપ જાણો છો કે ભાંગને દવા તરીકે પણ બહુ પ્રયોગ કરવામાં આવે છે ?
હા જી, જો આપ ભાંગને જરૂર કરતા વધારે લો છો, તો સ્વાભાવિક છે કે તે આપને નુકસાન પહોંચાડશે, પરંતુ તેનું યોગ્ય ડોઝ આપને હજાર બીમારીઓથી પણ બચાવશે.
ભાંગનાં રોપાઓમાં કેનાબિનોલ નામનું રસાયણ હોય છે. ભાંગ કફ બનતા રોકે છે અને પિત્તકોપક પણ હોય છે. તેની પુષ્ટિ વિજ્ઞાન પણ કરી ચુક્યું છે.
અમે આ આર્ટિકલનાં માધ્યમથી ભાંગને પ્રમોટ નથી કરી રહ્યાં, પણ અમે આપને એક દેસી દવા વિશે જાણકારી આપવા માંગીએ છીએ, કારણ કે આ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે અમે આપને તેના ઔષધિય ગુણોથી પરિચિત કરાવીએ છીએ.

1. કાનનો દુઃખાવો
જો કાનમાં દુઃખાવો થઈ રહ્યો હોય, તો ભાંગનાં પાંદડાઓ વાટી તેનો રસ કાઢી લો અને તેમાં રૂ પલાડી કાનમાં દબાવીને લગાવવાથી કાનનાં દુઃખાવામાં બહુ આરામ મળે છે.

2. યોનિનું ઢીલાપણું
સારી ક્વૉલિટીની ભાંગ વાટીને ગાળી લો. પછી કપડાંમાં તેની પોટલી બાંધી યોનિમાં રાખી લો. આનાથી ઢીલી યોનિ અગાઉ જેવી જ થઈ જાય છે.

3. માંસપેશીઓનો દુઃખાવો ઓછો કરે
ભાંગમાં એંટી ઇનફ્લેમેટરી ગુણ હોય છે કે જે માંસપેશીઓમાં દુઃખાવાનાં કારણે થયેલ સોજો ઓછો કરે છે.

4. મિર્ગીનો રોગ
રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું છે કે ગાંજામાં મળતું તત્વ મિર્ગી ઍટૅકને ટાળી શકે છે. આ શોધ સાયંસ પત્રિકમાં પણ પ્રસિદ્ધ થયુ હતું. રિપોર્ટ મુજબ કૅનાબિનૉએડ્સ કંપાઉંડ માણસને શાંતિનો અહેસાસ કરાવનાર મસ્તિષ્કનાં ભાગની કોશિકાઓને જોડે છે.

5. ઇમ્યુન સિસ્ટમને મજબૂતી આપે
ઉંમરની સાથે-સાથે આપણું ઇમ્યુન સિસ્ટમ નબળુ પડી જાય છે કે જેથી આપણને બીમારીઓ ઘેરવા લાગે છે. તેનાથી અંગોમાં ઇનફેક્શન ફેલાઈ જાય છે. ભાંગમાં મળતા ટીએચસી ચેપ ફેલાવવા માટે જવાબદાર મૉલિક્યુલનું ડીએનએ બદલી દે છે. ત્યારથી ઑટોઇમ્યુનનાં દર્દીઓ ભાંગની ખોરાક લે છે.

6. તાવ
તાવ આવતા જો આપ મર્યાદિત માત્રામાં ભાંગનું સેવન કરો, તો તાવનાં તમામ લક્ષણો ઓછા કરવાની સાથે ભાંગ શરીરનું તાપમાન ઘટાડવામાં પણ મદદ કરે છે.

7. આર્થરાઇટિસનો દુઃખાવો
અમે આર્ટિકલની શરુઆતમાં પણ જણાવ્યું છે કે ભાંગ કફ એક એંટી ઇનફ્લેમેટચરી રોપો છે કે જેનાં પાંદડાઓને લગાવવાથી સંધિવા દ્વારા થતો સોજો અને દુઃખાવો ઓછો કરવામાં મદદ મળશે.

8. અંડકોષોનો સોજો
ભાંગનાં ભીનાં પાંદડાઓની પોટલી બનાવી અંડકોષોના સોજા પર બાંધવી જોઇએ. જો આપ આવું ન કરી શકો, તો સૂકી ભાંગને પાણીમાં ઉકાળી બફારો આપવાથી અંડકોષોનો સોજો ઉતરી જાય છે.

9. કૅંસર
શું આપ જાણો છો કે ભાંગ કૅંસર સામે લડવામાં સક્ષમ છે ? કૅંસરની વેબસાઇટચ કૅંસર.ઓઆરજી મુજબ કૅનાબિનૉએડ્સ તત્વો કૅંસર કોશિકાઓને મારવામાં સક્ષમ છે. તે ટ્યૂમરનાં વિકાસ માટે જરૂરી રક્ત કોશિકાઓને રોકી દે છે. આ કોલન કૅંસર, બ્રેસ્ટ કૅંસર અને લીવર કૅંસરનો સફળ ઇલાજ કરી શકે છે.

10. ઝાડા
જો આપને સતત ઝાડા થઈ રહ્યા છે, તો ભાંગ સૂંઠ અને જીરૂંને એક મર્યાદિત માત્રામાં લઈ સારી રીતે એક સાથે વાટી અને ગાળીને રાખી લો. આ ચૂર્ણ જમતા પહેલા 1-2 ચમચી ચાટી લો. આ પ્રયોગ 40 દિવસ સુધી સવાર-સાંજ કરવાથી જૂનામાં જૂની સંગ્રહણી (ઝાડા) નષ્ટ થઈ જાય છે.
નોટ : ભાંગનાં આ ફાયદાઓ હોવા છતા એક વાતનું ધ્યાન રાખો કે તેને ક્યારેય નરણા કોઠે ન પીવો અને નમકીન સ્નૅક્સ સાથે ખાવો. જો આપને તેને લેવાની રીતમાં કોઈ શંકા હોય, તો ડૉક્ટરની સલાહ જરૂર લો.