For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સવારે ઉઠીને તરત પીવો બાફેલા લિંબુનું પાણી, થશે આ ફાયદાઓ

By Lekhaka
|

લિંબુ પાણી પીવાનાં અનેક ફાયદાઓ હોય છે. તેમાંનાં કેટલાક ફાયદાઓ આ આર્ટિકલમાં જણાવવામાં આવી રહ્યા છે.

આપ સૌએ સાંભળ્યું હશે કે લિંબુ પાણી સવાર-સવારમાં પીવું જોઇએ. તેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે, પરંતુ શું આપે ક્યારેક બાફેલા લિંબુને છોલીને ખાવા અંગે વિચાર્યું છે ? વિચિત્ર લાગે છે સાંભળવામાં, પણ આ ખૂબ જ ફાયદાકારક હોય છે.

બોલ્ડસ્કાય આપને આ અંગે બતાવવા જઈ રહ્યું છે કે કઈ રીતે આપ લિંબુને બાફીને તેનાં પલ્પ તેમજ છોંતરા સાથે ખાઈ શકો છો કે સેવન કરી શકો છે. આ પ્રકારનું જ્યુસ પીવાથી શરીરનાં ઘણા પ્રકારનાં ફાયદાઓ થાય છે.

તેનાથી વજન ઘટે છે, ઇમ્યુનિટીમાં વધારો થાય છે અને શરીરમાં અનેક પ્રકારનાં વિટામિન્સનું પ્રમાણ પણ વધી જાય છે. સાથે જ ઝિંક, કૅલ્શિયમ વગેરેનું પ્રમાણ પણ શરીરમાં સંતુલિત થઈ જાય છે.

પરંતુ જો આપને લિંબુથી એલર્જી હોય, તો તેનું સેવન ન કરો. આ બાબતમાં તબીબથી સલાહ લેવી ખૂબ જરૂરી હોય છે.

તૈયારી :

* 4-5 લિંબુ લો. તેમને સારી રીતે ધોઈ લો. બે ટુકડામાં કાપી લો.

* એક વાસણમાં પાણી લો અને લિંબુઓને પાણીમાં નાંખી તેને 3થી 5 મિનિટ સુધી ઉકાળો. તે પછી તેને 10 મિનિટ માટે ઠંડુ થવા દો.

* પછી તેને ગાળી લો અને બચેલું પાણી પી જાઓ. પલ્પને ભોજન બનાવવાનાં કામમાં લઈ જાઓ.

* જો આપને સ્વાદ સારો ન લાગે, તો આપ તેમાં મધ પણ મેળવી શકો છો.

* આ પીણાનાં નીચે મુજબનાં ફાયદાઓ થાય છે.

1. ઇમ્યુનિટી

1. ઇમ્યુનિટી

આ પીણું ઇમ્યુનિટી બૂસ્ટ કરી દે છે, કારણ કે લિંબુમાં વિટામિન સી પુરતા પ્રમાણમાં હોય છે.

2. શરદી-સડેખમ દૂર ભગાવે :

2. શરદી-સડેખમ દૂર ભગાવે :

જો આપને કોલ્ડ થઈ ગયું છે, તો આપને આ પીણુ પીવાથી આરામ મળશે. તેમાં એન્ટી-ઑક્સીડંટ હોય છે કે જે શરદી દૂર ભગાડી દે છે.

3. હાજમો કરે સ્વસ્થ :

3. હાજમો કરે સ્વસ્થ :

આ પીણુ પીવાથી પાચન ક્રિયા બહુ સ્વસ્થ બની જાય છે.

4. વજન ઘટાડવામાં સહાયક :

4. વજન ઘટાડવામાં સહાયક :

આ પીણુ પીવાથી વજનમાં ઘટાડો લાવી શકાય છે અને તે પણ શરીર નબળુ પાડ્યા વગર. તેને પીવાથી વારંવાર ભૂખ લાગવાની ટેવ ઓછી થઈ જાય છે કે જેથી એક્સ્ટ્રા એનર્જી શરીરમાં નથી જતી.

5. એનર્જી બૂસ્ટ કરવું :

5. એનર્જી બૂસ્ટ કરવું :

લિંબુ એનર્જીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ માત્ર પલ્પ જ નહીં, પણ તેની એરોમા સુદ્ધાથી એનર્જી વધી જાય છે.

6. મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવું :

6. મેટાબોલિઝ્મ બૂસ્ટ કરવું :

લિંબુને પીવાથી કૅલોરી બર્ન થઈ જાય છે અને શરીરને પોષણ તત્વો પણ મળે છે કે જેથી બૉડીનું મેટાબોલિઝ્મ બરાબર થઈ જાય છે.

7. શરીરનું ઝેરીપણું દૂર કરવું :

7. શરીરનું ઝેરીપણું દૂર કરવું :

લિંબુ પીવાથી શરીરનું ઝેરીપણું દૂર થઈ જાય છે એટલે કે બૉડી ડિટૉક્સીફાઈ થઈ જાય છે.

8. કબજિયાત દૂર કરે :

8. કબજિયાત દૂર કરે :

આ પીણુ પીવાથી શરીરમાં કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. આ પીણામાં એસિડનું ઉચ્ચ પ્રમાણ હોય છે કે જે પેટની ચૂંક દૂર કરી દે છે. સાથેજ કબજિયાતની સમસ્યાને દૂર કરી દે છે.

English summary
Drinking boiled lemon has lot of health benefits that can actually shock you. You should read this article to know more about it.
Story first published: Wednesday, January 11, 2017, 16:05 [IST]
X
Desktop Bottom Promotion