For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો

By Lekhaka
|

કોવિડ-19 મહામારી માનવતા માટે જોખમી બની ગઈ છે અને ખાસ કરીને બીજી લહેર ભારત માટે ઘણી મુશ્કેલ રહી છે. જેમ આખી દુનિયા આ મહામારી સામે લડવા માટે એકસાથે આવી છે તેમ ડેઈલીહન્ટની શૉર્ટ વીડિયો એપ જોશે કોવિડ વૉરિયર્સ અને ફ્રંટલાઈન વર્કર્સની મદદ માટે એક પહેલ શરૂ કરી છે. 'Blue Ribbon Initiative- #IAmABlueWarrior' કહેવાતા આ ફંડરેઝરને 5 જૂને લૉન્ચ કરવામાં આવ્યુ હતુ અને તે 18 જૂન,2021 સુધી ચાલુ રહેશે.


#IAmABlueWarrior અભિયાનના ભાગ રૂપે જોશ એપ પર ટૉપ ઈન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઓ જેવા કે રેપર બાદશાહ, ફૈઝુ, સમીક્ષા, અદનાન, વિશાલ, ફૈઝ, ભાવિન, હસનૈન અને શાદાને તેમનો યોગ્ય અવાજ ઉઠાવવા માટે શામેલ કરવામાં આવ્યા છે. તેમણે બ્લુ રિબન વિશે જાગૃકતા વીડિયો બનાવ્યા છે અને ફ્રંટલાઈન પર કોવિડ-19 સામે લડતા લોકો માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી છે. તેમના વિચિત્ર અને આકર્ષક વીડિયો માટે જાણીતા, આ વાયરલ સેન્સેશન્સે તેમના લાખો ફોલોઅર્સ સાથે એક સારા હેતુ - બ્લ્યુ રિબન માટે તેમના પ્રભાવનો ઉપયોગ કર્યો - .

જોશ પર બ્લ્યુ રિબનની સાથે કેટલાક નવા સેન્સેશન્સ પણ લૉન્ચ કરવામાં આવ્યા - કુલ 14 ડાંસ ક્રિએટર્સ/ઈન્ફ્લુએન્સર્સ. આ ક્રિએટર્સ જોશ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ આવ્યા અને પ્રેક્ષકો અને ફેન્સ સાથે બ્લ્યુ રિબન પહેલ વિશે વાત કરી હતી. તેમણે ખૂબ જ ઉત્સાહથી બ્લ્યુ રિબન અભિયાન ચેલેન્જ થીમ્સમાં ભાગ લીધો અને અભિયાનનુ સમર્થન કર્યુ.

આ 14 ડાંસ ક્રિએટર્સમાં મોહક મંઘાની, ખુશ્બુ સિંહ, તરુણ ડાંસસ્ટાર, આકાંક્ષા વોરા, સિમરન, પ્રિન્સ ગુપ્તા, સોનલ ભદોરીયા, એશન્યા એમ, ગેંગ 13 ઑફિશિયલ, પેરી શીતલ, ચેરી બૉમ્બ, દીપક તુલસ્યાન, સંજના અને કિંગ્ઝ યુનાઈટેડ કે જેમને લૉન્ચ કરવામાં આવશે અને આજે 13 જૂન, 2021ના રોજ તેઓ લાઈવ આવશે. અને આ રહ્યુ બોનસ! એક જાણીતા મ્યુઝિક કમ્પોઝર-પ્રોડ્યુસર પણ આવતી કાલે 14 જૂન, 2021ના રોજ એક્સક્લુઝઈવલી જોશ પર લૉન્ચ થવા જઈ રહ્યા છે. માટે કૃપા કરીને જોશ એપ પર બન્યા રહો!

તમે નીચે આપેલી આઠ પેટા-થીમ્સના આધાર પર વીડિયો બનાવીને #IAmABlueWarrior ચેલેન્જનો ભાગ બની શકો છોઃ
1. ડબલ માસ્કીંગની જરૂરિયાત
2. રસી અંગે જાગૃકતા
3. કોવિડ-19 હકીકત
4. સોશિયલ ડિસ્ટંસીંગ
5. સેનિટાઈઝેશનનુ મહત્વ
6. કોવિડ-19 સ્વચ્છતા
7. ઘરમાં રહો, સલામત રહો
8. ઑક્સિજન જાગૃતિ

કૃપા કરીને વીડિયોમાં આ હેશટેગનો ઉપયોગ કરોઃ #IAmABlueWarrior. કૃપા કરીને તમારા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અભિયાન માટે સ્પેશિયલ ડિસ્પ્લે પિક્ચરનો ઉપયોગ કરો.

બીજુ શું છે! બ્લ્યુ રિબન અભિયાનની શરૂઆતમાં, પ્રખ્યાત ભારતીય મ્યૂઝિક કમ્પોઝર-ગાયક ક્લીન્ટન સેરેજોએ જોશ એપ માટે 'દીલ સે જોડે' શીર્ષક હેઠળ #IAmABlueWarrior ગીત બનાવ્યુ. વીડિયોમાં ઘણા પ્રભાવશાળી લોકોને દર્શાવવામાં આવ્યા અને આ ગીત જોશ અને ઈન્સ્ટાગ્રામ પર પહેલેથી જ ખૂબ લોકપ્રિય છે.

#IAmABlueWarriorનુ હિન્દી ગીત અહીં જુઓઃ

આ વિશેષ અભિયાન દ્વારા મહામારીમાં અસરગ્રસ્ત લોકો માટે ફાળો આપવાનો જોશનો હેતુ છે. આ અભિયાનમાં અત્યાર સુધી - એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં- 3 કરોડ રૂપિયાનુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યુ છે અને હજુ ગણતરી ચાલુ જ છે! જોશ દ્વારા ફાઈનલ રકમ પીએમ કેર્સ (પ્રધાનમંત્રી નાગરિક મદદ અને કટોકટીમાં રાહત) કોષમાં દાન કરવામાં આવશે.

આ અભિયાનને #IAmABlueWarriorનો ઉપયોગ કરીને જોશ એપ પર તેમજ ઈન્સ્ટાગ્રામ પર બનાવેલ વીડિયોઝ દ્વારા ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે. તો, તમે શેની રાહ જોઈ રહ્યા છો? જોશ એપ પર આજે જ લૉગ ઈન કરો, તમારા વીડિયો સાથે #IAmABlueWarrior Challengeમાં ભાગ લો અને માનવતા માટે પોતાનુ યોગદાન આપો!

Read more about: josh
English summary
Be A #BlueWarrior! Participate In Josh App's Campaign To Help India's COVID Warriors
Story first published: Monday, June 14, 2021, 9:19 [IST]
X