Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
આ મંદિરનાં ફર્શમાં એવું છે ચમત્કાર કે જેની ઉપર સૂતા જ મહિલા થઈ જાય છે પ્રેગ્નંટ
હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાના લડ-ભલોડ તાલુકામાં સિમસ નામનાં સુંદર સ્થળે આવેલ સિમસા મંદિર દૂર-દૂર સુધી પ્રસિદ્ધ છે. માતા સિમસા કે દેવી સિમસાને સંતાન-દાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણાં દેશમાં અનેક વિચિત્ર અને ચામત્કારિક મંદિરો છે. ક્યાંક પત્ર લખવાથી માનતા પૂરી થઈ જાય છે, તો ક્યાંક લોકો મૃત્યુનાં ભયે મંદિરની નજીક નથી જતાં.
આપણા દેશમાં હજારો મંદિરો છે કે કોઈ ન કોઈ ચમત્કાર માટે જાણીતા છે, પરંતુ શું આપને હિમાચલ પ્રદેશનાં આ મંદિર વિશે સાંભળ્યું છે કે જે જ્યાં સૂવા માત્રથી જ મહિલાઓ પ્રેગ્નંટ થઈ જાય છે ?
આ મંદિરનાં ચામત્કારિક કિસ્સાઓનાં કારણે આ મંદિરને સંતાન દાત્રી મંદિર પણ કહેવામાં આવે છે. જોકે વિજ્ઞાનને પણ આ ચમત્કાર ચોંકાવે છે. આવો જાણીએ આ મંદિર વિશે -

ક્યાં છે આ મંદિર ?
હા જી, માનવામાં આવે છે કે હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાના લડ-ભડોલ તાલુકાનાં સિમસ ગામે એક દેવીનું મંદિર છે કે જ્યાં એવી માન્યતા છે કે નિઃસંતાન મહિલાઓ ફર્શ પર સૂતા તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિમાં હિમાચલ પ્રેશનાં પાડોશી રાજ્યો પંજાબ, હરિયાણા અને ચંદીગઢથી એવી સેકડો મહિલાઓ આ મંદિર તરફ આવે છે કે જેમને સંતાન નથી થતાં.

સંતાન દાત્રીનાં નામે ઓળખાય છે આ મંદિર
હિમાચલ પ્રદેશમાં મંડી જિલ્લાના લડ-ભલોડ તાલુકામાં સિમસ નામનાં સુંદર સ્થળે આવેલ સિમસા મંદિર દૂર-દૂર સુધી પ્રસિદ્ધ છે. માતા સિમસા કે દેવી સિમસાને સંતાન-દાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે અહીં નિઃસંતાન દંપતિઓ સંતાન પામવાની ઇચ્છા લઈને માતાનાં દરબારે આવે છે. નવરાત્રિમાં થતા આ ખાસ ઉત્સવને સ્થાનિક ભાષામાં સલિન્દરા કહેવામાં આવે છે. સલિન્દરનો અર્થ છે સ્વપ્ન આવવું.

નવરાત્રિમાં ઉમટે છે બહુ ભીડ
નવરાત્રિમાં નિઃસંતાન મહિલાઓ મંદિર સંકુલમાં ડેરો નાંખે છે અને દિવસ-રાત મંદિરનાં ફર્શ પર સૂવે છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ માતા સિમસા પ્રત્યે મનમાં શ્રદ્ધા લઈને મંદિરે આવે છે, માતા સિમસા તેમને સ્વપ્નમાં માનવ સ્વરૂપે કે પ્રતીક સ્વરૂપે દર્શન આપી સંતાનનું આશીર્વાદ પ્રદાન કરે છે.

આ છે માન્યતા
માન્યતા મુજબ જો કોઈ મહિલા સ્વપ્નમાં કોઈ કંદ-મૂળ કે ફળ પ્રાપ્ત કરે છે, તો તે મહિલાને સંતાનનું આશીર્વાદ મળી જાય છે. અહીં સુધી કે દેવી સિમસા આવનાર સંતાનનાં લિંગ-નિર્ધારણનો પણ સંકેત આપે છે. જેમ કે જો કોઇક મહિલાને જામફળનું ફળ મળે, તો સમજો કે તેને છોકરો થશે. જો કોઈ મહિલાને સ્વપ્નમાં ભિંડી મળે, તો સમજો કે તેને ત્યાં સંતાન તરીકે છોકરી આવશે. જો કોઈ ધાતુ, લાકડી કે પથ્થરની બનેલી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, તો સમજો કે તેને ત્યાં સંતાન નહીં થાય.

પછી જાણવામાં આવે છે
કહે છે કે નિઃસંતાનતા જળવાઈ રહેવાનું સપનું આવવા છતાં જો કોઈ મહિલા પોતાની પથારી મંદિર સંકુલમાંથી નથી હટાવતી, તો તેનાં શરીરમાં ખંજવાળ ભર્યા લાલ-લાલ ડાઘા ઉપસી આવે છે. તેણે પરાણે ત્યાંથી જવું પડે છે.

આ પણ છે ચમત્કાર
એક ચમત્કાર થાય છે અહીં, સિમસા માતા મંદિરની પાસે આ પથ્થર બહુ પ્રસિદ્ધ છે. આ પથ્થરને બંને હાથોથી હલાવવા માંગો, તો તે નહીં હલે અને પોતાનાં હાથની સૌથી નાની આંગળીથી આ પથ્થરને હલાવશે, તો તે હલી જશે.



Click it and Unblock the Notifications











