જાણો અક્ષય તૃતિયાનું શું મહત્વ છે પરણીત દંપતિઓના જીવનમાં?

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતિયાનું વિશેષ સ્થાન છે. કેટલાક લોકો અખાત્રી ત્રીજના નામે પણ ઓળખે છે. લગ્ન માટે આ દિવસ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. કહેવામાં આવે છે આ દિવસે લગ્ન કરવા માટે કોઇપણ પ્રકારનું મુહૂર્ત જોયતું નથી.

વૈશાખ માસના શુક્લ પક્ષના ત્રીજા દિવસને ગણવામાં આવે છે. ઘણા પરિવારોમાં આ દિવસે વિશેષ કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ આ દિવસે સોનાની ખરીદી પણ શુભ ગણવામાં આવે છે. દિવસે ને દિવસે લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે લોકો વચ્ચે સોનું ખરીદવા અને શુભ કાર્યોને કરવાનો ક્રેજ વધી ગયો છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જે માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને ગણવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન આવે છે.

Importance of akshaya tritiya

તો બીજી તરફ દંપતિઓ માટે ખાસ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે લગ્ન કરવાથી પ્રેમ વધે છે અને તેમનું લગ્ન જીવન હંમેશા ખુશહાલ રહેશે. અક્ષય તૃતિયા વિશે જાણીએ કેટલીક ખાસ વાતો:

માતા મધુરા અને ભગવાન સુંદરેષાના થયા હતા લગ્ન
કિંવદંતિઓમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે માતા મધુરા અને ભગવાન સુંદરેષા જે ભગવાન શિવનો અવતાર છે, તેમના લગ્ન થયા હતા. એટલા માટે દંપતિઓને આ દિવસે લગ્ન કરવાની સલાહ આપવામાં આવે છે.

Importance of akshaya tritiya

આ પણ છે માન્યતા
એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે દેવતા કુબેરે માતા લક્ષ્મીની પૂજા કરી હતી અને તેમને અપાર ધનની પ્રાપ્તિ થઇ અને તે ધનના રાજા બની ગયા. એટલા માટે વૈવાહિક જીવનમાં બંધાઇ ગયેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેમને આ દિવસે સોનું ખરીદી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ.

Importance of akshaya tritiya

વણજોયું મૂહૂર્ત
આ સાથે જ આ દિવસે લગ્ન કરવા માટે કોઇપણ પ્રકારના મૂહૂર્ત અથવા દોષ અથવા કાળને જોવાનો હોતો નથી. આ આખો દિવસ પવિત્ર ગણવામાં આવે છે અને તમે કોઈપણ કુંડળી મિલનના આ દિવસે લગ્ન કરી શકે છે. કહેવામાં આવે છે આ દિવસ એટલો પવિત્ર હોય છે કે ગ્રહોનો પ્રભાવ પોતાના પર ઓછો થઇ જાય છે.

Read more about: hindu હિન્દુ
English summary
Read this article to know why akshaya tritiya is important for couples.
Story first published: Wednesday, April 26, 2017, 12:51 [IST]