મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને ‘દુર્ગા’ નામ, આવો જાણીએ દેવી સાથે જોડાયેલા આવા જ 10 રોચક તથ્યો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

શાક્ત પરંપરામાં માતા દુર્ગાને સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. અહીં દેવીનું સ્થાન સર્વોચ્ચ હોય છે. શાક્ત સંપ્રદાયમાં દેવીને શક્તિ રૂપે ગણવામાં આવે છે.

માતા દુર્ગાને આ નામ રાક્ષસ મહિષાસુરને માર્યા બાદ મળ્યુ હતું. આવો જાણીએ આ જ પ્રકારની કેટલીક વધુ રોચક વાતો :

પ્રજનન ક્ષમતા અને શક્તિ

પ્રજનન ક્ષમતા અને શક્તિ

માતા દુર્ગાને શક્તિનો અવતાર ગણવામાં આવ્યા છે. તેમને ભૌતિક દુનિયામાં પ્રજનન ક્ષમતા અને શક્તિના પ્રતીક પણ માનવામાં આવે છે.

8 દિશાઓ

8 દિશાઓ

માતા દુર્ગાનાં 8 હાથો છે કે જેમને હિન્દુ ધર્મમાં 8 દિશાઓનાં પ્રતીક ગણવામાં આવ્યા છે. તેનો આ આર્થ છએ કે માતા આઠેય દિશાઓથી પોતાનાં ભક્તોનું રક્ષણ કરે છે.

શક્તિ રૂપ

શક્તિ રૂપ

માતા દુર્ગાને ‘શક્તિ' તરીકે પૂજવામાં આવે છે. તેમને દિવ્ય ઊર્જા પણ કહેવામાં આવે છે, કારણ કે બ્રહ્માંડને બચાવવા માટે દેવતાઓની શક્તિ પણ છે.

સિંહની સવારી

સિંહની સવારી

માતા દુર્ગાની સવારી સિંહ છે કેજેને શક્તિનું પ્રતીક ગણવામાં આવે છે. આનાથી એ પણ જણાય છે કે તેમની પાસે સૌથી વધુ શક્તિ છે કે જેથી તેઓ દુનિયાનું રક્ષણ કરે છે.

કેમ છે હાથમાં ત્રિશૂલ ?

કેમ છે હાથમાં ત્રિશૂલ ?

તેમનાં હાથમાં ત્રિશૂલ ત્રણ ગુણોનું પ્રતીક છે. પ્રથમ સત્વ (મનની સ્થિરતા), બીજો રજસ (મહત્વાકાંક્ષા) અને ત્રીજો તમો (આળસ અને તાણ). માતા દુર્ગા ત્રણેય ઊર્જાઓને સંતુલિત કરે છે.

શિવ અર્ધાંગિની

શિવ અર્ધાંગિની

માતા દુર્ગાને શિવનાં અર્ધાંગિની માનવામાં આવ્યા છે. શિવ રૂપ છે, તો તેઓ અનુસરણ છે. શિવ બ્રહ્માંડનાં પિતા અને તેઓ માતા છે.

ત્ર્યંબકે નામ

ત્ર્યંબકે નામ

માતા દુર્ગાની ત્રીજી આંખનાં કારણે તેમનું નામ ત્ર્યંબકે પડ્યું કે જે અગ્નિ, સૂર્ય અને ચંદ્રનું પ્રતીક છે.

ગરબા દાંડિયા

ગરબા દાંડિયા


નવરાત્રિને પશ્ચિમ ભારતમાં ગરબા-દાંડિયા તરીકે ઉજવવામાં આવે છે, ઉત્તર ભારતમાં રામલીલા અને દક્ષિણ ભારતમાં ગોલૂ કે બોનલુ તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે પૂર્વ ભારતમાં તે દુર્ગા પૂજા તરીકે ઉજવવામાં આવે છે.

મહિષાસુરનું વધ કર્યુ હતું

મહિષાસુરનું વધ કર્યુ હતું

માતા દુર્ગાએ મહિષાસુરનું વધ કરી દિધુ, ભલે જ તેણે વિવિધ પ્રકારની ચાલોથી તેમને પોતાનાં વશમાં કરવાની કોશિશ કરી હતી.

અકલ-બોધન

અકલ-બોધન

શરુઆતનાં દોરમાં દુર્ગા પૂજાને વસંત પૂજા તરીકે ઉજવવામાં આવતી હતી. શરદ ઋતુમાં તેને જુદી રીતે ઉજવવામાં આવે છે અને તેને અકલ-બોધન નામે ઓળખવામાં આવે છે.

English summary
She is represented as "shakti" or the female principle of divine energy, and is also the nurturer of fertility and strength in the material world.
Story first published: Tuesday, September 26, 2017, 11:45 [IST]