For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, ડાબા પડખે સુવાના ફાયદા

By Karnal Hetalbahen
|

ઉંઘવું આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. સુવાથી આપણા શરીરનો થાક મટી જાય છે સાથે જ મગજ ઝડપથી કામ કરવા લાગે છે. વિશેષજ્ઞોનું માનીએ તો સૂતી વખતે આપણે જે પોઝિશનમાં એટલે કે જે પણ પડખે સુતા હોઇએ છીએ તેનો આપણા શરીર પર ખૂબ પ્રભાવ પડે છે. જી હાં એટલે તમે જ પણ પડખે ઉંઘીશું તેની અસર આપણા અંગો તથા મસ્તિષક પર જરૂર પડશે.

આપણે એક જ પડખે ઉંઘીએ તે શક્ય નથી. માણસ ઉંઘતી વખતે આમ તેમ પડખું ફરે છે. તે સૌથી વધુ તે પડખે સુવે છે જ્યાં તેને સૌથી વધુ આરામ મળે છે. પરંતુ શું તમે જાણો છે કે ડાબા પડખે સુવાથી તમને ઘણા ફાયદા થઇ શકે છે.?

ઘણા લોકોને એ પણ ખબર હોતી કે સૂતી વખતે ડાબી તરફ પડખુ લેવાથી આપણા શરીરને ઘણા ફાયદા ફાયદા થાય છે. ઘણી બિમારીઓ જેમ કે હદય રોગ, પેટ સંબંધિત ખરાબી, થાક, પેટ ફૂલવું અને અન્ય શારિરીક સમસ્યા ફક્ત ડાબા પડખે સુવાથી ઠીક થઇ જાય છે. અહીં આગળ અમે તમને એ જણાવી રહ્યાં છે કે કેવી રીતે ડાબી પડખે ઉંઘવું સ્વાસ્થ્ય માટે સારું છે.

ભોજન પચાવવામાં મળે છે રાહત

ભોજન પચાવવામાં મળે છે રાહત

જો તમે તમારું ભોજન હજમ કરવા માંગો છે તો ડાબા પડખે ઉંઘવું વધુ અસરકારી રહેશે. આ પ્રકારની પોઝીશનમાં સુવાથી પાચન સિસ્ટમ પર કોઇ દબાણ પડતું નથી અને તે પોતાનું કામ સરળતાથી કરી લે છે.

લીવર અને કિડનીઓ માટે ફાયદાકારક

લીવર અને કિડનીઓ માટે ફાયદાકારક

આપણા શરીરમાંથી ગંદકી નિકાળવાનું સૌથી વધુ કાર્ય લીવર અને કિડનીઓનું જ છે. એટલા માટે સૂતી વખતે તેના પર વધુ પ્રેશર નાખવું ન જોઇએ.

અપચો દૂર કરે

અપચો દૂર કરે

જે લોકોને પાચનની ગરબડ રહે છે અને અપચાની ફરિયાદ રહે છે, તેમને ડોક્ટર ડાબા પડખે સૂવાની સલાહ આપે છે.

પેટ આરામથી સાફ થશે

પેટ આરામથી સાફ થશે

આ પોઝિશનમાં સુવાથી ગ્રેવિટી ભોજનને નાના આંતરડાથી મોટા આંતરડા સુધી આરામ પહોંચાડવામાં મદદ કરે છે. તેના લીધે સવારે પેટ આરામથી ખાલી થઇ જાય છે.

હદય સ્વસ્થ રહે

હદય સ્વસ્થ રહે

જે લોકો રાત્રે ખોટી પોઝિશનમાં ઉંઘે છે તેમને હાર્ટ પર વજન પડે છે. રાત્રે સૂવાની સાચી પોઝિશન ડાબી પડખું છે. તેનાથી દિલ પર ઓછું વજન પડે છે અને લોહી દિલ સુધી સારી માત્રામાં સપ્લાય થાય છે. હવે જો દિલ સ્વસ્થ રહેશે તો લોહી તથા ઓક્સિજનની સપ્લાય સરળતાથી શરીર અને મગજ સુધી પહોંચશે.

એસિડિટીથી રાહત

એસિડિટીથી રાહત

જો રોજ સવારે ઉઠ્ય બાદ તમને એસિડિટી રહે છે તો સમજો કે તમે ખોટી પોઝિશનમાં સૂતા હતા. પરંતુ જો તમે ડાબા પડખે ઉંઘશો તો જે પેટનો એસિડ હશે, તે ઉપરના બદલે નીચે તરફ જશે, જેનાથી એસિડિટી અને છાતીમાં બળતરા થશે નહી.

બેક પેનથી આરામ

બેક પેનથી આરામ

માનવામાં આવે છે કે જે લોકો ડાબા પડખે સુવે છે, તેમના કમરના હાડકાં પર વજન પડતું નથી અને બેક પેનમાંથી આરામ પણ મળે છે. સાથે આમ કરવાથી સારી ઉંઘ પણ આવે છે.

ગર્ભાવસ્થાના

ગર્ભાવસ્થાના

ગર્ભાવસ્થાના લક્ષણમાંથી રાહત પ્રેગ્નેંસીમાં ડાબા ઉંઘવાથી જે પણ લક્ષણ હોય છે, તેનાથી આરામ મળે છે. જેમ કે કમરનો દુખાવો અથવા માંસપેશિઓનો દુખાવો વગેરે. એટલા માટે આ પોઝિશન બેક અને લીવરમાંથી ઓછું પ્રેશર કરે છે અને કિડનીઓ તથા શિશુ સુધી બ્લડ ફ્લો વધે છે.

English summary
Experts suggest that it's not just how much sleep you get that makes a difference to your health, but also your sleeping position. Apparently, sleeping on your left side is great for your health and it also ensures better quality sleep.
Story first published: Friday, November 3, 2017, 0:08 [IST]
X
Desktop Bottom Promotion