Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નવરાત્રિમાં ઉપવાસ રાખતા આવી રીતે રાખો પોતાનાં આરોગ્યનો ખ્યાલ...
નવરાત્રિ આવનાર છે અને સૌ લોકો પુરજોશમાં તેની તૈયારીમાં લાગેલા છે. જે લોકો ઉપવાસ કરવાનાં છે, તેમને કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
સ્વસ્થ જીવન માટે સોનેરી નિયમ છે, “ન તો બહુ વધારે અને ન બહુ ઓછું”. આપે કંઈ પણ કરવાનું હોય, ભલે આપે કામ કરવું, રમવું, ભોજન કરવું કે ઉપવાસ કરવો હોય, આ બધુ યોગ્ય પ્રમામમાં કરવામાં આવવું જોઇએ.
આપ સપ્તાહનાં ખાસદિવસે અથવા મહિનામાં નક્કી દિવસો માટે ઉપવાસ કરી શકો છો. આપને બતાવીશું કે નવરાત્રિમાં ઉપવાસ રાખતા આપે પોતાનો ખ્યાલ કેવી રીતે રાખવો જોઇએ...
શરુઆતનાં 1થી 3 દિવસ સુધી
આપ જ્યારે ઉપવાસ કરો છો, ત્યારે આપનું આખુ ખાન-પાન બદલાઈ જાય છે કે જેથી શરીરમાં ઘણા ફેરફારો આવે છે. તેથી ફળાહારનું પાલન કરો. આપ સફરજન, કેળા, ચીકુ, પપૈયું, તડબૂચ અને મીઠી દ્રાક્ષ જેવા મીઠા ફળો ખાઈ શકો છો. અને આપ ભારતીય કરમદું, આંબળાનો રસ, દુધીનો રસ અને નારિયેળ પાણી પણ લઈ શકો છો. આ આપનાં શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરશે.
4થી 6 દિવસ આમ રાખો સંભાળ
સમય પસાર થયા બાદ આપનું શરીર તેનાં અનુરૂપ ફેરફારમાં ઢળી જાય છે. ત્રણ દિવસો બાદ આપ પરંપરાગત નવરાત્રિ આહાર, ફળોના રસ, છાશ અને દૂધ સાથે એક વાર ભોજન કરી શકો છો. આ આપનાં માટે સારૂં રહેશે.
છેલ્લા 7થી 9 દિવસ
નવરાત્રિનાં અંતે આપ પરંપરાગત નવરાત્રિ આહારનું પાલન કરી શકો છો. ધ્યાન રહે કે ઉપવાસ રાખતા પહેલા એક વાર વાર આપ ડૉક્ટરની સલાહ લો. તે પછી જ તેનું પાલન કરો.
બીમારીમાં ઉપવાસ ન રાખો
નવરાત્રિમાં ઉપવાસ રાખવા માંગો છો અને આપ બીમાર છો, તો આવી હાલતમાં આપ ઉપવાસ ન રાખો. તેનાથી આપની બીમારી વધુ ગંભીર બની શકે છે.