દરેકનાં ડાયેટમાં જરૂર હોવા જોઇએ આ ઇંડિયન ફૂડ્સ

Posted By: Staff
Subscribe to Boldsky

શું આપે ક્યારેય અનુભવ્યું છે કે ભારતમાં ઘણા એવા ફૂડ્સ છે કે જે શરીરને સુપર ફૂડની સરખામણીમાં જ હેલ્ધી અને સ્ટ્રૉંગ બનાવે છે.

યૂરોપિયન દેશોમાં સુપર ફૂડનો દરજ્જો તેવા ફૂડ્સને મળે છે કે જે કાચી એટલે પાક્યા વગરની હોય છે, પરંતુ શું આપે ક્યારેય અનુભવ્યું છે કે ભારતમાં ઘણા એવાફૂડ્સ છે કે જે શરીરને સુપર ફૂડની સરખામણીમાં જ હેલ્ધી અને સ્ટ્રૉંગ બનાવે છે.

જો આપ એવા સુપર ફૂડ વિશેજાણવા માંગો છો કે જે ભારતીય વાનગીઓનો એક ભાગ છે, તો આ આર્ટિકલ જરૂર વાંચો :

1. અડદની દાળ

1. અડદની દાળ

સાઉથ ઇન્ડિયન ડિશિસમાં આપને અડદની દાળનો ઉપયોગ સૌથી વધારે થતો દેખાશે. તેમાં આયર્ન, ફૉલિક એસિડ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને પોટેશિયમ ભારે પ્રમાણમાં હોય છે.

2. રોટલી

2. રોટલી

નૉર્થ ઇન્ડિયામાં રોટલી દરરોજનાં ભોજનમાં ચોક્કસ સામેલ હોય છે. આપ ઇચ્છો, તોમલ્ટી ગ્રેન લોટ પણ રેડી કરીને તેની રોટલી ખાઈ શકો છો. રોટલીનાં સેવનથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર પહોંચે છે. સાથે જ રોટલીનાં સેવનથી શરીરમાં કાર્બોહાઇડ્રેટ પહોંચે છે કે જેનાથી બૉડીને પુરતી ઊર્જા મળે છે.

3. આંબળા

3. આંબળા

આંબળામાં વિટામિન સી બહુ વધારે હોય છે. તેમાં ફ્રી રેડિકલ ફાઇટિંગ એંટી-ઑક્સીડંટ પણ બહુ વધુ પ્રમાણમાં હોય છે. તેનાથી કફ, ઉધર, આંખની રોશની વગેરે સાથે સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.

4. દહીં

4. દહીં

ઘણા અભ્યાસોથી આ વાત સ્પષ્ટ થઈ ચુકી છે કે દહીંનાં સેવનથી શરીર સ્વસ્થ બન્યું રહે છે અને તેમાં નિમ્ન કૅલોરી હોય છે કે જેથી શરીરમાં ફૅટ પણ નથી વધતું. દહીંમાં કૅલ્શિયમ પણ ભારે પુરતા પ્રમાણમાં હોય છે.

5. રાગી

5. રાગી

એમ તો રાગીનો સ્વાદ સૌ કોઈને નથી ગમતો, પરંતુ જો આપ તેને સારી રીતે કુક કરો અને તેનું સેવન કરો, તો આપનાં શરીરમાં ક્યારેય કૅલ્શિયમ, આયર્ન અને વિટામિન ડીની ઉણપ પેદા નહીં થાય.

6. પનીર

6. પનીર

પનીરને નૉન વેજનું વૈકલ્પિક રૂપ કહી શકાય છે, કારણ કે તેનાં ગુણો બહુ વધારે હોય છે કે જે શરીરને ભરપૂર ફાયદા પહોંચાડે છે. પનીરમાં કૅલ્શિયમ અને પ્રોટીન હોય છે. ઘરે બનાવેલા પનીરનું સેવન રેસ્ટોરંટમાં મળતા પનીર કરતા વધુ ફાયદાકારક છે.

7. હળદર

7. હળદર

દરેક ભારતીય વ્યંજનમાં હળદરનો ઉપયોગ થાય છે કે જે બહુ બધા ઔષધિય ગુણોથી ભરપૂર છે. હળદર શરીરની વિષાક્તતાને દૂર કરી દે છે અને તેને સમ્પૂર્ણપણે ડિઑક્સીફાઇ કરી દે છે. તેમાં એંટી-ઇમ્ફ્લામેંટ્રી ગુણ હોય છે કે જેના વિશે આપણે સૌ જાણીએ છીએ. સાથે જ તેનાં સેવનથી પેટ પણ બરાબર રહે છે.

8. ઘી

8. ઘી

ઘી કોઇક સુપર ફૂડથી ઓછું નથી. તેમાં ઘણા બધા આરોગ્ય સંબંધી ગુણો છે. સાથે જ તેમાં કાર્બોહાઇડ્રેટ, સોડિયમ, સુગર, ફાયબર અને પ્રોટીન નથી હોતાં. જો આપ તેને દરરોજ ખાવો છો, તો બ્રેનનું ફંક્શનિંગ ખૂબ શાર્પ થઈ જાય છે. સાથે જ તેનું સંતુલિત પ્રમાણ લેવાથી તે પચી પણ સારી રીતે જાય છે.

9. કટહલ

9. કટહલ

કટહલ વિશે ઘણા જર્નલ્સ છપાઈ ચુક્યાં છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં પોષક તત્વો હોય છે. આ એક સીઝનેબલ ફળ હોય છે કે જેને નૉર્થ ઇન્ડિયામાં કાચું એટલે કે શાક તરીકે ખાવામાં આવે છે ને સાઉથ ઇન્ડિયામાં ફલ તથા ડેઝર્ટ તરીકે ખાવામાં આવે છે. તેનાં સેવનથી કોલન કૅંસર નથી થતું અને કૉલેસ્ટ્રૉલ પણ ઓછું થઈ જાય છે.

English summary
Indian Foods That Should Be A Part Of Everyday Diet
Story first published: Saturday, April 22, 2017, 14:00 [IST]