For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 14 વસ્તુઓને ભરપૂર ખાઈને પણ કરી શકાય વજન ઓછું

By Staff
|

જ્યારે લોકો વજન ઘટાડવાનો પ્લાન કરે છે, ત્યારે સૌપ્રથમ તેઓ પોતાનાં ખાવા-પીવાની વસ્તુઓમાં કપાત કરે છે. આ સાચુ છે કે વજન ઓછું કરવા માટે ડાયેટમાં ફેરફાર જરૂરી છે, પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જેમને આપ જેટલી ચાહો ખાઈ શકો છો. તેનાથી આપના વજન કે જાડાપણમું પર કોઈ ફરક નથી પડતો. તેમને ગિલ્ટી ફ્રી આયટમ પણ કહેવામાં આવે છે.

આ વસ્તુઓમાં કૅલોરીનું પ્રમાણ પણ ઓછું હોય છે. સાથે જ તેને ખાવાથી આપનું પેટ પણ ઘણી વાર સુદી ભરાયેલુ રહે છે. આ વસ્તુઓમાં મોજૂદ ફાયબરથી આપનું પાચન સ્વસ્થ રહે છે અને વજન વધવાનો કોઈ જોખમ પણ નથી રહેતો.

ડાયેટમાં તે વસ્તુઓનો વધુ સમાવેશ કરો કે જેમાં ફાયબર, કૅલ્શિયમ અને પાણીનું પ્રમાણ વધારે હોય. આ ઉપરાંત પ્રોસેસ્ડ ફૂડનું ઓછું સેવન કરો; જેમ કે વ્હાઇટ બ્રેડનાં સ્થાને 100 ટકા હોલ વીટ બ્રેડનો પ્રયોગ કરો.

જો આપ ભરપૂર પ્રમાણમાં વસ્તુઓનું સેવન કરવા માંગો છો અને સાથે એમ પઇ ઇચ્છો છો કે આપનું વજન ન વધે, તો તેના માટે પોતાના ડાયેટમાં કેટલાક ખાસ પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરો.

આ આર્ટિકલમાં અમે આપને એવી જ કેટલીક લો કૅલોરી ધરાવતી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યાં છે કે જેમનું ભરપૂર સેવન કરવા છતા પણ આપનું વજન નહીં વધે.

1. પાનદાર શાકભાજીઓ :

1. પાનદાર શાકભાજીઓ :

લંચ અને ડિનરમાં વધુમાં વધુ પ્રમાણમાં લીલા પાંદડા ધરાવતી શાકભાજીઓનું સેવન કરો.એક મીડિયમ સાઇઝની કૉબિજમાં માત્ર 7 કૅલોરી હોય છો, તે બ્રોકલીમાંફાયબર તથા પાણીનું પ્રમાણ અન્ય શાકભાજીઓની સરખામણીમાં વધુહોય છે. તેથી આ શાકભાજીઓનો પોતાનાં ડાયેટમાં જરૂર સમાવેશ કરો. બ્રોકલીમાં મોજૂદ કૅલ્શિયમ આપનાં હાડકાઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

2. ઇંડા :

2. ઇંડા :

ઇંડાઓમાં પ્રોટીન અને વિટામિન ડીનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જેથી સવારે નાશ્તામાં ઇંડા ખાવાથી આપનું પેટ ઘણી વાર સુધી ભરેલું રહે છે અે સાથે જ આપને પુરતા પ્રમાણમાં એલર્જી પણ મળતી રહે છે. ઇંડાઓનું નિયમિત સેવન કરવાથી વજન ઓછુ કરવામાં બહુ મદદ મળે છે.

3. અજમોદ (કેલેરી) :

3. અજમોદ (કેલેરી) :

અજમોદમાં લગભગ 95 ટકા પાણી હોય છે અને તેમાં ડાયૂરેટિક ગુણો પણ હોય છે કે જેથી બૉડીને ડિટૉક્સીફાઈ કરવામાં મદદ મળે છે. તેમાં મોજૂદ પાણી શરીરને ડિહાડ્રેશનથી બચાવે છે અને આપનાં પેટને કલાકો સુધી ભરેલું રાખે છે. તેનું સેવન વજન ઘટાડવા માટે કરવાની સૌથી નૅચરલ અને હેલ્ધી રીત છે.

4. તડબૂચ :

4. તડબૂચ :

તડબૂચનાં એક ટુકડામાં માત્ર 60-70 કૅલોરી મળે છે, જ્યારે તેમાં પાણીનું પ્રમાણ બહુ વધારે હોય છે. ઓછી કૅલોરી હોવાનાં કારણે આપ તેને ખચકાટ વગર દિવસમાં ઘણી વાર પણ ખાઈ શકો છે. તેનાં સેવનથી શરીરમાં હાનિકારક ટૉક્સિનને બહાર કાઢવામાં મદદ મળે છે.

5. નારંગી, મોસંબી અને સંતરો :

5. નારંગી, મોસંબી અને સંતરો :

વજન ઓછું કરવા માટે સિટ્રસ ફળોનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, ફાયબર અને ફ્લાવોનોઇડનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જેથી આપનું પાચન તંત્ર અને મેટાબૉલિઝ્મ બંને શ્રેષ્ઠ રીતે કામ કરે છે. દરરોજ લઘુત્તમ બે સિટ્રસ ફળોનું સેવન જરૂર કરો.

6. કાકડી :

6. કાકડી :

કાકડીમાં લગભગ 96 ટકા પાણી હોય છે. તેથી જે લોકો વજન ઓછુ કરવાનું વિચારતા હોય, તેમણે કાકડીનું વધુમાં વધુ સેવન કરવું જોઇએ. કાકડીનાં નિયમિત સેવનથી આપ થોડાક જ દિવસો બાદ સ્લિમ અને ફિટ દેખાવા લાગો છે. તેના વધુ સેવનથી પણ કોઈ સાઇડ ઇફેક્ટ નથી થતી.

7. ચુકંદર :

7. ચુકંદર :

એક મીડિયમ સાઇઝનાં ચુકંદરમાંથી લગભગ 42 કૅલોરી મળે છે. આ ઉપરાંત તેમાં મૅંગનીઝનુંપ્રમાણ બહુ વધારેહોય છે. ચુકંદરનું સેવન કરવાથી શરીરનુંફૅટ બર્ન થવાની પ્રક્રિયામાં ઓર મદદ મળે છે અને સાથે જ તેનાથી બ્લડ શુગર લેવલ પણ સામાન્યરહે છે. તેથી દરરોજ લંચમાં ચુકંદનું સલાડ ખાવો.

8. સફરજન અને પ્લમ :

8. સફરજન અને પ્લમ :

એક સરેરાશ સાઇઝનાં સફરજનમાંથી 50 કૅલોરી મળે છે, જ્યારે 100 ગ્રામ પ્લમમાંથી લગભગ 45 કૅલોરી હાસલ થાય છે. તેથી આ ફળોને આપ જેટલી મરજી હોય, તેટલા ખાઈ શકો છો. તેમાં પોટેશિયમ અને વિટામિન સીનું પ્રમાણ પણ વધુ હોય છે કે જેથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછુ થાય છે. સફરજનઅને પ્લમનું નિયમત સેવન આપને વજન ઘટાડવામાં બહુ મદદ કરે છે.

9. બેરી :

9. બેરી :

વિટામિન સીથી ભરપૂર ફળ જેમ કે સ્ટ્રૉબેરી અને કૅનબેરીનું સેવન પણ વજન ઓછુ કરવામાં મદદ કરે છે. તેમાં ડાયૂરેટિક ક્ષમતાઓ હોય છે કે જેથી તેમનાં સેવનથી શરીરમાં મોજૂદ ખરાબ ટૉક્સિન સરળતાથી બહાર નિકળી જાય છે. સ્ટ્રૉબેરીનાં સેવનથી પાચન તંત્ર પણ સ્વસ્થ રહે છે અને આપનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે કે જેથી આપ વધુ ખાવાથી બચી જાઓ છો.

10. ઝુકિની :

10. ઝુકિની :

એક સરેરાશ સાઇઝનાં ઝુકિનીમાં લગભગ 42 કૅલોરી હોય છે. આ શાકભાજીનું સેવન આપને એનર્જીથી ભરપૂર રાખે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. આ શાકભાજી સૉલ્ટ રિટેંશનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

11. વટાણા :

11. વટાણા :

વટાણામાં એંટી-ઑક્સીડંટ, વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ બહુ વધારે હોય છે. એક કપ વટાણામાં લગભગ 100 કૅલોરી હોય છે કે જેથી તેનું સેવન વજન ઘટાડવામાં ખૂબ મદદગાર છે. તેનાં સેવનથી આપનું પેટ ભરાયેલું રહે છે અને જલ્દી ભૂખ નથી લાગતી. તેથી દરરોજનાં ડાયેટમાં વટાણાનો સમાવેશ કરો.

12. ચિકન :

12. ચિકન :

ચિકન પ્રોટીનનું મુખ્ય સ્રોત છે. જોકે તેનાથી મળતી ક2લેરીનું પ્રમાણ શાકભાજીઓની સરખામણીમાં વધુ હોય છે, પરંતુ તેનું સીમિત સેવન આપનાં માટે ખૂબ ફાયદાકારક છે. તેનાં સેવનથી આપનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને પછીઆખો દિવસ ભૂખ નથી લાગતી.

13. સૅલમન માછલી :

13. સૅલમન માછલી :

એમ તો આ માછલીમાં ફૅટનું પ્રમાણ વધુ હોય છે, પરંતુ તેનાં સેવનથી આપનું પેટ પૂર્ણતઃ ભરેલું રહે છે અને પછી આગામી ઘણા કલાકો સુધી આપને ભૂખ નથી લાગતી. તેમાં ઓમેગા-3 ફૅટી એસિડ પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે મગજ માટે ખૂબ ફાયદાકારક છે.

14. કિનોવા :

14. કિનોવા :

કિનોવામાં પ્રોટીન અને એમિનો એસિડનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત તેમાં ફાબર પણ બહુ વધારે પ્રમાણમાં હોય છે કે જે કૉલેસ્ટ્રૉલ લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. જો આપ વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો, તો કિનોવાનું નિયમિત સેવન કરો.

English summary
we have come up with some of the best low-calorie foods that make you feel full for longer. So, read further to know more about the foods that will not make you fat.
Story first published: Friday, June 23, 2017, 9:36 [IST]
X
Desktop Bottom Promotion