Related Articles
-
ઉઠ્યા ના 60 સેકન્ડ પછી શા માટે તમારે એક ગ્લાસ પાણી પીવું જોઈએ
-
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી શરીરને કેવી રીતે અસર કરે છે?
-
Pineberries ના આરોગ્ય લાભો
-
મેચા ટીના સ્વાસ્થ્ય લાભો
-
હાડકાં તૂટે ત્યારે તમારા શરીરમાં શું થાય છે?
-
Miss World 2017: પરફેક્ટ ફિગર મેળવવા માટે માનુષીએ કર્યો ગળી વસ્તુનો ત્યાગ અને આપી મોટી –મોટી કુબાર્ન
જિમ જતા પહેલા ભૂલીને પણ ન ખાવો આ વસ્તુઓ, ક્યારેય નહીં મળે રિઝલ્ટ
બૉડી બનાવવા અને સારી ફિટનેસ પામવા માટે મોટાભાગનાં લોકો દરરોજ સવારે જિમ કે પાર્કમાં જઈને વર્કઆઉટ કરે છે, પરંતુ ઘણી વાર એવું થાય છે કે આપની લાખ મહેનત છતાં પણ આપ મનોવાંછિત બૉડી શેપ નથી હાસલ કરી શકતાં.
આપને જણાવી દઇએ કે ઘણી વાર આપની કેટલીક ખોટી ટેવોની અસર આપનાં વર્કઆઉટ પર પડવા લાગે છે કે જેનાં કારણે આપ મનપસંદ રિઝલ્ટ નથી મેળવી શકતાં.
જો આપ જિમ જતાં પહેલા કંઇક ખાવો છો, તો જરૂરી છે કે પહેલા જાણી લો કે તે વસ્તુ આપનાં માટે ફાયદાકારક છે કે નહીં, કારણ કે ઘણી વાર વર્કઆઉટથી પહેલા ખાવામાં આવેલી વસ્તુઓનાં સેવનથી જ આપની તમામ મેહનત પર પાણી ફરી વળે છે.
આ આર્ટિકલમાં અમે ખાવા-પીવાની તેવી વસ્તુઓ વિશે જણાવી રહ્યાં છીએ કે જે વર્કઆઉટ કરતા પહેલા ન ખાવી જોઇએ.
અળસીનાં બીજ :
અળસીનાં બીજ એમ તો બહુ ફાયદાકારક છે, પરંતુ જો આપ વર્કઆઉટથી પહેલા તેને ખઆવો છો, તો તેનાંથી પેટ ફૂલવા અને ઓડકાર જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે.
જેલ પૅક્સ :
ઘણા લોકો એવું વિચારે છે કે જિમ જતા પહેલા એનર્જી જેલનું સેવન કરવાથી જિમમાં પરફૉર્મંસ વધી જાય છે, પરંતુ એવું કંઈ જ નથી, ઉલ્ટાનું તેમાં મોજૂદ શુગરનું વધુ પ્રમાણ શરીરનાં ઇંસ્યુલિન લેવલને પ્રભાવિત કરી દે છે કે જેથી વર્કઆઉટ બાદ આપને જોરદાર ભૂખ પણ લાગી શકે છે.
હમ્મ્સ :
વર્કઆઉટ કરતા પહેલા ક્યારેય પણ હમ્મ્સ નહીં ખાવું જોઇએ. બીન્સમાં એવા કાર્બોહાઇડ્રેટ વધુ હોય છે કે જે સરળતાથી નથી પચતા. તેથી હમ્મ્સ ખાવાથી આપને ગૅસ અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.
ડૅરી પ્રોડક્ટ :
વર્કઆઉટથી પહેલા દૂધનું સેવન કરવાથી આપની ક્ષમતા પર માઠી અસર પડે છે અને તેનાથી વર્કઆઉટ કરતી વખતે ઓડકારો પણ આવવા લાગે છે. દૂધ પીવાની શ્રેષ્ઠ રીત છે કે આપ વર્કઆઉટ કર્યાનાં અડધા કલાક બાદ તેનું સેવન કરો.
ફ્લેવર્ડ વૉટર :
ફ્લેવર્ડ વૉટરમાં શુગરનું પ્રમાણ બહુ વધારે હોય છે અને તેનાં કારણે તેને વર્કઆઉટથી પહેલા ન પીવું જોઇએ. તેમાં આર્ટિફિશિયલ શુગર હોય છે કે જે આપનું પાચન પણ બગાડી શકે છે.
ચવાણું કે રોસ્ટેડ ફૂડ :
રોસ્ટેડ નટ્સ અને કોઈ પણ પ્રકારનાં ચવાણાની વસ્તુઓ વર્કઆઉટથી પહેલા ખાવાથી શરીરનું ફ્લૂઇડ બૅલેંસ બગડી જાય છે અને તેનાંથી આપનું પરફૉર્મંસ નબળું પડી જાય છે. તેથી વર્કઆઉટથી પહેલા મીઠાંયુક્ત વસ્તુઓ ન ખાવો.
કાચું કેળું :
વર્કઆઉટથી પહેલા કેળા ખાવા સૌથી સારૂં આહાર ગણવામાં આવે છેો, પરંતુ ધ્યાન રાખો કે કેળા સમ્પૂર્ણપણે પાકેલા હોવા જોઇએ. એવું એટલા માટે કે કાચા કેળા આસાનીથી પચી નથી શકતાં કે જેથી આપને પાચન સાથે સંકળાયેલી સમસ્યાઓ થઈ શકે છે. શ્રેષ્ઠ રહેશે કે ખાવાથી પહેલા એક વાર ચેક કરી લો કે કેળા સારી રીતે પાક્યા છે કે કેમ ?
બાફેલા ઇંડા :
ઇંડા પ્રોટીનનાં સારા સ્રોત તો હોય છે, પરંતુ તેમને ખાવાથી આપને પુરતા પ્રમાણમાં એનર્જી નથી હાસલ થતી. તે ઉપરાંત પ્રોટીનને પચવામાં પણ ખૂબ સમય લાગે છે. તેનાં કારણે આપ જિમ કરતી વખતે જ જલ્દીથી થાકી શકો છો. બહેતર રહેશે કે આપ આ બાફેલા ઇંડાને જિમ કર્યા બાદ ખાવો.
પ્રોટીન બાર :
આજ-કાલ બજારમાં જાત-જાતાનાં પ્રોટીન બાર ઉપલબ્ધ છે, પરંતુ જો આપનાં બારથી 200થી વધુ કૅલોરી હાસલ થઈ રહી છે અને પ્રોટીનનું પ્રમાણ ઓછું છે, તો સમજી લો કે તેને ખાવું ફાયદાકારક નથી. વર્કઆઉટથી પહેલા તો તેને ભૂલીને પણ ન ખાવો.
કૉફી :
કૉફીમાં પણ શુગર અને કૅલોરીનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જેનાં કારણે તેનાં સેવનથી વર્કઆઉટમાં કોઈ મદદ મળતી નથી. તેથી સવારે ઉઠીને કૉફી પીધા વગર વર્કઆઉટ કરવા જાઓ.