For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખાવો આ ફૂડ અને કરો પોતાનું લીવર સાફ

By Lekhaka
|

લીવર શરીરનાં મહત્વનાં અંગોમાંનું એક છે કે જેનું સ્વસ્થ રહેવું ખૂબ આવશ્યક છે. લીવર સ્વસ્થ રહેતા ઇમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરે છે. કોઈ પણ પ્રકારની એલર્જીથી બચાવ થાય છે અને સાથે જ વજન પર નિયંત્રણ રહે છે.

લીવર શરીરનાં મહત્વનાં અંગોમાંનું એક છે કે જેનું સ્વસ્થ રહેવું ખૂબ આવશ્યક છે. લીવર સ્વસ્થ રહેતા ઇમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરે છે. કોઈ પણ પ્રકારની એલર્જીથી બચાવ થાય છે અને સાથે જ વજન પર નિયંત્રણ રહે છે. પોતાનું લીવર સ્વસ્થ રાખવા માટે આપ તે જ ખોરાક લો કે જે તેની સફાઈ કરે.

foods to cleanse the liver

લીવરની સફાઈ કરવા માટે આપે એક-બે દિવસ પહેલા હળવો ઉપવાસ રાખવો પડે છે કે જેનાથી શરીરમાં મોજૂદ વિષાક્ત પદાર્થો બહાર નિકળી શકે.

આ ઉપવાસ દરમિયાન આપે બહુ પાણી પીવાનું હોય છે. સાથે જ શાકભાજીઓનો રસ પીવોજોઇએ તેમજ ફળો ખાવા જોઇએ. તમામ ઝેરી પદાર્થો શરીરમાંથી નિકળી ગયા બાદ આપ પોતાનું ભોજન અગાઉની જેમ જ ખાઈ શકો છો.

આ લિસ્ટ છે તેવા ખાદ્ય પદાર્થોની કે જે આપનાં લીવરને ક્લેનઝ કરશે. લીવર ક્લેનઝ ડાયેટમાં તાજું ભોજન છે. સાથે જ બહુ બધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. બ્રાઉન રાઇસ અને ઓટમીલથી પાચન સારૂં રહે છે, જ્યારે બીનમાં ફાયબર જણાઈ જાય છે.

કાચી શાકભાજીઓ તથા ફળોમાં ખૂબ સારા પ્રમાણમાં ફાયબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. જેટલું શક્ય હોય, ઑર્ગેનિક તેમજ તાજી શાકભાજીઓ તથા ફળોનું સેવન કરો.

આપ પોતાની મનગમતી શાકભાજીઓ તથા ફળોનો રસ પણ કાઢીને પી શકો છો. લીવર ક્લેનઝિંગ માટે ઓમેગા-3 ખૂબ ફાયદાકારક હોય છે. તે અળસી, અખરોટ તથા માછલીનાં તેલમાં હોય છે.

કારણ કે સમગ્રધ્યાન સ્વસ્થ આહાર પર છે, તેથી આપે કોઈ પણ પ્રકારનું અનહૅલ્ધી ફૂડ કે જે પૅકેજિંગમાં આવે છે જેમ કે બૉક્સિસ, બૅગ તથા કૅન્સમાં નથી ખાવું. વધુફૅટી મીટ જેમ કે પોર્ક તથા તળેલી વસ્તુઓ બિલ્કુલ નથી ખાવી. ખાદ્ય પદાર્થો જેમાં એડિટિવ, કીટાણુનાશક તથા પ્રિઝર્વેટિવ મળેલું હોય બિલ્કુલ નથી ખાવું.

દારૂ લીર માટે ઝેર સમાન હોય છે. તેથી તેને કોઈ પણ પરિસ્થિતિમાં પીવો નથી. વધુ ખાવાથી બચો અને જેટલું શક્ય હોય, આખો દિવસ થોડુંક-થોડુંક ખાઓ. સવારનાં સમયે પેટ ભરીને નાશ્તો કરો અને રાત્રે હળવો ખોરાક લો. સાથે જ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ અવશ્ય લો.

English summary
There are certain foods that helps cleanse the liver. Read here to learn more about it.
Story first published: Monday, December 19, 2016, 10:51 [IST]
X
Desktop Bottom Promotion