For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું ડાયાબિટીસનાં દર્દીઓ ડાયેટ સોડા પી શકો છો ?

By Lekhaka
|

ડાયાબિટીસનાં દર્દીઓએ પોતાનાં ખાવા-પીવામાં બહુ વધારે ધ્યાન રાખવું પડે છે. એટલુ જ નહીં, આપે પોતાનાં કેટલાક મનગમતા ખાદ્ય પદાર્થો અને પીણાઓ છોડી દેવા પડી શકે છે.

જો આપ ફિઝી ડ્રિંક્સ પસંદ કરો છો, તો આપને ખબર હોવી જોઇએ કે આપ કયા પ્રકારનું સોડા પી શકો છો. સામાન્ય રીતે નિષ્ણાતો સલાહ આપે છે કે ડાયેટ સોડા સૌથી શ્રેષ્ઠ છે, પરંતુ સવાલ આ છે કે શું આ વાસ્તવમાં સલામત છે ?

આવું માનવામાં આવે છે કે ડાયેટ સોડા ડાયાબિટીસ માટે બરાબર છે. આ સૌથી ખરાબ નથી, પણ આ સૌથી સારૂ પણ નથી. પાણી અને ઓછી ગળી ચા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

આ પહેલા કે આપ ડાયેટ સોડા પીવાનું શરૂ કરો, આપે આ સમજી લેવું જોઇએ કે આ ડાયાબિટીસનાં દર્દીઓને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે.

1) આમાં કૅલોરી નથી હોતી

1) આમાં કૅલોરી નથી હોતી

વજન કંટ્રોલ કરવું સૌથી મહત્વનું છે, પરંતુ જ્યારે આપને ડાયાબિટીસ થાય છે, તો આ વધુ મહત્વનું છે. અધિક વજન કે મેદસ્વિતાનાં કારણે જટિલતાઓ વધી શકે છે. વજન પણ શરીર માટે ઇંસ્યુલિનનો ઉપયોગ કરવો મુશ્કેલ બનાવે છે.

2) ડાયેટ સોડા પી શકો છો આપ

2) ડાયેટ સોડા પી શકો છો આપ

ડાયેટચ સોડા ડાયાબિટચીસનાં દર્દીઓ માટે સારૂં છે, કારણ કે તેમાં કોઈ કૅલોરી નથી. જોકે તેમાં કૃત્રિમ મિઠાસ જેમ કે એસ્પેરેટમ, સૅક્રીન અને નીટોમનો ઉપયોગ કરવામાં આવે છે, ડાયેટ સોડામાં ઉપયોગ કરતા આ શુગરની જગ્યા લે છે કે જેથી તેમાં કૅલોરીની સંખ્યા ઘટી જાય છે. કૅલોરીમાં આ ઘટાડો વજન ઘટાડવામાં યોગદાન આપી શકે છે. નિઃશંકપણે સારી રીતે ભોજન કરવું અને વ્યાયામ હજી પણ મહત્વનાં છે. ડાયેટ સાડો માત્ર એક પગલું છે.

3) ગ્લૂકોઝ મૅનેજમેંટ

3) ગ્લૂકોઝ મૅનેજમેંટ

ડાયાબિટીસનાં દર્દીઓએ બ્લડ ગ્લૂકોઝ પર નજર રાખવી મહત્વનું છે. અંતે આ ડાયાબિટીસને પરિભાષિત કરે છે. આપનાં રક્તમાં ગ્લૂકોઝમાં નિયંત્રિત કરવું આપનાં આહારનું મુખ્ય લક્ષ્ય હોવું જોઇએ.

4) આ બ્લડમાં શુગર નથી વધારતું

4) આ બ્લડમાં શુગર નથી વધારતું

ડાયાબિટીસથી પીડિત એક વ્યક્તિ ડાયેટ સોડા પી શકે છે, કારણ કે આ ગ્લાઇસેમિક પ્રતિક્રિયા નથી બદલતું. બીજા શબ્દોમાં, આ ભોજન બાદ રક્તમાં ગ્લૂકોઝ નથી વધારતું. આ લાભ ડાયાબિટીસથી પીડાતા લોકોમાં પણ યોગ્ય છે.

5) અભ્યાસ શું કહે છે ?

5) અભ્યાસ શું કહે છે ?

દાખલા તરીકે, 2013માં આર્કિવિસ લૉટિનોઅમેરિકોનસ ડી ન્યૂટ્રિકિયનમાં એક અભ્યાસે જોયું કે વિવિધ પ્રકારનાં સોડા ટાઇપ 2 ડાયાબિટીસ અને પુખ્તોને કેવી રીતે પ્રભાવિત કરે છે. બે જૂથોને 8 કલાક માટે ઉપવાસ કરવા માટે કહ્યુ હતું. તે પછી, એક જૂથને એસ્પેરેટમ તથા એસેલ્ફેમથી ભરપૂર ડાયેટ સોડા આપવામાં આવ્યુ હતું, જ્યારે અન્યને શુગરથી ભરપૂર ડાયેટ સોડા આપવામાં આવ્યું. તેમના બ્લડ ગ્લૂકોઝને 10, 15 અને 30 મિનિટ માપવામાં આવ્યુ હતું.

6) શું પામ્યુ શોધકર્તાઓએ

6) શું પામ્યુ શોધકર્તાઓએ

શોધકર્તાઓએ પામ્યું કે ડાયેટ સોડાએ ગ્લૂકોઝનાં સ્તરોને બદલ્યું નહીં. આ તારણો મુજબ ડાયેટ સોડા ડાયાબિટીસનાં દર્દીઓને સલામત રીતે બ્લડ ગ્કૂલોઝનું પ્રબંધન કરી શકે છે.

7) ડ્રિંકમાં નથી હોતું કોઈ શુગર

7) ડ્રિંકમાં નથી હોતું કોઈ શુગર

આ ઉપરાંત એડેડ શુગરને આર્ટિફિશિયલ શુગરથી બદલતા બહુ મોટો અંતર આવે છે. આ શુગર અસલી શુગરની સરખામણીમાં બહુ વધારે ગળી હોય છે કે જેનો મતલબ છે કે કોઈ પીણામાં ઓછો ઉપયોગ થાય છે. સૌથી સારી વાત આ આપનાં ગળ્યા ખાવાની લાલસાને પણ ઓછી કરી દેશે અને આપને સંતુષ્ટ કરશે.

8) એનર્જી વધારે છે

8) એનર્જી વધારે છે

ડાયેટ સોડાની ઓછી કૅલોરી સામગ્રી એક સારી વાત છે. દુર્ભાગ્યે, આ એક સમસ્યા પણ હોઈ શકે છે. મિઠાઈ આપનાં શરીરને વધુ ભોજન ખાવા માટે પ્રેરિત કરે છે. આ આપનાં મસ્તિષ્કની પ્રતિક્રિયાની રીત છે. અને જ્યારે આર્ટિફિશિયસ સ્વીટનર રેગ્યુલર શુગર કરતા વધુ ગળ્યા હોય છે, ત્યારે આપની લાલસા વધવાની શક્યતા હોય છે. આ વધુ કૅલોરી ખાવા અને પીવાનું કારણ બની શકે છે.

ધ જર્નલ ડાયાબિટીસ કૅર આ સંબંધને સ્વીકાર કરે છે. કૃત્રિમ મિઠાસ વગર પીણાની સરખામણીમાં, કૃત્રિમ મિઠાસ વાળા પીણા એનર્જી વધારે છે. ઓછી કૅલોરીનું સેવન કરવા માટે વધુ કૅલોરીનું સેવન કરવામાં આવે છે. વધુ એક મુદ્દો આ છે કે સોડા સાથે કેટલીક અલગ વસ્તુઓ ખાવામાં આવે છે. તેમાં ફળ અને શાકભાજીઓ સામેલ છે. જોકે તેમાં કોઈ શંકા નથી કે સોડા સાથે ગળ્યુ અને નમકીન-સ્નૅક્સ જેવી વસ્તુઓ શ્રેષ્ઠ હોય છે.

9) હંમેશા લેબલ જોઈને ખરીદો ડાયેટ સોડા

9) હંમેશા લેબલ જોઈને ખરીદો ડાયેટ સોડા

નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઑફ હેલ્થ મુજબ મેદસ્વિતાથી ગ્રસ્ત જે પુખ્તો ડાયેટ સોડા પીવે છે, તેઓ નમકીન સ્નૅક્સમાં 131 ક્રલોરી તથા મિઠાઈ સ્નૅક્સમાં 243 કૅલોરી રોજ ખાય છે. જ્યારે જે જાડા પુખ્તો નૉર્મલ સોડા પીવે છે, તેઓ ક્રમશઃ મિઠાઈ અને નમકીનની 107 અને 213 કૅલોરી ખાય છે. ધ્યાન રાખો કે ડાયેટ સોડામાં અન્ય સામગ્રીની કૅલોરી હોઈ શકે છે. તેથી હંમેસા તેનું લેબલ જોઈને જ લો.

10) મેટાબૉલિક સિંડ્રૉમ જોખમ

10) મેટાબૉલિક સિંડ્રૉમ જોખમ

જ્યારે ડાયેટ સોડા લેવાથી વધુ એનર્જી મળે છે, ત્યારે મેટાબૉલિક સિંડ્રૉમ વધુ થવાની શક્યતા છે. તેમાં સ્ટ્રોક, હૃદય રોગ અને ડાયાબિટીસની શંકા વધી જાય છે. મેટાબૉલિક સિંડ્રૉમમાં પાંચ કારકો સામેલ છે.

એક મોટી કંમર, હાઈ ફાસ્ટિંગ બ્લડ શુગર, હાઈ બ્લડ શુગર, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સ અને ઓછું એચડીએલ કૉલેસ્ટ્રૉલ. અધિકૃત રીતે મેટાબૉલિક સિંડ્રૉમ માટે આપને પાંચમાંથી ત્રણની જરૂર હોય છે.

પરંતુ જો ડાયાબિટીસ પહેલાથી છે, તો આ એક મોટી સમસ્યા છે. તેનાથી મેટાબૉલિક સિંડ્રૉમ તીવ્ર થઈ જશે. જટિલતાઓનો ખતરો વધવાથી આ ગ્કૂલોઝ કંટ્રોલને પણ મુશ્કેલ બનાવી દે છે.

English summary
If you love fizzy drinks, you might be wondering what kind of soda diabetics can drink. Often, experts suggest diet soda. But is it really that safe?
Story first published: Sunday, October 29, 2017, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more