Just In
- 344 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 353 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1083 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1086 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
શું માત્ર કાર્ડિયો કરી આપ પોતાનું વજન ઘટાડી શકો છો ?
વજન વધવું એક ગંભીર સમસ્યા છે કે જેનાંથી આપને ઘણી ગંભીર બીમારીઓનો ખતરો હોય છે. કેટલાક લોકો એવું માને છે કે કાર્ડિયો કરવું વજન ઘટાડવા માટે સૌથી મહત્વનું છે.
તેમાં કોઈ શંકા નથી કે કાર્ડિયોથી સ્ટૅમિના, ફિટનેસ, સર્ક્યુલેશન અને કૅલોરી બર્ન કરવામાં મદદ મળે છે, પરંતુ તેનો આ મતલબ નથી કે આપ વજન ઓછું કરવા માટે માત્ર કાર્ડિયો જ કરો.
નિઃશંકપણે વજન ઓછું કરવા માટે લોકો કાર્ડિયો પસંદ કરે છે, પરંતુ સવાલ આ છે કે શું વજન ઘટાડવા માટે કાર્ડિયો સાચે જ અસરકારક છે ? ચાલો જાણીએ આ સવાલનો જવાબ :
વજન ઘટાડવામાં કાર્ડિયોની ભૂમિકા
કાર્ડિયો કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિની જેમ કૅલોરી બર્ન કરવા અને વજન ઓછું કરવામાં મદદ કરે છે, પરંતુ વજન ઘટાડવા માટે અન્ય કસરતોની જેમ આ શ્રેષ્ઠ નથી. હકીકતમાં માત્ર કાર્ડિયો કરવું પુરતું નથી.
આ ઉપરાંત મોટાભાગનાં લોકો જિમમાં જ કાર્ડિયો કરે છે. તેનાંથી તેઓ માત્ર પોતાનું હાર્ટ રેટ વધારે છે અને સેશન દરમિયાન જ કૅલોરી બર્ન કરે છે.
તેથી ટ્રેડમિલ પર 20 મિનિટ સુધી ચાલવાથી આપની કૅલોરી બર્ન થઈ શકે છે. વાંછિત વજન ઘટાડવાનો પ્લાન આપને વર્કઆઉટ સેશન દરમિયાન કૅલોરી બર્ન કરવામાં મદદ કરે છે. સાથે-સાથે જ્યારે આપ નિષ્ક્રિય થાઓ છો, ત્યારે તે આપનાં ચયાપચયને વધારી દે છે.
સચ્ચાઈ આ છે કે વેટ ટ્રેનિંગ પણ બહુ જરૂરી છે. મસલ્સ વધવાથી વધુ કૅલોરી બર્ન કરવામાં મદદ મળે છે. તેનો મતલબ આ છે કે આપે વેટ ટ્રેનિંગ પણ કરવી જોઇએ.
ફૅટથી કેવી રીતે પામશો છુટકારો ?
કાર્ડિયો અને સ્ટ્રેથ ટ્રેનિંગનું સંયોજન વાસ્તવમાં વજન ઘટાડવા માટે કામ કરે છે. આપનાં જેટલા મસલ્સ બનશે, ફૅટ એટલું ઓછું થશે. તેનું કારણ એ છે કે માંસપેશીઓમાં ફૅટ બર્ન થાય છે. વર્કઆઉટ બાદ મસલ્સ બૉજડીની કૅલોરી બર્ન કરવામાં મદદ કરે છે. તેથી આપ પોતાનાં સેશનમાં કાર્ડિયો ઉપરાંત વેટ ટ્રેનિંગ પણ ધ્યાન આપી શકો છો.
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે કસરત મહત્વની બની જાય છે, પરંતુ આપનું ડાયેટ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફૅટ બર્ન કરવા અને પોતાનું વજન ઓછું કરવા માટે આપે ઓછી કૅલોરીનું સેવન કરવું જોઇએ. કાર્ડિયો અને વેટ ટ્રેનિંગ તેમાં આપની મદદ કરી શકે છે.
અમારી સલાહ
બીજી વાર જ્યારે આપજિમ જાઓ, ત્યારે વેટ ટ્રેનિંગ અંગે ચિંતા ન કરો. આ ઉપરાંત કાર્ડિયો પણ કરો, કારણ કે તેનાંથી આપનાં સમગ્ર આરોગ્ય, સહનશક્તિ અને ધૈર્યને શ્રેષ્ઠ બનાવવામાં મદદ મળશે.