For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાહુબલીનાં હીરો જેવું બૉડી બનાવવા માટે ફૉલો કરો આ ડાયેટ ચાર્ટ

પ્રભાસ પોતાનાં કૅરેક્ટર માટે જિમમાં રોજ સવારે 5 કલાક વર્કઆઉટ કરતા હતાં.

By Super Admin
|

જો આપને જાણવું છે કે બાહુબલીમાં કામ કરનાર એક્ટર પ્રભાસે પોતાનું બૉડી કેવી રીતે બનાવ્યું, તો તેમનું ડાયેટ વાંચો અને સાથે જ જાણો કે તેઓ કઈ-કઈ એક્સરસાઇઝ કરતા હતાં.

આજ-કાલનાં દરેક છોકરાનું સપનું હોયછે કે તેનું બૉડી ફિલ્મ એક્ટરની જેમ દેખાય. એવામાં હવે તો નવયુવાન છોકરાઓનાં રોલ મૉડેલ બાહુબલી એટલે કે પ્રભાસ બની ચુક્યાં છે. બાહુબલી જોયા બાદ આપણે સૌને વિશ્વાસ બેસી ગયો છે કે પ્રભાસે પોતાની આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે.

હવે તો શું સલમાન ખાન ને શું હૃતિક રોશન ? સૌ કોઈ આજ-કાલ પ્રભાસ જેવું બૉડી બનાવવામાં જોતરાયા છે. ચાહે ફિલ્મમાં પ્રભાસનો મસ્ક્યુલર લુક હોય પછી પીઢ વયનો લુક, પ્રભાસે તેના માટે સખત મહેનત કરી છે.

પ્રભાસ દરરોજ જિમમાં છ કલાક પસાર કરતા હતાં. તેમાં તેઓ પોતાની દરેક માંસપેશીઓ પર ફોકસ કરતા હતાં. આવોજાણીએ પ્રભાસે આ બધુ કેવી રીતે કર્યું અને શું છે તેમનાં આ ધરખમ બૉડીનું રહસ્ય ?

દરરોજ જિમમાં પસાર કરતા હતાં 5 કલાક

દરરોજ જિમમાં પસાર કરતા હતાં 5 કલાક

પ્રભાસ પોતાનાં કૅરેક્ટર માટે જિમમાં દરરોજ સવારે 5 કલાક વર્કઆઉટ કરતા હતાં.

બૉડી માટે તેમણે ખાધા 40 ઇંડા

બૉડી માટે તેમણે ખાધા 40 ઇંડા

તેઓ દરરોજ 40 ઇંડાનો સફેદ ભાગ, અડધા કિલો ચિકન, સલાડ, ફળ અને બ્રાઉન રાઇસ ખાતા હતાં.

માત્ર જિમિંગ જ નહીં, બહાર પણ હતાં એક્ટિવ

માત્ર જિમિંગ જ નહીં, બહાર પણ હતાં એક્ટિવ

પ્રભાસ જિમમાં જ નહીં, પણ બહાર પણ સાઇકલિંગ કે રનિંગ માટે દરરોજ જતા હતાં. તેઓ માને છે કે બહાર પ્રકૃતિમાં જે વર્કઆઉટ થાય છે, તેનાથી સ્વચ્છ હવા મળે છે કે જે જિમમાં નથી મળી શકતી.

1 કલાક કરતાં કાર્ડિયો

1 કલાક કરતાં કાર્ડિયો

1 કલાક કાર્ડિયો કરતા હતાં અને પછી વેટ. પ્રભાસે ટ્રેનિંગ માટે કોઇક ફૉરેનર ટ્રેનરની જગ્યાએ પોતાનાં લોકલ ટ્રેનર પાસેથી જ વર્કઆઉટ શીખ્યું.

તેમનું ફોકસ હતું મસલ્સ બનાવવા પર

તેમનું ફોકસ હતું મસલ્સ બનાવવા પર

તેમનું સૌથી વધુ ફોકસ મસલ્સ પર હતું. મસલ્સને તેઓ અનેક ફિટનેસ ટેક્નિક વડે મૅંટેન કરી રહ્યા હતાં. તેના માટે તેઓ દરરોજ દોઢ કલાક વેટ લિફ્ટિંગ કરતા હતાં.

જ્યારે વધારવું હતું તેમણે 100 કિલો વજન

જ્યારે વધારવું હતું તેમણે 100 કિલો વજન

મૂવી માટે તેમણે 100 કિલો વજન વધારવાનું હતું કે જેના માટે તેમણે વેજ અને નૉન-વેજ બંને જ વસ્તુઓ લીધી. તેમણે ખૂબ સખત ડાયેટને ફૉલો કર્યું. તેઓ પોતાની મરજી મુજબનું કંઈ પણ ખાઈ નહોતા શકતાં.

પોસ્ટ વર્કઆઉટ બાદ શું ખાતા હતાં ?

પોસ્ટ વર્કઆઉટ બાદ શું ખાતા હતાં ?

પોસ્ટ વર્કઆઉટ બાદ તેઓ દોઢ ચમચી રેડીમેડ પ્રોટીન પાવડરનું સૂપ કે દૂધ સાથે લેતા હતાં.

English summary
If there was one thing in Baahubali that had us swooning more than the film itself, it was the lead actor Prabhas’ bulked up form. Here we are sharing Prabhas' Bahubali diet and fitness regime.
Story first published: Saturday, June 3, 2017, 11:35 [IST]
X
Desktop Bottom Promotion