For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 7 લક્ષણોથી કરો બ્લડ કૅંસરની ઓળખ

By Lekhaka
|

બ્લડ કૅંસર એક ગંભીર પ્રાણઘાતક બીમારી છે અને આખી દુનિયામાં તેનાં દર્દીઓની સંખ્યા વધતી જ જઈ રહી છે. તેનાંથી જોડાયેલી સૌથી પરેશાન કરનાર વાત એ છે કે મોટાભાગનાં દર્દીઓને શરુઆતમાં એ ખબર જ નથી પડતી કે તેઓ બ્લડ કૅંસરનો ભોગ બનીચુક્યાં છે અને જ્યાં સુધી તેમને જાણ થાય છે, ત્યાં સુધી બહુ મોડું થઈ ચુક્યું હોય છે.

તેથી એ જરૂરી છે કે આપને તેનાં પ્રારંભિક લક્ષણો વિશે ખબર હોય કે જેથી આપ તરત તેની ઓળખ કરી શકો અને સમયસર પોતાનો ઇલાજ કરાવી શકો.

સામાન્ય રીતે બ્લડ કૅંસરની જાણ ત્યારે જ થાય છે કે જ્યારે આપ રૂટીન બ્લડ ટેસ્ટ કરાવો છે. તેથી નિયમિત અંતરાલે પોતાનું મેડિકલ ચેક-અપ પણ જરૂર કરાવતા રહો.

આ આર્ટિકલમાં અમે આપને બ્લડ કૅંસરનાં કેટલાક શરુઆતનાં લક્ષણો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

તાવ :

તાવ :

તાવ આવવો લ્યૂકેમિયાનાં શરુઆતી લક્ષણોમાંનો એક છે. શરીરનું અધિક તાપમાન ચેપ સામે લડી રહેલા શરીરની એક પ્રતિક્રિયા છે. જ્યારે શરીર લ્યૂકેમિયાથી અસરગ્રસ્ત થાયછે, તો કોશિકાઓની ચેપ સામે લડવાની ક્ષમતાઓ ઝડપથી ઓછી થવાલાગે છે અને આપ બહુ જલ્દી આ બીમારીની ઝપટે આવી જાઓ છો.

બ્લીડિંગ :

બ્લીડિંગ :

જો આપનાં મોઢા, નાકમાંથી કે ઝાડા દરમિયાન લોહી નિકળી રહ્યું છે, તો તેને સામાન્ય સમસ્યા સમજી તેની અવગણના ન કરો, બલ્કે જેટલી જલ્દી શક્ય હોય, તબીબપાસે જઈ પોતાની તપાસ કરાવો.

શરીરમાં રૅશેઝ :

શરીરમાં રૅશેઝ :

લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જવી પણ લ્યૂકેમિયાનાં લક્ષણોમાંનું એક છે. જ્યારેશરીરમાં લોહીનાં થક્કાઓની પુરતી કોશિકાઓ નથી હોતી, ત્યારે ચોટ લાગવી અને લોહી નિકળવું એક સામાન્ય વાત થઈ જાય છે. પ્લેટલેટ્સની ઓછી સંખ્યાનાં કારણે ત્વચાની નીચે નાની રક્ત વાહિકાઓ તુટી જાય છે કે જેનાં કારણે શરીર પર આસમાની કે પર્પલ કલરનાં નિશાન પડી જાય છે.

સૂતી વખતે પરેસેવો આવવો :

સૂતી વખતે પરેસેવો આવવો :

જો આપને રાત્રે સૂતી વખતે અચાનક પરસેવો આવવા લાગે છે, તોજાણી લોક કે આ પણ બ્લડ કૅંસરનું એક લક્ષણ છે. જોકે અત્યાર સુધી એ જ્ઞાત નથી કે લ્યૂકેમિયાનાં દર્દીઓ સાથે આવું કેમ થાય છે.

થાક :

થાક :

જ્યારે કોઈ વ્યક્તિ લ્યૂકેમિયાથી પીડાતી હોય, તો તેનાં શરીરમાં હિમોગ્લોબિનની સંખ્યા ઝડપથી ઉતરવા લાગે છે. હિમોગ્લોબિનની ઉણપનાં પગલે ઑક્સીજન પુરતા પ્રમાણમાં તમામ અંગો સુધી નથી પહોંચી શકતું કેજેનાં કારણે તમામ અંગો બરાબર રીતે કામ નથી કરી શકતાં અને આપ હંમેશા થાક અનુભવો છો.

છાતીમાં દુઃખાવો, પગમાં સોજો

છાતીમાં દુઃખાવો, પગમાં સોજો

પગમાં સતત સોજો અને છાતીમાં દુઃખાવો સામાન્ય રીતે લ્યૂકેમિયાનાં રોગીઓમાં જોવા મળે છે. સાથે જ તેમને બ્લીડિંગ અને બ્લડ ક્લૉટિંગ જેવી મુશ્કેલીઓ પણ થવા લાગે છે.

વારંવાર ઇન્ફેક્શન થવું :

વારંવાર ઇન્ફેક્શન થવું :

વ્હાઇટ બ્લડ સેલ્સનું પ્રમાણ ઓછું થવાનાં કારણે શરીરનો ઇમ્યુનિટી પાવર નબળો પડી જાય છે. આથી દર્દી વારંવાર ઇન્ફેક્શનની ઝપટે ચઢી જાય છે. જો આપ વારંવાર શરદી-સડેખમ કે કોઈ પણ પ્રકારનાં ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યો છો,તો તબીબ પાસે તરત પોતાનું ચેક-અપ કરાવો.

ઉપર દર્શાવેલા લક્ષણો વાંચી આપ ડરશો નહીં, પણ જો આપને આમાંથી કેટલાક લક્ષણો જોવા મળે, તો તેનો એ મતલબ નથી કે આપને લ્યૂકેમિયા કે બ્લડ કૅંસર થઈ જ ગયું છે, પણ અહીં લક્ષણ બતાવવાનો તાત્પર્ય એટલો જ છે કે ક્યારેય પણ આપ આવા લક્ષણોની અવગણના ન કરો અને ભવિષ્યની કોઇક મુશ્કેલીથી બચવા માટે પહેલાથી જ સાવધાની વરતો અને પોતાનું જેક-અપજરૂર કરાવો.

English summary
From the point of view of treatment and recovery, it is important to watch out for some of the first signs of blood cancer.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more