For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ દુર્ગા પૂજા દરમિયાન બંગાળીઓ ખાય છે નૉનવેજ ?

By Lekhaka
|

બંગાળીઓની દુર્ગા પૂજા આખા દેશમાં ફેમસ છે. બંગાળી સમુદાયમાં ધર્મ અંગે આટલી બંદિશો નથી કે આપ આ કરો કે આ ન કરો. તેમની પૂજા કરવાની વિધિ અને પ્રસાદ બીજા સમુદાયની સરખામણીમાં બહુ જુદી હોય છે, પરંતુ એક વાત હંમેશા સૌને આશ્ચર્યમાં નાંખે છે કે બંગાળીઓ નવરાત્રિમાં પણ નૉનવેજ કેમ ખાય છે, પરંતુ દુર્ગા પૂજા દરમિયાન ઘરનો આખો માહોલ ઉત્સવમય હોય છે, તો ઘરમાં નૉનવેજની સખત મનાઈ હોય છે.

ભલે જ આપ બહાર ખાઈ લો, પરંતુ મહાષષ્ઠીથી લઈ વિજયાદશમી સુદીનાં પાંચ દિવસો નૉનવેજ ખાવું નિષિદ્ધ હોય છે કે જેનો આ ઉલ્લંઘન નથી કરી શકતા. એમ તો દરેક બંગાળી પરિવારમાં દરેક દિવસે જ મિઠાઇઓ ખાવામાં આવે છે, પરંતુ દુર્ગા પૂજા દરમિયાન તો મિઠાઇઓ ખાવા અને ખવડાવવાનો એક દોર જેવો ચાલતો રહે છે.

આવો જાણીએ કે આખરે આટલા પવિત્ર દિવસોમાં કે જ્યારે દેવીનો વાસ ઘરમાં હોય, ત્યારે કેમ બંગાળીઓ આ દિવસો દરમિયાન નૉનવેજથી દૂર કેમ નથી રહેતા ?

આ છે માન્યતા

આ છે માન્યતા

બંગાળીઓમાં માન્યતા છે કે દુર્ગા પૂજા દરમિયાન દેવી માતા પોતાનાં બાળકો સાથે પોતાનાં માતૃ ગૃહમાં થોડાક દિવસો પસાર કરવા આવે છે. બંગાળીઓ દુર્ગા દેવી માતાને પોતાનાં પરિવારનો જ ભાગ ગણે છે. તેથી તેઓ આ દિવસે માંસ, માછલી અને મિઠાઈ બનાવે છે અને બીજા અનેક પ્રકારના વ્યંજનો બનાવે છે, કારણ કે તેઓ આ પ્રસંગે પોતાનાં પરિવારનાં સભ્યને તેમની મનગમતી વસ્તુઓ ખવડાવવા માંગે છે.

વિધવાઓ નથી ખાઈ શકતી નૉનવેજ

વિધવાઓ નથી ખાઈ શકતી નૉનવેજ

આ પ્રસંગે વિવાહિત મહિલાઓ તો માછલી કે નૉનવેજ ખાઈ શકે છે, તેમના માટે કોઈ મનાઈ નથી, પરંતુ આ દિવસોમાં બંગાળી બ્રાહ્મણ વિધવા સ્ત્રીઓએ પારંપરિક સાત્વિક ભોજન કરવાનું હોય છે.

બંગાળ જ નહીં, આ રાજ્યોમાં પણ ખવાય છે નૉનવેજ

બંગાળ જ નહીં, આ રાજ્યોમાં પણ ખવાય છે નૉનવેજ

બંગાળમાં જ નવરાત્રિમાં નૉનવેજ નથી ખવાતું, પણ દેશમાં અનેક રાજ્યોમાં બ્રાહ્મણો પણ આ દિવસોમાં નૉનવેજનું સેવન કરે છે. લોકકથાઓનું માનીએ, તો વૈદિક કાળમાં હિમાલયન જનજાતિ અને હિમાલયની આસપાસ રહેનાર સમુદાયનાં લોકો દેવીની પૂજા આરાધાના કરતા હતા. તે લોકોનું માનવું હતું કે દુર્ગા અને ચંડિકાને દારૂ અને માંસનો શોખ હતો.

ઉત્તરાખંડનાં બ્રાહ્મણો માતાને ચઢાવે છે બલિ

ઉત્તરાખંડનાં બ્રાહ્મણો માતાને ચઢાવે છે બલિ

નવરાત્રિ દરમિયાન ઉત્તરાખંડમાં બ્રાહ્મણો દેવીનાં સન્માનમાં પાડાની બિલ આપી તેમને પ્રસન્ન કરે છે. તેની પાછળ કિવદંતી છે કે દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. મહિષનો અર્થ ભેંસ હોય છે. તે પછી તેઓ આ માંસ પકાવીને પોતાના સમુદાયના લોકોમાં પ્રસાદી બનાવી વહેંચે છે.

શાક્ત સંપ્રદાયમાં ચઢાવે છે માંસ

શાક્ત સંપ્રદાયમાં ચઢાવે છે માંસ

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં શક્તિની આરાધના કરનાર શાક્ત સંપ્રદાયના લોકો પણ આ દિવસોમાં બકરાની બલિ અને દારૂ ચઢાવવાની માન્યતા ધરાવે છે.

હવે સમજાઈ ગયું હશે આપને કે કેમ કેટલાક લોકો નવરાત્રિમાં પણ નૉનવેજ ખાવાથી દૂર નથી રહેતા.

English summary
bengali tradition and culture encourages the consumption of meat during Pujo season.
Story first published: Wednesday, September 27, 2017, 9:56 [IST]
X
Desktop Bottom Promotion