Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
7 મી સપ્ટેમ્બરથી પિતૃપક્ષ, શ્રાદ્ધમાં ન દોહરાવો આ ભૂલો, જાણો
આ વખતે પિતૃપક્ષ 7મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યાં છે અને હિન્દુ ધર્મમમાં પિતૃપક્ષને ખૂબ જ સન્માન સાથે પૂર્વજોને ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં બહુ મહત્વ છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન પોતાનાં પિતૃગણોનો શ્રાદ્ધ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેથી એવી બાબતો કરવાથી બચો કે જેનાંથી આપનાં પૂર્વજોની નારાજગી આપને ઝેલવી પડી શકે છે.

જાનવરો અને પક્ષીઓને ન મારો
14 દિવસ સુદી સતત ચાલતા પિતૃપ દરમિયાન આપે ઘરની આજુબાજુ આવતા જાનવરો કે પક્ષીઓને મારવાથી બચવું જોઇએ, કારણ કે કોઈ નથી જાણતું કે આપણાં પૂર્વજો કયા સ્વરૂપે આપણને આશીર્વાદ આપવા આવશે. તેથી આ દરમિયાન કોઈ પણ જાનવર કે પક્ષીઓને ઘરથી ન ભગાવો અને ન મારો.

પિતૃપક્ષમાં ન કરો શુભ કામ
પિતૃપક્ષ દરમિયાન એવું માનવામાં આવે છે કે ઘરમાં શુભ કાર્ય ન કરવા જોઇએ અને ન કોઈ નવી વસ્તુ ખરીદવી જોઇએ. પિતૃપક્ષનો આખો સમય માત્ર પોતાનાં પૂર્વજોને યાદ કરવા માટે અને તેમનો શ્રાદ્ધ કરવા માટે હોય છે. લોકોને તેની જાણકારી નથી હોતી અને તેઓ ઘરમાં આ દરમિયાન નવી વસ્તુઓ ખરીદી લાવે છે કે જે આપનાં માટે બરાબર નથી.

ઘરના ધાબે મૂકો પાણીનું વાસણ
એમ તો આપે દરરોજ જ પોતાનાં ઘરનાં ધાબે પાણી અને ખાવાનું મૂકવું જોઇએ, પરંતુ જો આપ એવું નથી કરતાં, તો આ દરમિયાન જરૂર રાખો કે જેથી આપનાં પૂર્વજો અને પક્ષીઓની ભૂખ તેમજ તરસ બુઝી શકે, કારણ કે એવી માન્યતા છે કે આ દરમિયાન આપણા પૂર્વજો પક્ષીઓ સ્વરૂપે પણ આવી શકે છે.

માત્ર કાળા તલનો પ્રયોગ કરો
પિતૃપક્ષમાં હિન્દુ સમાજનાં લોકો બ્રાહ્મણને ભોજન કરાવે છે કે જે શુભ ગણાય છે. પિતૃપક્ષ દરમિયાન માત્ર કાળા તલનો જ પ્રયોગ કરે, કારણ કે આ દરમિયાન કાળા તલથી તર્પણ કરવાથી પિતરૂઓને શાંતિ મળે છે.

પિતૃપક્ષ દરમિયાન ન ખાવો આ વસ્તુઓ
પિતૃપક્ષ દરમિયાન આપે અનેક વસ્તુઓખાવાથી બચવું જોઇએ જેમ કે સરસિયાનું શાક, જીરૂં, કાળુ મીઠું, દુધી, કાકડી વગેરે. માન્યતા છે કે આ દરમિયાન આ વસ્તુઓ ખાવી અશુભ હોય છે અને આ દરમિયાન માંસ કે દારૂનો પ્રયોગ પણ ન કરવો જોઇએ. તેનાંથી આપનાં ઘરમાં અશાંતિ આવે છે.