ડિનર બાદ મહેમાનોને સર્વ કરો ઓરેંજ ખીર

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ડિનર બાદ જો અંતમાં ડેઝર્ટ સર્વ કરવામાં આવે તો મહેમાનો ખૂબ ખુશ થઇ જાય છે. ડેઝર્ટ તરીકે તમે ખીર, પણ સર્વ કરી શકો છો. એટલા માટે અમે તમને ઓરેંજ ખીર બનાવતાં શિખવાડીશું જે ખૂબ જ ટેસ્ટી હોય છે.

આજકાલ તો બજારમાં ઘણા સંતરા આવી ગયા છે, એવામાં તમે ત્યાંથી ઘણાબધા સંતરા ખરીદીને આ ખીર તૈયાર કરી શકો છો. આ યમ્મી રેસિપી દરેકને પસંદ આવશે એટલા માટે મોડું કરશો નહી અને સીખો તેની રીત.

કેટલા- 5 સભ્યો માટે

તૈયારીમાં સમય- 10 મિનિટ

બનાવવામાં સમય- 20 મિનિટ

How To Make Orange Kheer

સામગ્રી-

ફૂલ ફૈટ મિલ્ક- 5 કપ

સંતરા- 1 કપ કાપેલા

ખાંડ- 1 કપ

કાજૂ- ¼ કપ કાપેલા

લીલી ઇલાયચી પાવડર- ચપટીભરી

કોર્નફ્લોર- 2 ચમચી

ઠંડુ દૂધ- 1 કપ

બનાવવાની રીત-

1. એક નાની કટોરી લો, તેમાં કોર્નફ્લોર અને ઠંડુ દૂધ મિક્સ કરીને બાજુમાં મુકી દો.

2. પછી એક ઉંડો તવો લો અને તેમાં દૂધને 6-7 મિનિટ સુધી પકાવો. તાપ વધુ રાખો.

3. હવે તેમાં કોર્નફ્લોર અને ઠંડુ દૂધ મિક્સ કરો, સાથે તેમાં ખાંડ મિક્સ કરો.

4. તેને સતત હલાવતા રહો, જેથી તેમાં ગઠ્ઠા ન પડે અને આ તેલ સાથે ચોંટી ન જાય.

5. હવે તેમાં ઇલાયચી પાવડર નાખી મિક્સ કરો. પચી સ્ટવને બંધ કરી દો અને દૂધને ઠંડુ થવા દો.

6. જ્યારે દૂધ ઠંડુ થઇ જાય, ત્યારે તેમાં સંતરા નાખો અને મિક્સ કરો. પછી તેને ફ્રિજમાં 2 કલાક સુધી મુકી રાખો.

7. અંતે તેમાં કાજૂને ગાર્નિશ કરો અને ઠંડુ ઠંડુ સર્વ કરો.

8. તેને જમ્યા પછી સર્વ કરો. તમારા મહેમાન તેને જરૂર પસંદ કરશે.

English summary
Read to know how to prepare orange kheer which is among the best dessert recipes that you can have.
Story first published: Wednesday, February 15, 2017, 12:00 [IST]