For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વહેલા કંસીવ થવા માંગો છો, તો ખાવો આ ફર્ટિલિટી ફૂડ

By Lekhaka
|

જો આપ કંસીવ કરવાની કોશિશ કરી રહ્યા છો, તો એક વાત જાણી લો કે તેના માટે આપે ફિજિકલી ફિટ હોવું પણ જરૂરી છે. કંસીવ કરવા માટે ઓવ્યુલેસન સાથે એક હેલ્ધી ડાયેટ પણ જરૂરી હોય છે. આજકાલની લાઇફ સ્ટાઇલનાા કારણે ઇનફર્ટિલિટી મહિલાઓમાં એક સમસ્યા બનતી જાય છે.

જ્યારે કોઈ સ્ત્રીને સગર્ભા થવામાં મુશ્કેલી થાય છે, તો તેના કારણે તે તાણગ્રસ્ત બની શકે છે. જોકે મહિલાઓમાં વાંઝિયાપણુ ઘણા કારણોથી થઈ શકે છે, પરંતુ નિષ્ણાતો આવું માને છે કે યોગ્ય આહાર યોગ્ય રીતે લેવું પણ પ્રભાવશાળી ઉપાય છે. તેથી આજે અમે આપને આ ફર્ટિલિટી ફૂડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે મહિલાઓને કંસીવ થવામાં મદદ કરશે.

લીલી પાનદાર શાકભાજીઓ

લીલી પાનદાર શાકભાજીઓ

લીલી પાનદાર શાકભાજીઓ, ખાસ કરીને પાલક પ્રજનન અંગોને સ્વસ્થ રાખે છે. તેમાં મોજૂદ આયર્ન, ફૉલિક એસિડ તથા એંટી-ઑક્સીડંટ્સ ખૂબ મદદકારક હોય છે. કૉબિજ, ફ્લૉવર, બ્રોકલી, મઠ તથા સ્પ્રાઉટ્સ જેવી શાકભાજીઓમાં ડાય ઇનડોલીમિથેન (ડીઆઈએમ) નામનું તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ફર્ટિલિટી વધારવામાં ફાયદાકારક હોય છે. પાલકમાં મળતા ફોલિક એસિડ માત્ર પ્રેગ્નંટ થવામાં જ મદદ નથી કરતો, પણ નવજાત શિશુમાં થતી સમસ્યાઓથી પણ બચાવે છે. શરીરમાં વધારાના એસ્ટ્રોજેનને ઓછું કરે છે કે જેથી યૂટ્રીન ફાઇબ્રૉઇડ, ઓવરીના સિસ્ટ તથા એંડોમીટોરૉયસિસ જેવી સમસ્યાઓ નથી થતી અને આપ ફર્ટાઇલ બની રહો છો.

પીળી અને નારંગી શાકભાજીઓ

પીળી અને નારંગી શાકભાજીઓ

મહિલાઓએ પોતાના ભોજનમાં નારંગી અને પીળા રંગની શાકભાજીઓનો સમાવેશ કરવો જોઇએ. આ શાકભાજીઓ એંટી-ઑક્સીડંટ તથા બીટા કેરોટીનનુ સ્રોત હોય છે. બીટા કેરોટીન મહિલાઓમાં હૉર્મોન્સના અસંતુલનને ઓછુ કરે છે કે જેથી આપને કંસીવ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત ગર્ભપાતની શંકા પણ ઓછી થઈ જાય છે.

રેશાયુક્ત ભોજન

રેશાયુક્ત ભોજન

મહિલાઓએ પોતાનાં આહારમાં આખું અનાજ લેવું જોઇએ. બ્રાઉન રાઇસ, ઘઉંની બ્રેડ, બીન્સ અને ફ્લેક્સ સીડનો સમાવેશ કરવો જોઇએ. આ રેશાયુક્ત આહાર છે કે જે બચવામાં સરળ હોય છે. જો પાચન ક્રિયા યોગ્ય રહેશે, તો શરીરમાં કોઈ ઝેરી તત્વ નહીં રહે.

પીવો વધુ પાણી

પીવો વધુ પાણી

આ તો સૌ જાણે છે કે સ્વસ્થ રહેવા માટે વધુમાં વધુ પાણી પીવું જોઇએ, પરંતુ શું આપ જાણો છે કે વધુ પાણી પીવાથી કંસીવ કરવામાં પણ મદદ મળે છે ? પ્રજનન અંગ બરાબર કામ કરે છે. પ્રાકૃતિક તરળ પદાર્થો આસાનીથી સ્પર્મ સર્વિક્સ સુધી પહોંચે છે.

ગાજર ખાવો

ગાજર ખાવો

સગર્ભા થવા માટે જરૂરી છે કે મહિલાઓને માસિક ધર્મ નિયમિત થાય. તેના માટે ગાજર, વટાણા, સ્વીક્ટ પોટેટો (ગંજી) વગેરેનો સેવન કરો. આનાથી માસિક ધર્મ નિયમિત રહેશે. સાતે જ આપ જલ્દીથી કંસીવ કરી શકશો.

લો વિટામિન સી

લો વિટામિન સી

વિમામિન સી ધરાવતા આહાર જેમ કે મોસંબી, સ્ટ્રૉબેરી, બ્લ્યૂબેરી તથા કિવી ફ્રૂટનું નિયમિત સેવન કરવાથી મહિલાઓને કંસીવ કરવામાં મદદ મળે છે.

દૂધથી બનેલ ઈટેબલ્સ લો

દૂધથી બનેલ ઈટેબલ્સ લો

દૂધથી બનેલ ખાદ્ય સામગ્રી મહિલાઓમાં પ્રજનન ક્ષમતાઓ વધારે છે. તેથી મહિલાઓએ દૂધ, દહીં ખાવું જોઇએ. આ ઉપરાંત માછલીમાં મળતો એમિનો એસિડ પણ ફર્ટિલિટી વધારે છે. આપ તેને પણ પોતાના ખાવામાં સામેલ કરી શકો છો.

બદામ ખાવો

બદામ ખાવો

સગર્ભા થવા માટે બદામ, અખરોટ અને અપ્રીકૉટ પણ ખાઈ શકે છે. તેમાં ઓમેગા-3 ફૅટી એસિડ હોય છે કે જે શરીર માટે બહુ જરૂરી છે. તાજા અને ઑર્ગેનિક ફળો આપને પ્રેગ્નંટ થવામાં મદદ કરે છે. આવા ફળો કે જે પૅક કે પ્રિઝર્વ કરીને રખાય છે, તેમાં કેમિકલ હોય છે. તેથી તેને ખાવાથી બચવું જોઇએ.

હળદર

હળદર

જ્યારે પણ આપ રસોઈ બનાવો, તેનો સ્વાદ વધારવા માટે તથા સ્વસ્થ સગર્બાવસ્થા માટે તેમાં હળદર જરૂર મેળવો. એંટી-ઑક્સીડંટથી સમૃદ્ધ આ મસાલા વિશે બહુ ઓછા લોકો જાણે છે કે આ મસાલામાં પ્રજનન ક્ષમતા વધારવાનાં અદ્ભુત ગુણો છે.

માછલીમાં ઓમેગા-3

માછલીમાં ઓમેગા-3

માચલીમાં ઓમેગા-3 ફૅટી એસિડ, ડીએચએ, ઈપીએ, વિટામિન ડી અને બી-12 નામના તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ આપનાં શરીરમાં હૉર્મોન્સને સંચાલિત કરે છે. માછલી માત્ર ફર્ટિલિટી વધારવામાં જ ફાયદાકારક નથી, પણ સગર્ભાવસ્થા દરમિયાન શિશુનાં આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. શોધોથી પણ આ વાત સાબિત થઈ ચુકી છે કે ઓમેગા-3 ફૅટી એસિડ યુક્ત ડાયેટનાં સેવનથી પુરુષો ફર્ટાઇલ થાય છે. તેથી આ તમામ માટે ફાયદાકારક છે.

નટ્સ અને બીન્સ

નટ્સ અને બીન્સ

નટચ્સ અને બીન્સમાં જરૂરી ફૅટી એસિડ, વિટામિન્સ, મિનરલ્સ અને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ ઉપરાંત આ શ્રેષ્ઠ એંટી-ઑક્સીડંટ પણ હોય છે કે જે શરીરમાં કૉલેસ્ટ્રૉલનું સ્તર ઓછું કરે છે. આનાથી શરીરમાં રક્તનું સંચાર યોગ્ય રહે છે. પ્રજનન તંત્રને જરૂરી તત્વો મળે છે. આનાથી મહિલાઓમાં ભ્રૂણનો વિકાસ ઝડપથી થાય છે. પુરુષોમાં સ્પર્મની ક્વૉલિટી પણ સુધરે છે.

ઇંડા છે ફાયદાકારક

ઇંડા છે ફાયદાકારક

ઇંડાની પીળી ઝર્દી ફર્ટિલિટચી માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 ફૅટી એસિડ, વિટામિન એ અને ઈ, પાણીમાં ભળનાર વિટામિન બી એટલે કોલાઇન પણ હોય છે. તેના સેવનતી ગર્ભની અંદર શિશુનું નર્વ સિસ્ટમ બરાબર રહે છે. એવામાં ઇંડાનું સેવન ફર્ટિલિટી વધારવા અને હેલ્દી પ્રેગ્નંસી માટે ફાયદાકારક છે.

લસણ

લસણ

જ્યારે આવા ખાદ્ય પદાર્થોની વાત આવે છે, ત્યારે પ્રજનન ક્ષમતા વધારનાર પોષક તત્વો પ્રચૂર પ્રમાણમાં હોય, તો લસણ આ યાદીમાં ટોચના સ્થાને આવે છે. રસોડામાં મળતા આ ઘટકમાં સેલેનિયમ નામનુ ખનિજ હોય છે કે જે ગર્ભપાત થવાની શક્યતાને ઓછી કરે છે તથા આ રીતે આપના સગર્ભા થવાના અવસરો વધે છે.

ઑલિવ ઑયલ

ઑલિવ ઑયલ

સ્વસ્થ શરીર અને હૃદય માટે ઑલિવ ઑયલનું મહત્વ સૌ જાણે છે, પરંતુ આ તેલમાં ઉપસ્થિત મોનોસૅચ્યુરેટેડ ફૅટ શરીરમાં સોજો ઓછો કરે છે તથા આ રીતે સમસ્યામુક્ત સગર્ભાવસ્થામાં સહાયક બને છે.

કોળુંના બીજ

કોળુંના બીજ

સગર્ભા થવાની યોજના બનાવનાર મહિલાઓ માટે કોળુંના બીજ બહુ ફાયદાકારક હોય છે, કારણ કે તેમાં એવા પોષક તત્વો હોય છે કે જે પ્રજનન આરોગ્ય વધારવા માટે સારા હોય છે. જોકે આ બીજોમાં ઝિંક હોય છે કે જે ભ્રૂણ અવસ્તામાં કોશિકા વિભાજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

English summary
eating certain foods and avoiding others is something you can do yourself, without medical intervention, to help improve your ovulatory function.
Story first published: Tuesday, November 14, 2017, 14:42 [IST]
X
Desktop Bottom Promotion