સગર્ભાવસ્થામાં અનિદ્રાને દૂર ભગાડવાની સરળ ટિપ્સ

Posted By: Super Admin
Subscribe to Boldsky

સગર્ભાવસ્થા દરમિયાન અનિદ્રા એક સામાન્ય સમસ્યા છે. શું આપ જાણો છો કે બનનાર માતા માટે એવું થવું ખૂબ જ તકલીફદાયક હોઈ શકે છે.

અનિદ્રા સામાન્ય રીતે લાંબા સમય સુધી ઊંઘ નહીં આવવાની બીમારીને કહેવામાં આવે છે, પરંતુ તેનાં પણ અનેક પ્રકારો હોય છે. તેમાંનો જ એક પ્રકાર સગર્ભાવસ્થા દરમિયાન ઊંઘ ન આવવી હોય છે.

ઘણી વાર દિવસમાં પુરતી ઊંઘ કે આરામ લઈ લીધા હોવાનાં કારણે પણ રાત્રિમાં ઊંઘ નથી આવતી. સગર્ભાવસ્થાનાં દિવસોમાં શરીરની પ્રક્રિયા બદલાઈ જાય છે. તેવામાં આ કારણો પણ શક્ય છે. ઊંઘ સંબંધી અનેક બીમારીઓ હોય છે.

સગર્ભાવસ્થામાં અનિદ્રાને દૂર ભગાડવાની સરળ ટિપ્સ

ઊંઘ ન આવવાનો બાળકનાં આરોગ્ય સાથે કોઈ સંબંધ નથી હોતો, પરંતુ માતાને ઘણી ગુંચવણો રહે છે કે જેથી તે ખાવા-પીવામાં બેદરકારી કરી શકે છે. 3 માસ બાદ પેટ વધતા પણ મહિલાને આડું પડવાની સમસ્યા હોય છે કે જેથી તેની ઊંઘ પૂર્ણ નથી થઈ શકતી.

આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસહજતા રહે છે. બાળકનાં વજનનાં કારણે કંમરમાં દુઃખાવો હોવાથી પણ ઊંઘમાં વિક્ષેપ પડે છે અને રાત્રે આ દર્દ વધુ અનુભવાતા ખિજાઈ જવાય છે.

સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી અને તેના પરિજનોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. પૂર્ણ અને સારી ઊંઘ લેવા માટે આ ટિપ્સને ધ્યાનમાં રાખી શકાય છે :

સગર્ભાવસ્થામાં અનિદ્રાને દૂર ભગાડવાની સરળ ટિપ્સ

1. યોગ્ય રીતે પહોળી પથારી પર કુશન લગાવીને આડા પડો કે જેથી આપનું પેટ દબાય નહીં.

2. સૂતા પહેલા હુંફાડા પાણીથી સ્નાન કરો. તેનાથી શરીરમાં હળવુપણું આવશે.

3. સૂતી વખતે સારા અને હકારાત્મક તેમજ મધુર ધુન ધરાવતા ગીતો સાંભળો. ધીમે-ધીમે ઊંઘ આવી જશે.

4. ઓછા કાર્બોહાઇડ્રેટ ધરાવતા ખોરાકનું સેવન કરો. તેનાથી ઊંઘ સારી આવે છે.

English summary
Some mothers can also suffer from back pain due to the baby's weight, leading further to sleepless nights. The weight of the baby that is exerted on the mother's urinary bladder can make her to urinate more frequently through the night, preventing her from staying asleep.
Story first published: Friday, October 21, 2016, 16:00 [IST]