Just In
- 593 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 602 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1332 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1335 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
સગર્ભાવસ્થા દરમિયાન પેટમાંથી ગૅસ દૂર કરવાનાં ઉપાયો
સગર્ભાવસ્થાનાં દિવસોમાં પેટમાં અપચો અને ગૅસની સમસ્યા સામાન્ય હોય છે. સગર્ભાવસ્થાનાં પ્રારંભિક દિવસોમાં આ સમસ્યા વધુ પેદા થાય છે. તેવામાં મહિલાને ઘણી સમસ્યાઓ થાય છે અને તેને આખો દિવસ વિચિત્ર જેવું અનુભવાતું રહે છે.
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનાં હૉર્મોન્સમાં ફેરફાર થઈ જાય છે અને આ જ હૉર્મોન્સ તેમના શરીરનાં પરિવર્તનનાં કારણો બને છે. શરીરને વધુ પાણી અને પોષણની જરૂર હોય છે.
ઘણી મહિલાઓને પેટમાં ચૂંક અને દુઃખાવો પણ થાય છે કે જેથી તેઓ પરેશાન થઈ જાય છે. કેટલાક લોકોને વિચિત્ર વસ્તુઓનો સ્વાદ પસંદ પડવા લાગે છે. મનપસંદ વસ્તુઓ ખાવાનું મન નથી થતું. આ આર્ટિકલમાં અમે આપને સગર્ભાવસ્થાનાં દિવસોમાં પેટમાં ગૅસ થતા આવશ્યક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશું.
જો આ ઉપાયો કારગત ન નિવડે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. જાણો પેટના ગૅસ માટેનાં ઉપાયો :
1. મેથી દાણા : પેટ સંબંધી દરેક પ્રકારની સમસ્યા માટે મેથીનાં દાણા ખૂબ જ લાભકારક હોય છે. રાત્રે મેથીનાં દાણા પલાડીને મૂકી દો અને સવારે તે પાણી પી લો. તેનાથી ખૂબ ફાયદો થશે.
2. તાણ દૂર રાખો : સગર્ભાવસ્થા દરમિયાન ટેંશન ન લો. તેનાથી સ્ત્રીને ઘણી સમસ્યા થઈ શકે છે. ટેંશનથી પેટમાં દુઃખાવો કે ચૂંક જ નથી આવતી, પરંતુ સોજો પણ આવી જાય છે, કારણ કે આપ ખાવા-પીવા પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી શકતાં.
3. વધુ પાણી પીવો : સગર્ભાવસ્થાનાં દિવસોમાં ડિહાઇડ્રેશનની સમસ્યા બહુ વધી જાય છે અને તેથી પેટમાં બ્લોટિંગ થઈ શકે છે. તેથી સગર્ભા થતા પાણી વધુ પીવો કે જેથી શરીરમાં ડિહાઇડ્રેશન ન થઈ શકે.
4. ફાયબરયુક્ત આહાર : ફાયબરયુક્ત આહારનું સેવન કરવાથી પેટ સારૂં રહે છે, પાચન ક્રિયા બરાબર જળવાઈ રહે છે અને પેટમાં સોજો પણ નથી આવતો. ફળોનું સેવન ખૂબ કરો, તેમાં બહુ બધુ ફાયબર હોય છે.
5. કસરત : કસરત કરવાથી બ્લોટિંગ નથી થતું. ટહેલો અને હળવા યોગાસનો કરો. તેનાથી સગર્ભા મહિલાને પોતે ફિટ હોવાનું અનુભવાય છે.