For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નંસીમાં લાંબો પ્રવાસ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

By Lekhaka
|

પ્રેગ્નંસી દરમિયાન એક મહિલાનાં શરીરે ઘણા નવા પરિવર્તનોમાંથી પસાર થવું પડે છે. આ તે સમય હોય છે કે જ્યારે મહિલાઓએ પોતાનું ખસ ધ્યાન રાખવાનું હોય છે. પ્રેગ્નંસીમાં ખાવા-પીવાથી લઈ મુસાફરી સુધીથી પરેજી કરવાની હોય છે, કારણ કે મુસાફરીમાં થાક, ગભરામણ અને બેચેની થતા આપને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે કે જેનાંથી ભ્રૂણને ઑક્સીજનનાં પુરવઠા પર અસર પડી શકે છે.

તેથી પોતાની અને ભ્રૂણની સલામતી માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે લાંબા પ્રવાસે જતા પહેલા એક વાર તબીબની સલાહ જરૂર લો. એટલુ જ નહીં, જો આપ દરરોજ બેથી ત્રણ કાલકની મુસાફરી કરો છો, તો પણ તબીબની સલાહ લો.

is it safe to travel during pregnancy by car

હાઇડ્રેટેડ રહો

પ્રેગ્નંટ મહિલાઓએ મુસાફરી દરમિયાન પોતાની જાતને હાઇડ્રેટેડ રાખવી જોઇએ પ્રથમ, પ્રવાસ દરમિયાન ડિહાઇડ્રેટેડ રહેવું પ્રેગ્નંસી માટે યોગ્ય નથી અને બીજું, તેનાથી પ્રવાસ બાદ આપને એડિમાનો ખતરો પણ હોઈ શકે છે.

લાંબા સમય સુધી ઊભા ન રહો

પ્રેગ્નંસીમાં એડિમાની સમસ્યા થવી સામાન્ય બાબત છે. તેમાં હાથ અને પગમાં સોજો આવી જાય છે. બૉડીમાં તરલ પદાર્થો વધવાથી હાથ અને પગમાં સોજા આવી જાય છે. લાંબા સમય સુધી બેસવા કે ઊભા રહેવાથી આ હાનિરહિત પરિસ્થિતિનો ખતરો ઊભો થઈ શકે છે. જોકે વૉકિંગથી તેને રોકવામાં મદદ મળી શકે છએ. શરીરમાં દ્રવ્યને બહાર કાઢવાની એક રીત પુરતું પાણી પીવું છે. તેથી મુસાફરી દરમિયાન હંમેશા પાણી સાથે રાખો.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

* આ ઉપરાંત લાબી મુસાફરી કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો કે ભૂખ્યા પેટે ન રહો. તેનાંથી આપ ગભરામણ અનુભવી શકો છે કે જે ઘાતક હોઈ શકે છે.

* પોતાની સાથે નટ્સ કે પ્રોટીન બાર રાખો અને જો શક્ય હોય, તો ક્યારેય એકલા મુસાફરી ન કરો.

* આ ઉપરાંત આરામદાયક જૂતા પહેરો કે જેથી ચાલતી વખતે આપને ઈજા ન પહોંચે. પોતાની બૅગમાં ઇમર્જંસી નંબર રાખો કે જે જરૂરિયાતનાં સમયે પરેશાની ન થાય.

* પોતાનાં તબીબ સાથે ચર્ચા કર્યા વગર લૉંગ ડિસ્ટંસનાં પ્રવાસે ન જાઓ.

English summary
If you are pregnant and considering travel, you must consult with your doctor, especially if your pregnancy is high risk.
Story first published: Monday, August 28, 2017, 11:28 [IST]
X
Desktop Bottom Promotion