For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું સગર્ભાવસ્થા દરમિયાન ચાઇનીઝ ફૂડ સલામતીભર્યાં છે ?

By Lekhaka
|

જ્યારે આપણએ બહાર જઇએ છીએ, ત્યારે આપણાંમાંથી મોટાભાગનાં લોકો નવી ડિસિસ શોધતા હોઇએ છીએ અને આજકાલ લોકોમાં ચાઇનીઝ ફૂડ ખૂબ લોકપ્રિય છે. જોકે શું સગર્ભા મહિલાઓ માટે ચાઇનીઝ ફૂડ ખાવું સલામતીભર્યું છે ?

આપણામાંથી મોટાભાગનાં લોકોને સ્વાદિષ્ટ કૉબિજ મંચ્યુરિયન, નૂડલ્સ, ફ્રાય્ડ રાઇસ વગેરે બહુ પસંદ છે, સાચું છે કે નહીં ? આ ચાઇનીઝ પદાર્થોએ આપણું દિલ ચોરી લીધું છે. ખાસ તો ભારતમાં જ્યાં લોકો વિવિધ પ્રકારનાં ખાદ્ય પદાર્થો ખાવાનું પસંદ કરે છે.

જ્યારે આપણે બહાર જમવા જઇએ છીએ, તો આપણે જોઇએ છીએ કે દરેક વયનાં લોકો ચાઇનીઝ ફૂડનો આનંદ માણતા હોય છે. હવે જ્યારે સગર્ભા મહિલાની વાત આવે છે, તો આપણે સૌ જાણીએ છીએ કે સગર્ભા મહિલાને આરોગ્યપ્રદ આહારની જરૂર હોય છે, કારણ કે સગર્ભા મહિલા જે કંઈ પણ ખાય છે, તે ગર્ભનાળનાં માધ્યમથી સીધું બાળકને પહોંચે છે.

આ ઉપરાંત ઘણી સગર્ભા મહિલાઓનાં શરીરમાં થતા હૉર્મોન્સ પરિવર્તનનાં કારણે અનેક પ્રકારની ઇચ્છાઓ થાય છે. માટે સગર્ભા મહિલાઓને સ્વાદિષ્ટ જમવાની ઇચ્છા થવી ખૂબ સામાન્ય બાબત છે.

તો શું થાય છે કે જ્યારે સગર્ભા મહિલા ચાઇનીઝ ફૂડ ખાય છે ? શું આ હૅલ્ધી છે કે નહીં ? આવો જાણીએ !

તથ્ય #1

તથ્ય #1

ચાઇનીઝ ફૂડ જેમ કે નૂડલ્સ, મંચ્યુરિયન, ફ્રાય્ડ રાઇસ, મોમોસ વગેરેમાં નુકસાનકારક ટૉક્સિક પદાર્થો ભળેલા હોય છે કે જે તેનાં સ્વાદને વધારે છે.

તથ્ય #2

તથ્ય #2

ચાઇનીઝ ફૂડમાં મોનોસોડિયમ ગ્લૂટામેટ કે એમએસજી નામનો ટૉક્સિક પદાર્થ હોય છે.

તથ્ય #3

તથ્ય #3

મોનોસોડિયમ ગ્લૂટામેટ સોડિયમ સૉલ્ટનું એક પ્રકાર છે કે જે ગ્લૂટામિક એસિડથી મળે છે કે જે ખાદ્ય પદાર્થોનાં સ્વાદને વધારવામાં સહાયક હોય છે.

તથ્ય #4

તથ્ય #4

અનેક વર્ષોથી કરાયેલી શોધોથી જાણવા મળે છે કે ચાઇનીઝ ફૂડમાંથી જે એમએસજી આપણાં શરીરની અંદર જાય છે, તેનાં કારણે અનેક સમસ્યાઓ જેમ કે પાચન સંબંધી સમસ્યાઓ, માતાનો દુઃખાવો, એલર્જી, અસ્થમા, સાંધાનાં દુઃખાવા, વજનમાં વધારો વગેરે હોઈ શકે છે.

તથ્ય #5

તથ્ય #5

આ ઉપરાંત અભ્યાસોથી એમ પણ જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ સગર્ભા મહિલા ચાઇનીઝ ફૂડનું સેવન કરે છે, તો આ એમએસજી બાળક સુધી પહોંચી તેના વિકાસને અસર કરે છે.

તથ્ય #6

તથ્ય #6

એમએસજીમાં હાજર અનાવશ્યક એમિનો એસિડ ગર્ભમાં ઉછરતા બાળકનાં હાડકાનાં વિકાસને અસર કરી શકે છે કે જેથી બાળકમાં વિકાસ સંબંધી સમસ્યાઓ આવી શકે છે.

તથ્ય #7

તથ્ય #7

એમએસજી ઉપરાંત ચાઇનીઝ ફૂડમાં સોડિયમ બહુ વધુ પ્રમાણમાં હોય છે કે જેનાં કારણે સગર્ભા મહિલાઓમાં મૉર્નિંગ સિકનેસ, ક્રૅમ્પસ તેમજ પેટ ફુલવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

તથ્ય #8

તથ્ય #8

માટે આ સાર નિકળે છે કે સગર્ભા મહિલાઓ માટે નિયમિત રીતે ચાઇનીઝ ફૂડનું સેવન સલામતીભર્યું નથી.

English summary
If you are a pregnant woman who loves Chinese food, you must read this!
Story first published: Friday, February 10, 2017, 9:46 [IST]
X
Desktop Bottom Promotion