For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું પ્રસૂતિ બાદ માતાઓ માટે ઘીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય છે ?

By Super Admin
|

વેજિટેબલ ઑયલની સરખામણીમાં ઘીને વધુ સારૂ ગણવામાં આવે છે. ઑલિવ ઑયલ બાદ ઘીને જ આરોગ્ય માટે સારૂં અને પોષણથી ભરપૂર મનાયું છે. આપે દરરોજ ભોજનમાં ઘીનો અવશ્ય સમાવેશ કરવો જોઇએ.

જોકે ઘીનું બહુ વધારે ઉપયોગ હાનિકારક થઈ શકે છે. ખાસ તો પ્રસૂતિ બાદ. તેવી માતાઓ કે જેમણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે, તેમણે હાઈ કૅલોરી ધરાવતા ભોજનનું સેવન નહીં કરવું જોઇએ, ખાસ તો વધુ તેલ ધરાવતા પદાર્થો નહીં ખાવા જોઇએ.

દાખલા તરીકે ઘીમાં કૅલોરી અને ફૅટ્સ હોય છે કે જેનું જો વધુ માત્રામાં સેવન કરવામાં આવે, તો તે શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે.

શું પ્રસૂતિ બાદ માતાઓ માટે ઘીનું સેવન આરોગ્યની દૃષ્ટિએ યોગ્ય છે

આજ-કાલ સ્ત્રી રોગ નિષ્ણાતો નવી માતાઓને સલાહ આપે છે કે તેઓ પોતાના મનપસંદ ભોજનમાં ઘીનો ઉપયોગ સાવચેતીથી કરે. જૂના જમાનામાં ઘરની વડીલ મહિલાઓ નવી માતાઓને ઘી પીવાની સલાહ આપતી હતી અથવા ભોજનમાં ઘી નાંખવા માટે કહેતી હતી; જોકે આ-કાલ આ બધુ ખોટુ છે.

માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે નવી માતાઓનાં સાંધા નબળા થઈ જાય છે તથા માત્ર ઘીમાં જ આ ગુણ હોય છે કે તે સાંધાઓને સારી રીતે કામ કરવામાં સહાયક બને છે.

એમ પણ કહેવામાં આવતુ હતું કે ઘી પીવાથી ઘા જલ્દી ભરાઈ જાય છે તથા મોટાભાગની દાદીઓનો એવો વિશ્વાસ છે કે જ્યારે સ્તનપાન કરાવતી માતાઓને ઘી ખવડાવવામાં આવે છે, તો દૂધ સારી ગુણવત્તાનું અને વધુ પ્રમાણમાં આવે છે. તો નવી માતાઓ માટે ઘી કઈ રીતે ઉપયોગી છે ? જો આપ નવા-નવા માતા બન્યા છો, તો આપના માટે આ તથ્યો જાણવા ખૂબ જ જરૂરી છે : પ્રસૂતિ બાદ માતાઓનાં સાંધાઓ નબળા નથી પડતા કે સાંધાઓ વચ્ચે ચિકણાઈ પણ ઓછી નથી થતી.

તબીબો એવું કહે છે કે પ્રસૂતિ બાદ આપનાં હાડકાં નબળા થઈ ગયા છે. માટે કૅલ્શિયમથી સમૃદ્ધ આહાર લો. પોતાના ઘીની સરખામણીમાં આ આરોગ્યપ્રદ પદાર્થોનું સેવન કરવું બુદ્ધિમત્તાપૂર્ણ નિર્ણય છે.

નિષ્ણાતો કહે છે કે તેવી માતાઓ કે જે પ્રસૂતિ બાદ વધુ પ્રમાણમાં ઘીનું સેવન કરે છે, તેમને પ્રસૂતિ બાદ ત્રણ ભયાનક સમસ્યાઓ જેમ કે મેદસ્વિતા, હૃદય વિગેરેની સમસ્યાઓનો સામનો કરવો પડે છે કે જે હૃદય માટે સારી બાબત નથી.

પ્રસૂતિ બાદ પોતાનાં આહારમાંથી ઘી હાંકી કાઢો, કારણ કે તે કંઈ બીજું નથી, પણ એક પ્રકારનું માખણ છે કે જેમાં પ્રચૂર પ્રમાણમાં ફૅટ હોય છે. જોકે આ સ્વાદિષ્ટ પદાર્થ છે, કારણ કે તે પ્રતિરોધક ક્ષમતા વધારે છે તથા જ્યારે આપ સગર્ભા થાવ છો, ત્યારે ઘી આપને સ્વસ્થ અને સક્રિય રાખે છે.

આ 4 કારણોસર આપે પોતાનાં આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઇએ :
1. ઘી માથાનાં દુઃખાવા અને માઇગ્રેન સાથે સંકળાયેલી સમસ્યાઓમાંથી રાહત અપાવે છે.
2. ઘી ત્વચા માટે લાભદાયક હોય છે તથા સાથે-સાથે શરીરનો સોજો ઓછો કરે છે.
3. ઘીનું સેવન સગર્ભા મહિલાઓમાં ચયાપચયની પ્રક્રિયા વધારે છે કે જેના કારણે સગર્ભા મહિલાઓને વારંવાર થાકનો અનુભવ નથી થતો.
4. ઘી પેટ માટે સારૂં હોય છે. તેનાથી કબજિયાતની સમસ્યા મટે છે કે જે સગર્ભા મહિલાઓની એક મુખ્ય સમસ્યા હોય છે.

English summary
Ghee is considered to be better than vegetable oil. Ranked among the healthiest and most nutritious one after olive oil, ghee should be added to every meal that you consume every day.
Story first published: Monday, October 17, 2016, 15:49 [IST]
X
Desktop Bottom Promotion