Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
નેગેટિવ પ્રેગ્નનંસી ટેસ્ટનાં 5 કારણો
જીવનનાં કોઇકને કોઇક વળાંકે આવી દરેક મહિલાના મનમાં માતા બનવાની ઇચ્છા થાય છે અને જ્યારે તેના જીવનમાં પરિસ્થિતિઓ યોગ્ય થઈ જાય છે, તો તે માતા બનવાનો નિર્ણય પાર્ટનરની સંમતિથી લઈ લે છે.
આ પ્રક્રિયામાં ગર્ભધારણ થયું કે નહીં; તે જાણવા માટે સૌપ્રથમ પ્રેગ્નનંસી ટેસ્ટ કરવામાં આવે છે કે જે હકારાત્મક કે નકારાત્મક હોવા પર જ જાણ થાય છે મહિલા આ વખતે માતા બનશે કે નહીં ?
એક્સપર્ટનાં જણાવ્યા મુજબ માસિક ધર્મ થોભી ગયા બાદ મહિલાને થોડોક સમય ઇંતેજાર કરવો જોઇએ કે જેથી એચસીજી કક્ષાનું આકલન પરીક્ષણમાં થઈ શકે. જો ગર્ભધારણ કર્યાનાં 10 દિવસની અંદર જ તપાસ કરાવી લેવામાં આવે, તો પરીક્ષણ સામાન્ય રીતે નેગેવિટ મળે છે. તેવામાં પીરિયડ્સ ન થવાનાં બે અઠવાડિયા બાદ જ ટેસ્ટ કરાવો.
બોલ્ડસ્કાય આ આર્ટિકલમાં આપને બતાવશે કે પ્રેગ્નનંસી ટેસ્ટ નેગેટિવ આવવાની પાછળનાં પાંચ કારણો કયા હોઈ શકે ? આ કારણો નીચે મુજબ હોઈ શકે :
1. પાતળું પેશાબ થવું : ટેસ્ટ કરતા પહેલા બહુ વધુ પ્રમાણમાં પાણી પીવાનાં કારણએ પેશાબ પાતળું થાય છે કે જેથી ટેસ્ટ નેગેટિવ આવી જાય છે અને તેથી ખબર નથી પડી શકતી કે સ્ત્રીએ ગર્ભધારણ કર્યુ પણ છે કે નહીં. તેવામાં પાતળા પેશાબના કારણે પરીક્ષણ માટે આવશ્યક તત્વોની ઉણપ થઈ જાય છે.
2. ખોટા સમયે પરીક્ષણ કરાવવું : જો પ્રેગ્નનંસી ટેસ્ટને ખોટા સમયે કરાવવામાં આવે, તો પણ પરિણામ નકારાત્મક જ આવે છે. જો ગર્ભની યોગ્ય તપાસ કરવી છે, તો સવારે ઉઠી પહેલી વખત પેશાબ જતી વખતે કરો. આ સમયે શરીરમાં ઉપસ્થિત એચસીજીની યોગ્ય કક્ષાની જાણ થઈ જાય છે.
3. સમયથી પહેલા લઈ લેવું : શરીરમાં ઇંડાનાં નિષેચનની તરત બાદ જ તપાસ કરાવવી યોગ્ય નથી અને તેનાથી પણ ખબર નથી પડતી. સંભોગ કર્યા બાદ ઓછામાં ઓછા દસ દિવસ બાદ જ ટેસ્ટ કરો, નહિંતર આપની કિટ બેકાર જતી રહેશે, કારણ કે એટલી જલ્દી પરીક્ષણમાં ગર્ભની જાણ થવી મુશ્કેલ હોય છે. માસિક ધર્મ જ્યાં સુધી બંધ ન થાય, ત્યાં સુધી પણ ટેસ્ટ ન કરાવો.
4. ટેસ્ટ કિટ બેકાર જવી : ટેસ્ટ કરતા પહેલા કિટની તારીખને જોઈ લો. તે પછી કિટને ખોલી તરત જ ઉપયોગ કરી લો. તબીબોનું કહેવું છે કે ખુલેલી કિટ માત્ર 10 કલાક માટે જ યોગ્ય હોય છે. તે પછી તે બેકાર થઈ જાય છે. ખરાબ કિટથી ટેસ્ટ કરતા હંમેશા નેગેટિવ જ રિપોર્ટ આવશે.
5. પૂર્વાનુમાન ન લગાવાતા હૉર્મોન : મહિલાઓનાં જીવનમાં હૉર્મોન્સનું મોટું સ્થાન છે. ઘણી વખત શરીરમાં એવા હૉર્મોન્સનું પ્રમાણ વધુ થઈ જાય છે કે જેથી ટેસ્ટમાં પણ યોગ્ય રિઝલ્ટ નથી આવી શકતું અને પ્રેગ્નનંસી ટેસ્ટ નેગેટિવ આવે છે. ઘણી મહિલાઓ એવી પણ હોય છે કે જે સંભોગ કર્યા વગર જ માત્ર વહેમનાં કારણે ટેસ્ટ કરે છે.