પ્રેગ્નંટ થવામાં આવી રહી છે સમસ્યા, તો ધ્યાન રાખો આ વાતો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

એક મહિલા માટે માતા બનવાનો અહેસાસ બેહદ સુંદર અને રોમાંચક હોય છે. દરેક મહિલા ઇચ્છે છે કે તેનાં જીવનમાં આ ખાસ પળ આવે, પરંતુ ક્યારેક-ક્યારેક ઘણી મહિલાઓને પ્રેગ્નંસી કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો આપ પણ આ સમસ્યાથી પરેશાન છો, તો તેનું કારણ આપની જીવનશૈલી અને આરોગ્ય હોઈ શકે છે. તેનાં માટે મહિલા અને પુરુષ બંનેએ જ કણી વાતો ધ્યાન રાખવીજોઇએ. તો ચાલો, આજે અમે આપને આ આર્ટિકલ વડે જણાવીશું કે આપ કઈ રીતે કેટલીક આસાન ટિપ્સ અપનાવી આ સમસ્યામાંથી છુટકારો પામી શકો છો.

1. લાઇફસ્ટાઇલમાં લાવો બદલાવ

1. લાઇફસ્ટાઇલમાં લાવો બદલાવ

મહિલાઓને પ્રેગ્નંટ થવામાં થતી સમસ્યાઓ માટે સૌથી વધુ જવાબદાર તેમની વધતી વય અને બગડેલી જીવનશૈલી છે. તેથી જો આપ માતા બનવા માંગતા હોવ, તો તેના માટે આપે પોતાની લાઇફસ્ટાઇલમાં અનેક પ્રકારનાં બદલાવ લાવવાની જરૂર છે.

2. હેલ્ધી ભોજન ખાવો

2. હેલ્ધી ભોજન ખાવો

સારૂ અને આરોગ્યપ્રદ ભોજન દરેક સમસ્યાનો ઉકેલ હોયછે. હેલ્ધી ભોજન અને ગર્ભધારણ એક-બીજા સાથે સંકળાયેલા છે. તેથી જો આપ દરરોજનિયમિત રીતે સંતુલિત ભોજન કરો છો, તો આપની સમસ્યાનો ઉકેલ વહેલી તકે થઈ જશે અને આપ માતૃત્વનાં સુખથી વંચિત નહીં રહો.

3. પીરિયડ સાયકલનું ધ્યાન રાખો

3. પીરિયડ સાયકલનું ધ્યાન રાખો

ગર્ભ ધારણ કરવાની શક્યતા સૌથી વધુ પીરિયડ્સ બાદ થાય છે. તેથી ઓવ્યુલેશન ટાઇમે પોતાનાં પાર્ટનર સાથે સંબંધ બનાવતા આપને ગર્ભ ધારણ કરવામાં સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

4. સેક્સ પૉઝિશનનું ધ્યાન રાખો

4. સેક્સ પૉઝિશનનું ધ્યાન રાખો

પ્રેગ્નંટ થવા માટે યોગ્ય અને બેસ્ટ પૉઝિશન અપનાવવાનો ફાયદો એ છે કે પુરુષના સ્પર્મ્સને મહિલા સર્વિક્સની બિલ્કુલ નજીક છોડવું કે જેથી ગર્ભ ધારણ આસાની અને જલ્દીથી કરી શકાય. સેક્સ પૉઝિશંસનો સીધો સંબંધ પુરુષનાં શુક્રાણુ અને ફીમેલ એગ્સ સાથે હોય છે. તેથી જરૂરી છે કે આપની સેક્સ પૉઝિશન યોગ્ય હોય કે જેથી શુક્રાણુ-અંડાણુ પરસ્પર મળી શકે.

5. એક્સરસાઇઝ અને યોગ પર ધ્યાન આપો

5. એક્સરસાઇઝ અને યોગ પર ધ્યાન આપો

જ્યાં સુધી આપનું શરીર સ્વસ્થ નથી હોતું, ત્યાં સુધી ગર્ભ ધારણ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવેછે. તેથી નિયમિત રીતે આપે અને આપનાં પાર્ટનરે યોગ કે એક્સરસાઇઝ કરવી જોઇએ અને પુરુષોએ વધુ સાયકલ ચલાવવાથી બચવું જોઇએ.

6. તાણને દૂરરાખો

6. તાણને દૂરરાખો

મગજનો થાક ગર્ભ ધારણ કરવામાં સમસ્યાઓ ઉત્પન્ન કરી શકેછે. તેના માટે આપે આ વાતનું ધ્યાન રાખવાનું છે કેજ્યારે પણ આપ પોતાનાં પાર્ટનર સાથે હોવ, ત્યારે કોઈ પણ પ્રકારનું ટેંશન પોતાનાં મગજમાં ન રાખો.

7. ગૅઝેટ્સનો પ્રયોગ ન કરો

7. ગૅઝેટ્સનો પ્રયોગ ન કરો

જો આપને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે, તો આપે અને આપનાં પાર્ટનરે ગૅઝેટ્સથી દૂર રહેવું જોઇએ કે જેની સલાહ ડૉક્ટર પણ આપે છે, કારણ કે ગૅઝેટ્સમાંથી જે તરંગો નિકળે છે, તે આપની પ્રજનન શક્તિ નબળી કરે છે.

8. દારૂ અને ધૂમ્રપાન કરવાથી બચો

8. દારૂ અને ધૂમ્રપાન કરવાથી બચો

દારૂ અને ધૂમ્રપાન આપનાં શરીરને નુકસાન પહોંચાડે છે. પુરુષ પણ જો વધુ દારૂનું સેવન કરે, તો તેની નકારાત્મક અસર આપની પ્રજનન ક્ષમતા પર પડે છે. તેથી વહેલામાં વહેલી તકે આ તમામ ચીજોનું સેવન છોડી દો અને હેલ્ધી ભોજન પર ધ્યાન આપો.

9. વજન કંટ્રોલ કરો

9. વજન કંટ્રોલ કરો

જે મહિલાઓ કે પુરુષોનું વજન વધારે હોય છે, તેઓ અનેક બીમારીઓથી ગ્રસ્ત હોયછે કે જેની સીધી અસર તેમની ફર્ટિલિટી ક્ષમતા પર પડે છે. તેથી આપનું વજન જો વધારે હોય,તો આપ તેને કંટ્રોલ કરો.

English summary
Here are 9 ways to boost your chances of conceiving quickly as well as some guidelines on when to be concerned about a possible fertility problem.
Story first published: Tuesday, June 27, 2017, 14:30 [IST]