Related Articles
-
પ્રગ્નેન્ટ હો ત્યારે તમારે આટલી વસ્તુ ના કરવી જોઈએ
-
લેમન જ્યૂસ ગર્ભાવસ્થા ને અસર કરી શકે છે?
-
ગર્ભાવસ્થા દરમ્યાન આમલા ખાવા વિષે તમારે જાણવા જેવું બધું જ
-
જાણો પ્રસવ દરમ્યાન યોનિની સાથે કયા બદલાવ થાય છે
-
એર્બોશન પછી મળે જો આ સંકેત તો અત્યારે જ જઈને ર્ડોક્ટરને મળો
-
પ્રેગ્નંસી ટિપ્સ : પ્રેગ્નંસીમાં બધુ ખાવો, પણ થોડુક-થોડુક કરીને, જાણો કેમ ?
પ્રેગ્નંસી દરમિયાન ગૅજેટ્સને કહો બાય-બાય, નહિંતર થશે આ નુકસાન !
ગર્ભ ધારણ કરવું એ દરેક મહિલા માટે ખૂબ જ ખુશીનો અહેસાસ હોય છે. દરેક માતા ઇચ્છે છે કે તેનાં ગર્ભમાં જે બાળક ઉછરી રહ્યું છે, તે સ્વસ્થ અને સુરક્ષિત રહે, પરંતુ શું આપ જાણો છો કે પ્રેગ્નંસી દરમિયાન જો આપ કોઇક ગૅજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે આપનાં આવનાર બાળક માટે મુશ્કેલીનું કારણ બની શકે છે ? તેથી આજે અમે આપને આ આર્ટિકલનાં માધ્યમથી જણાવીશું કે સગર્ભાવસ્થા દરમિયાન ગૅજેટ્સનો પ્રયોગ કરવો આપનાં અને આપનાં થનાર બાળક માટે કેટલો સલામત છે ?
1 - ગૅજેટ્સ કેમ છે હાનિકારક :
નિઃસંદેહ આપ ગૅજેટ્સનો પ્રયોગ સમ્પૂર્ણપણે બંધ ન કરો, પરંતુ તેનો પ્રયોગ કરવો ઓછો જરૂર કરી દો. તાર રહિત ગૅજેટ્સની અંદર રેડિએશન મોકલવાની પ્રવૃત્તિ જોવા મળે છે કે જેનાં કારણે શિશુમાં વ્યાવહારિક વિકાર થઈ શકે છે. મોટાભાગનાં કેસોમાં શિશુઓમાં થતી આ વિકૃતિનું કારણ ગૅજેટ્સમાંથી નિકળતા રેડિએશન જ હોય છે.
2 - મોબાઇલ અને લૅપટૉપનો પ્રયોગ નુકસાનકારક :
સગર્ભાવસ્થા દરમિયાન આપનાં માટે એ જરૂરી છે કે આપ લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ ન કરો અને લૅપટૉપને પણ પોતાનાં પેટ પર ન રાખો, કારણ કે તેની શિશુનાં મસ્તિષ્કનાં વિકાસ પર સીધી અસર પડે છે. તેથી ફોન ઑન તથા વાઇબ્રેશન મોડ પર હોય, તો તેને પોતાની પાસે રાખવાથી બચો.
3 - ગૅજેટ્સનાં ન થાઓ બંધાણી :
કોઈ પણ વસ્તુનાં બંધાણી થવું નુકસાનકારક હોઈ શકે છે. તેથી આ વાતનું ધ્યાન આપો કે આપ ફ્રી ટાઇમમાં પણ ગૅજેટ્સનાં રવાડે ન ચઢો. ખાસ તો સગર્ભાવસ્થા દરમિયાન! જોકે તેના થોડા-ઘણા પ્રયોગથી શિશુનાં આરોગ્ય પર માઠી અસર નથી પડતી, પરંતુ વધુ પડતો પ્રયોગ ચોક્કસ હાનિકારક સાબિત થઈ શકે છે.
4 - શિશુને કેવી રીતે નુકસાન પહોંચાડે છે આ ગૅજેટ્સ :
સગર્ભાવસ્થા દરમિયાન મોબાઇલ અને લૅપટૉપ જેવા ગૅજેટ્સનો ઉપયોગ આપનાં શરીરને ઘણુ નુકસાન પહોંચાડે છે. સાથે જ ગર્ભમાં ઉછરી રહેલા શિશુનાં વિકાસને પણ તે પ્રભાવિત કરે છે. તેથી જો આપ પ્રેગ્નંટ હોવ, તો આ ગૅજેટ્સનો પ્રયોગ ઓછો કરો.
5 - ગૅજેટ્સથી દૂર રહેવાનાં ફાયદા:
ઇંટરનેટ અને ગૅજેટ્સનો પ્રયોગ ઓછો કરવાથી આપનું સ્વસ્થ મસ્તિષ્ક વધુ સક્રિય રહેશે કે જે આપનાં માટે ફાયદાકારક છે. જો આપ આજથી આ ગૅજેટ્સને પોતાનાથી અને પોતાનાં બાળકથી દૂર રાખશો, તો આપ પોતાનાં બાળકને કોઈ પણ પ્રકારની વિકૃતિથી બચાવી શકશો.