બાળકનાં જન્મ બાદ સ્ટ્રેચ માર્ક્સ હટાવવા માટેનાં 7 ખાદ્ય પદાર્થો

Posted By: Staff
Subscribe to Boldsky

સગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રેચ માર્ક્સ પડવા સામાન્ય બાબત છે, કારણ કે મહિલાઓનાં શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. તેમના સ્તન, પેટ, નિતંબ અને જાંઘોનું વિસ્તરણ થાય છે તથા તેમના આકાર પણ વધે છે કે જેથી બાળકને પેટમાં જગ્યા મળી શકે.

મહિલાઓનું વજન પણ ઝડપથી વધે છે કે જેનાં પરિણામે ત્વચા ખેંચાય છે અને સ્ટ્રેચ માર્ક્સ આવે છે. સ્ટ્રેચ માર્ક્સ જોવામાં ખૂબ જ ભદ્દા લાગે છે તથા તેનાં કારણે મહિલાઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. જોકે ઘણી મહિલાઓમાં સગર્ભાવસ્થા દરમિયાન સ્ટ્રેચ માર્ક્સ આવે જ છે.

તો જો આપ સગર્ભાવસ્થા બાદ સાફ, એક સમાન ત્વચા ઇચ્છતા હોવ, તો આપે પોતાનાં શરીર અને ત્વચાની સારસંભાળ રાખવી પડશે. સગર્ભાવસ્થા બાદ સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવાની અનેક પ્રાકૃતિક અને હર્બલરીતો છે કે જે સસ્તી અને સલામત છે. અહીં કેટલાક ખાદ્ય પદાર્થોની યાદી આપવામાં આવી છે કે બાળકના જન્મ બાદ ઉપસેલા સ્ટ્રેચ માર્ક્સને ઓછું કરવામાં સહાયક છે. આવો જોઇએ.

 1. નારંગી

1. નારંગી

નારંગી સ્ટ્રેચ માર્ક્સ માટે એક ઘરગથ્થુ ઉપચાર છે, કારણ કે તેમાં વિટામિન સી હોય છે કે જે ત્વચાની લવચિક (ફ્લૅક્સિબિલિટી) વધારે છે અને સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરે છે.

 2. ખજૂર (ખારેક)

2. ખજૂર (ખારેક)

બાળકના જન્મ બાદ સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરવા માટે ખજૂર ખાવો. ખજૂર કોશિકાઓમાં રક્તનાં પ્રવાહમાં સુધારો લાવે છે અને ત્વચાને કસદાર બનાવે છે.

 3. શક્કરિયું

3. શક્કરિયું

શક્કરિયામાં વિટામિન સી તથા અન્ય પોષક તત્વો પ્રચૂર માત્રામાં હોય છે. તે ત્વચાની ફ્લૅક્સિબિલિટી વધારે છે અને બાળકનાં જન્મ બાદ થયેલા સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરે છે.

 4. દૂધ

4. દૂધ

સ્ટ્રેચ માર્ક્સ ઓછા કવામાં દૂધ બહુ ઉપયોગી છે, કારણ કે તેમાં વિટામિન ઈ, કૅલ્શિયમ અને પ્રોટીન હોય છે કે જે ત્વચામાં કોલેજનનાં ઉત્પાદનને વધારે છે અને સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરવામાં સહાય કરે છે.

 5. અવોકેડો

5. અવોકેડો

અવોકેડો પણ સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરવામાં સહાયક છે, કારણ કે તેમાં ઓમેગા 3 ફૅટી એસિડ્સ હોય છે કે જે ત્વચાની લચકતા વધારે છે તથા સ્ટ્રેચ માર્ક્સ સરળતાથી દૂર કરે છે.

 6. ઇંડા

6. ઇંડા

બાળકનાં જન્મ બાદ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ઇંડા ખાવો, કારણ કે તેમાં હાજર પ્રોટીન ત્વચાને કોમળ બનાવે છે અને ત્વચામાં કસાવટ લાવે છે.

 7. પાણી

7. પાણી

અંતે, બાળકનાં જન્મ બાદ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે પાણી સારો ઉપાય છે, કારણ કે તે ત્વચાને હાઇડ્રેટ કરે છે તેમજ સ્ટ્રેચ માર્ક્સ ઓછા કરે છે.

English summary
Natural remedies for stretch marks can be quite effective; here are a few ways to get rid of stretch marks naturally.
Story first published: Tuesday, October 18, 2016, 18:00 [IST]