For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપનું બાળક દૂધ પીધા બાદ ઉલ્ટી કરી દે છે ?

By Super Admin
|

નાના બાળકો સામાન્ય રીતે દૂધ પીધા બાદ ઉલ્ટી કરી દે છે કે જે જોઈને માતા-પિતા ચિંતિત થઈ જાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ખૂબ જ સામાન્ય વાત છે. બાળકો સામાન્યતઃ વધુ ખાઈ લીધા બાદ ઉલ્ટી કરી દે છે.

તેનાથી તેમણે કોઈ પણ રીતે કોઈ પણ પરેશાની નથી હોતી જેમ કે પુરતા પોષક તત્વો ન મળવા કે પેટ ખરાબ હોવું. એવું કહેવાય છે કે જો આપનું બાળક ઉલ્ટી કરી દે છે, તો તે સ્વસ્થ છે અને આવું કરવું તેને ગમે છે, પરંતુ જો જમ્યા બાદ કે દૂધ પીધા બાદ તેને ઓડકાર આવ્યા બાદ પણ ઉલ્ટી ન થતી હોય, તો તે પરેશાનીનું કારણ છે અને તરત ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટને મળો.

મોટાભાગનાં બાળકો પોતાના માતાના ખોળામાં સુઈ દૂધ પીવે કે ખાવાનું ખાય છે અને જો તેમને ઉલ્ટી થઈ જતી હોય, તો તેનાથી બાળકની છાતી હળવી થઈ જાય છે.

તેનાથી તેમના ગળામાં ભોજન નથી ફસાતું. સાથે જ તેમનું પાચન તંત્ર સારૂં રહે છે અને ઊંઘ પણ આવે છે. આજે અમે આપને કેટલાક એવા જ કારણો બતાવવા જઈ રહ્યા છે કે કેમ બાળકો ઉલ્ટી કરે છે ?

ખાધા બાદ બાળક ઉલ્ટી કેમ કરે છે

ઉલ્ટી કરવાનાં કારણ
બાળક જ્યારે દૂધ પીવે છે, તો દૂધ ગલામાંથી પસાર થઈ મસ્ક્યુલર ટ્યૂબ કે જેને ઇસોફેગસ કહે છે, માંથી પસાર થઈ પેટમાં જાય છે. ઇસોફેગસ અને પેટને જોડવા માટે મસલ્સની રિંગ હોય છે કે જે દૂધ પીતા ખુલી જાય છે. આ જ રિંગ દૂધ કે ભોજન પેટમાં પહોંચ્યા બાદ બંધ થઈ જાય છે. હવે આ જ રિંગ જો ટાઇટ નથી હોતી, તો બધુ દૂધ ઇસોફેગસમાં પરત જતુ રહે છે અને તેથી ઉલ્ટી થાય છે.

શું ઉલ્ટી રોકી શકાય ?
નહીં, તેને નથી રોકી શકાતી. જો આપ પોતાનાં બાળકને ખોરાક આપ્યા બાદ સીધા નહીં બેસાડો, તો તેને છાતીમાં ગુંગળામણ અનુભવાશે અને આ તેના માટે ખતરનાક હોઈ શકે છે.

દૂધ પિવડાવ્યા બાદ બાળકની ઉલ્ટીઓ કઈ રીતે રોકશો ?
આ તો સાચુ છે કે આપ ખોરાક ખવડાવ્યા બાદ બાળકની ઉલ્ટીઓ ન રોકી શકો, પરંતુ તેને ઓછી જરૂર કરી શકાય. બાળકને ખોરાક ખવડાવ્યા પછી 30 મિનિટ સુધી બેસાડીને રાખો અથવા એક સાથે બહુ બધુ ખોરાક ન ખવડાવો. થોડું-થોડું કરીને આખો દિવસ ખવડાવો. સાથે જ ધ્યાન રાખો કે ખોરાક લીધા બાદ બાળક પીઠના બળે સૂવે, નહં કે પેટનાં બળે. પેટનાં બળે સૂવાથી તે તમામ ખોરાક પલટી નાંખશે. તેથી તેને ઉલ્ટી થશે.

શું ઉલ્ટી રોકવી ગંભીર સમસ્યા છે ?
બાળક જ્યારે મોટુ થઈ રહ્યુ હોય છે, ત્યારે તે ઉલ્ટીઓ કરવાનું ઓછું કરી દે છે, પરંતુ જો તે મોટા થયા બાદ પણ તમામ ખોરાક ઉલ્ટી વડે કાઢી નાંખે છે, તો તેનાથી તેના આરોગ્ય પર અસર પડી શકે; જેમ કે વજન ન વધવું, અસામાન્ય તરળ પદાર્થની ઉલ્ટી કરવી અને શ્વાસ લેવામાં તકલીફ.

English summary
Here are some of the things every parent needs to know on why a baby spits up after feeding, read on
Story first published: Friday, October 21, 2016, 15:17 [IST]
X
Desktop Bottom Promotion