જાણો શું ખવડાવે છે મૉમ કરીના પોતાના લાડકડા તૈમૂરને...

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સૈફ અલી ખાન આગામી ફિલ્મમાં શેફ બનીને આવી રહ્યો છે કે જેમાં તે એક પૉપ્યુલર શેફની ભૂમિકા ભજવી રહ્યો છે. તેથી કૅરિયરના પગલે પરિવારને સમય નથી આપી શકતો, પરંતુ શું આપ જાણો છો કે તેના લાડકડા તૈમૂરને ખાવામાં શું ગમે છે ? તૈમૂર જ્યારથી પેદા થયો છે, દરેકનો ફેવરિટ બની રહ્યો છે.

સૌ કોઈ જાણવા માંગે છે કે તે શું ખાય છે, ક્યારે હસે છે, ક્યારે રડે છે, શું પહેરે છે. એક ઇંટરવ્યૂમાં સૈફે તૈમૂર સાથે જોડાયેલા અનેક રહસ્યો ખોલ્યા. તેણે કહ્યું કે ફિલ્મના પ્રમોશનનાં કારણે હું 3 દિવસથી તૈમૂરને મળી નથી શક્યો. આવો જાણીએ તૈમૂરના ડાયેટ પ્લાન અને ડેઇલી રૂટીન વિશે.

નાશપાતી અને કૅરટ ખાવુ ગમે છે

નાશપાતી અને કૅરટ ખાવુ ગમે છે

તૈમૂરના મનપસંદ ભોજન વિશે સૈફે કહ્યું કે આજ-કાલ તેને મૅસ્ડ નાશપાતી અને કૅરટ ગમે છે.

પહેલી વાર તેણે જ્યારે દૂધ બાદ સ્વાદિષ્ટ ભોજન કર્યું, તો તેના એક્સપ્રેશન જોવા લાયક હતાં. અમે તૈમૂરને દાળ અને મિક્સ બટચાકા આપીએ છીએ. તેને આ ડિશ બહુ ગમે છે. તેને જમાડવુ પણ એક મજાનું ટાસ્ક છે.

હેવી ખાવાનું શરૂ કરી દિધુ છે

હેવી ખાવાનું શરૂ કરી દિધુ છે

સૈફ અને કરીના કોશિશ કરે છે કે બંનેમાંથી કોઈ એક તૈમૂર સાથે રહે. સૈફે ઇંટરવ્યૂમાં કહ્યું, હું તૈમૂરને સવારે સાત વાગ્યાથી ઉઠાડવાનું શરૂ કરી દઉ છું. તે પછી તે પોતાનુ ખાવાનુ ખતમ કરે છે. આજ-કાલ તૈમૂરે હેવી ભોજન લેવાનું શરૂ કરી દિધું છે. આ દરમિયાન અમે 20 મિનિટ સાથે પસાર કરીએ છીએ.

ભજનથી શરૂ થાય છે તૈમૂરનો દિવસ

ભજનથી શરૂ થાય છે તૈમૂરનો દિવસ

દરમિયાન હું તૈમૂરને કંઇક વાંચીને સંભળાવુ છું, ક્યારેક ગીત કે નર્સરી રાઇમિંગ. તૈમૂરના દિવસની શરુઆત આરતી સાંભળવાથી થાય છે, આ તેની નાનીનો આઇડિયા છે. જો હું રાત્રે 8 વાગ્યા સુધી ઘરે જાઊ છું, ત્યારે તે જાગેલો હોય છે. પછી અમે 20 મિનિટચ સાથે પસાર કરીએ છીએ. તૈમૂરનો દિવસ ભજનથી શરૂ થાય છે અને ચોપિનથી સમાપ્ત થાય છે.

તૈમૂરને એકલા નથી છોડતા સૈફ અને કરીના

તૈમૂરને એકલા નથી છોડતા સૈફ અને કરીના

તાજેતરમાં તેણે ફિલ્મ શેફનાં ટ્રેલર લૉંચ પ્રસંગે તૈમૂર સાથે સમય પસાર કરવા બાબતમાં કહ્યુ હતું કે જ્યારે હું કામ કરુ છું, તો 7-7ની શિફ્ટ પસંદ કરુ છું કે જેથી હું પોતાનાં બાળકને સવારે અને સાંજે જોઈ શકું. કરીના અને હું પોતાના કામને બૅલેંસ કરીને ચાલીએ છીએ. આ કારણથી બંને એક-બીજાની ગેરહાજીરમાં તૈમૂર સાથે રહીએ છીએ.

English summary
Kareena Kapoor Khan's baby Taimur Ali Khan had quite an experience when he had solid food for the first time.
Story first published: Thursday, October 5, 2017, 12:30 [IST]