માતાનાં પ્રેમની ઝપ્પી કરી શકે છે બાળકને તંદુરસ્ત

Posted By: Super Admin
Subscribe to Boldsky

ઘણા પ્રકારના રિસર્ચથી જાણવા મળ્યું છે કે માતા દ્વારા બાળકને ગળે લગાડવાથી બાળકનાં આરોગ્ય માટે ઘણા ફાયદાઓ થાય છે.

ઊષ્માપૂર્ણ રીતે કોઇકને ગળે લગાવવા કે હિન્દી ફિલ્મોની ભાષામાં વાત કરીએ, તો જાદૂની ઝપ્પીમાં સાચે જ ચામત્કારિક શક્તિ છે. તે તરત આપની લાગણીઓમાં એક નવે ઉત્સાહ ભરી દે છે. આપને લાગે છે કે લોકો આપને પ્રેમ કરે છે, આપની સંભાળ કરે છે.

ભલે કોઇક મિત્ર દ્વારા ગળે લગાડવામાં આવે કે પછી કોઇક પ્રેમી દ્વારા, તે આપની ઉદાસીને દૂર કરી ચહેરા પર સ્મિત ખિલાવી દે છે અને જો માતા દ્વારા ગળે લગાડવામાં આવે છે, તો દુનિયાની કોઈ પણ વસ્તુ તેની બરાબરી નથી કરી શકતી.

ઘણા પ્રકારના રિસર્ચથી જાણવા મળ્યું છે કે માતા દ્વારા બાળકને ગળે લગાડવાથી બાળકનાં આરોગ્ય માટે ઘણા ફાયદાઓ થાય છે. એક માતા પોતાનાં બાળકને રમાડવા કે તેનાં ઉછેરની ઘણી રીતો જાણે છે, પરંતુ તે ખુશીની સાથે પોતાનાં બાળકને ગળે લગાવવાનું નથી ભૂલી શકતી.

Magical Powers of a Hug

1. બાળકને સારી ઊંઘ આવે છે
જો આપ બાળકની આંખ લાગવાથી પહેલા તેને ગળે લગાડો છો, તો બાળકને સારી ઊંઘ આવશે. ગળે લગાડવાથી શરીર રિલેક્સ થાય છે અને તેની થૉરાપૅથિક અસરથી બાળકને સારી ઊંઘ આવેછે.

Magical Powers of a Hug

2. તાણ દૂર કરે છે
જ્યારે બાળકને ગળે લગાડવામાં આવે છે, ત્યારે કોર્ટિસોલ (તાણનું હૉર્મોન) ઓછું હોય છે કે જેનાથી બાળક સલામતી અને રિલેક્સની અનુભૂતિ કરે છે.

Magical Powers of a Hug

3. ઇમ્યુનિટી વધારે છે
સ્નગલ અને કડલ (ગળે લાગવું અને લપટવું)માં પ્રતિભાગીઓનાં હૃદય આપસમાં દબાય છે. તેાથી ઇમ્યુનિટી વધે છે, કારણ કે થાઇમસ ગ્રંથિ તેનાથી ઉત્તેજિત થાય છે અને સફેદ રક્ત કોશિકાઓનું નિર્માણ થાય છે.

Magical Powers of a Hug

તો તેથી પોતાનાં બાળકને ગળે લગાડવાનું ન ભૂલો
આ ઉપરાંત 90 ટકા તબીબો અને નિષ્ણાતોનું માનવું છે કે નવજાત શિશુ પોતાની માતાનાં આલિંગનને સમજે છે. નવજાત શિશુ તેને પ્રાથમિક પ્રેરણા અને ઇંદ્રિઓથી ઓળખે છે; જેમ કે માતાની સુગંધ અને અવાજ. તેથી માતૃત્વનો નવો અનુભવ કરનાર મહિલાઓને અમે કહીશું કે પોતાનાં બાળકને ગળે લગાડવાનું ન ભૂલો.

English summary
Research studies have also suggested that a mother's hug is important for the good health of the baby.
Story first published: Friday, April 21, 2017, 11:30 [IST]