સગર્ભાવસ્થામાં બૅબી રાત્રે જ કેમ કરે છે સૌથી વધુ હિલચાલ

Posted By: Super Admin
Subscribe to Boldsky

જો આપ કસમયે કોઇક વસ્તુ કે કંઇક અલગ ચીજ ખાવો છો, તો આપનું બાળક સચેત થઈ જાય છે. આપ જે કંઈ પણ ખાવો છો, તેનો સ્વાદ બાળકને એમિનિયાટિક દ્રવનાં માધ્યમથી મળી શકે છે.

સગર્ભા મહિલાઓ પોતાની અંદર ઉછેરાતા બાળકની હિલચાલ અનુભવવા માટે ઉત્સુક રહે છે. જેમ કે આપણે જાણી છીએ કે બાળક ગર્ભમાં જેવું દેખાય છે, તેનાં કરતા સંસારમાં આવ્યા બાદ જુદું દેખાય છે.

અમેરિકન પ્રેગ્નંસી એસોસિએશન મુજબ સગર્ભાવસ્થાનાં સાતમા અને આઠમા મહિનામાં મહિલા પોતાનાં બાળકનાં વ્યવહાર અને પસંદમાં એક પૅટર્ન જોઈ શકે છે. સામાન્યતઃ બાળકની કોઈ પણ પ્રકારની હિલચાલ સારી ગણવામાં આવે છે, ભલે તે દિવસે થાય કે રાત્રે.

Baby Moves At Night

સગર્ભાવસ્થાનાં સાતમા મહિના સુધી દિવસનાં મોટાભાગનાં સમયે બાળક સૂએ છે. મનોવિજ્ઞાન મુજબ આપનું બાળક કુલ સમયનાં 95 ટકા સમય સુદી ઊંઘે છે, જ્યારે તે એક કલાકમાં 50 વાર ફરે છે. દિન-પ્રતિદિન આ પૅટર્ન બદલાતી જાય છે, પરંતુ જેમ-જેમ આપની પ્રસૂતિની તારીખ નજીક આવે છે, તેમ-તેમ બાળકની હિલચાલની પૅટર્નનો અંદાજો આવવા લાગે છે.

અમેરિકન પ્રેગ્નંસી એસોસિએશનાં જણાવ્યા મુજબ કેટલાક બાળકો દિવસનાં સમયે વધુ સક્રિય હોય છે. દિવસનાં સમયે બાળકની હિલચાલ વિશે આપને એટલી જાણ નથી થતી કે જેટલી રાત્રિના સમયે થાય છે. જો આપ સ્થિત છો અથવા આપની સગર્ભાવસ્થા હજી આગળ નથી વધી, તો આપને બાળકની હિચલાચ નહીં અનુભવાય.

Baby Moves At Night

આપનું બાળક જે નાની-નાની હલચલ કરે છે; જેમ કે હેડકી, તો આપને તે અનુભવાતી નથી, કારણ કે મોટાભાગે આપ વ્યસ્ત રહો છો, પરંતુ આપ તેમની હિલચાલ ત્યારે અનુભવી શકો કે જ્યારે તે ઝડપથી હિલચાલ કરે છે અથવા જ્યારે જોરથી પગ મારે છે.

બાળકનું રાત્રે વધુ સક્રિય થવાનું એક કારણ એ હોઈ શકે કે જ્યારે બાળક પોતાની આજુબાજુ કોઇક હિલચાલ કે પ્રવૃત્તિ નથી અનુભવતું, ત્યારે તે સચેત થઈ જાય છે. દિવસનાં સમયે જ્યારે આપ બહુ વધુ હિલચાલ કરો છો, તો બાળક સ્લીપ મોડમાં આવી જાય છે.

જ્યારે આપ ઊંઘો છો, ત્યારે આપની પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છેઅને બાળકને આશ્ચર્ય થાય છે કે આજુબાજુ શું થઈ રહ્યું છે ?

આ ઉપરાંત સગર્ભાવસ્થાનાં સાતમા મહિનાથી ભ્રૂણ અવાજો પર પ્રત્યાઘાત આપવાનું શરૂ કરી દે છે અને પોતાની પ્રાથમિકતાઓ બતાવવાનું પણ શરૂ કરી દે છે. એ ઓળખવાનું ચાલુ કરી દે છે અને માના અવાજને પ્રાથમિકતા આપે છે.

Baby Moves At Night

જો આપનું બાળક પોતાની આજુબાજુ નવો અવાજ સાંભળે છે, તો તેનાં કારણે બાળક વધુ સક્રિયથઈ જાય છે. બીજી બાજુ એક અન્ય આસાન કારણ એ હોઈ શકે કે જો આપ કસમયે કોઈ ચીજ કે કંઇક અલગ વસ્તુ ખાવો છો, તો આપનું બાળક સચેત થઈ જાય છે. આપ જે કંઈ પણ આરોગો છો, તેનો સ્વાદ બાળકને એમિનિયોટિક દ્રવનાં માધ્યમથી મળી શકે છે. આ સ્વાદ બહુ તીવ્ર હોય છે, તેથી આપનું બાળક ગંધ ઓળખવા લાગે છે.

જો આપ એવું અનુભવ કરો છો કે આપનું બાળક બહુ વધારે હિલચાલ કરી રહ્યું છે, ખાસકરીને રાત્રે. તો આપે બપોરનાં સમયે થોડીક વાર શાંત બેસવું જોઇએ. પોતાનાં દૈનિક કાર્ય નિયમિત રીતે કરો. ધ્યાન રાખો કે જ્યારે આપ દૈનિક કાર્ય પણ કરો છો, ત્યારે પણ બાળક હિલચાલ કરે છેકે નહીં. કોઈ પણ પ્રકારની વ્યાકુળતા પર ધ્યાન આપો.

જો આપને લાગે છે કે આપનુંબાળક શાંત અને સ્થિર છે, તો આપે ગભરાવવાની જરૂર નથી. એવું બની શકે છે કે આપનું બાળક ઊંઘની પોતાની કોઈ પૅટર્ન બનાવી રહ્યું હોય, પરંતુ નિશ્ચિત રીતે આપે કોઈ પણ વિચિત્ર હરકત પર ધ્યાન આપવું જોઇએ. શક્ય છે કે આ સમય તબીબ સાથે વાત કરવાનો હોય.

English summary
Some babies are more active during the day, as suggested by the American Pregnancy Association. You might not always be aware of the movements during the day time as you could be during nighttime.
Story first published: Monday, May 15, 2017, 12:00 [IST]