બાળકો માટે કેળા ખાવાનાં સ્વાસ્થ્ય લાભો

Posted By: Super Admin
Subscribe to Boldsky

પોતાના બાળકોના ડાયેટમાં કેળાનો સમાવેશ કરવો ન ભૂલો, કારણ કે કેળાથી આપના બાળકને બહુ બધા પોષક તત્વો મળી શકે છે. કેળામાં ખૂબ તાકાત હોય છે. તેમાં મૅગ્નેશિયમ, વિટામિન બી 6, ફાયબર પોટેશિયમ, આયર્ન, વિટામિન એ, બાયોટિન અને અન્ય પોષક તત્વો હોય છે.

પોતાનાં બાળકને કેળા સવારના નાશ્તામાં કે પછી દિવસમાં કોઈ પણ સમયે આપી શકો છો. કેળું ખાઈ તેને દિવસ ભર કંઈ પણ ખાવાની ઇચ્છા નહીં થાય, કારણ કે કેળુ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. આવો જાણીએ બાળકો માટે કેળા ખાવા કેટલું આવશ્યક છે ?

Health benefits of bananas for kids

તરત એનર્જી પહોંચાડે

જો આપનું બાળક સ્પોર્ટ્સ રમે છે, તો તેને દરરોજ કેળુ ખાવવા દો. તેનાથી તેના શરીરમાં દિવસ ભર ઊર્જા જળવાઈ રહેશે.

પાચન માટે શ્રેષ્ઠ

તેમાં પૅક્ટિન નામનું ફાયબર હોય છે કે જે કાર્બોહાઇડ્રેટને ફટાકથી શુગરમાં બદલી નાંખે છે. તેથી પાચન ક્રિયા બરાબર થઈ જાય છે. જે બાળકો દરરોજ કેળા ખાય છે, તેમનું પેટ કાયમ ભરેલું રહે છે અને પેટ હંમેશા સ્વસ્થ રહે છે.

હાડકા રહે મજબૂત

કેળામાં પોટેશિયમ હોય છે કે જે બાળકોનાં આહાર દ્વારા પામવામાં આવતા સોડિયમને ન્યુટ્રિલાઇઝ કરી હાડકાઓને મજબૂત કરે છે.

બાળકોનું મગજ બનાવે મજબૂત

કેળુ ખાવાથી બાળકોનું મગજ હંમેશા એક્ટિવ રહે છે અને તે સારી રીતે પોતાનું ધ્યાન કોઈ પણ કામમાં લગાવી શકે છે. એવું પોટેશિયમનાં કારણે થાય છે કે જે રક્તના પ્રવાહને મગજ સુધી ઝડપી બનાવી દે છે.

એનીમિયાથી બચાવે

તેમાં આયર્ન, ફોલેટ, વિટામિન બી 12 અને કૉપર હોય છે કે જે રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરવામાં સહાયક હોય છે.

English summary
Here are health benefits of bananas for kids which must be known to every parent.
Story first published: Thursday, October 20, 2016, 18:00 [IST]