Just In
- 345 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 354 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1084 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બાળકનાં આરોગ્ય માટે કોળુંનાં ફાયદાઓ
જેમ-જેમ બાળકો વધે છે, તેમની અવસ્થાની સાથે તેમનાં ખોરાકમાં પણ વધારો કરવો જોઇએ અને તેમનું ખાણી-પીણું એ પ્રકારે રાખવું જોઇએ કે તેમનાં શરીરમાં જરૂરી તમામ પોષક તત્વો પૂર્ણ થઈ જાય.
સામાન્ય રીતે આપને કોળું નહીં ગમતું હોય, પરંતુ જો આપને તેના ગુણો વિશે જાણ થઈ જાય, તો આપ તેને ખૂબ પસંદ કરવા લાગશો, ખાસ તો પોતાનાં બાળકો માટે. કોળુંમાં ભરપૂર પ્રમાણમાં પૌષ્ટિક તત્વો હોય છે કે જે શરીરને ઊર્જાવાન બનાવે છે.
કોળુંમાં વિટામિન એ તથા કૅરોટીનૉયડનું પુરતું પ્રમાણ હોય છે. બીટા-કૅરોટીનૉયડ એક પ્રકારનું પ્લાંટ કૅરોટીનૉયયડ છે કે જે સરળતાથી હજમ થઈ જાય છે. તે પચ્યા બાદ શરીરમાં વિટામિન એમાં પરિવર્તિત થઈ જાય છે.
બીટા-કૅરોટીનૉયડ કૅંસર તથા હૃદય રોગોનાં ખતરા ઓછા કરી દે છે. વય વધતા દેખાતી અસરોને પણ કોળું ઓછી કરી દે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ, આયર્ન તેમજ પ્રોટીન હોય છે.
કોળુંમાં કૅલોરીનું પ્રમાણ બહુ ઓછુ હોય છે અને ફાયબર બહુ વધુ હોય છે. તેથી તે બાળકનાં શરીર માટે સૌથી શ્રેષ્ઠ હોય છે. જ્યારે બાળક 6 માસનું થઈ જાય, તે પછીથી બાળકને કોળું સારી રીતે ચટાડવું શરૂ કરી દો.
કોળુંનાં સેવનથી બાળકોને નીચે મુજબનાં લાભો થશે :
1. આંખનાં આરોગ્ય માટે : કોળુંનાં સેવનથી બાળકનાં શરીરમાં વિટામિન એનું પ્રમાણ બહુ વધી જાય છે કે જેથી તેમની આંખોમાં કોઈ પણ પ્રકારનાં પોષણ સંબંધી વિકાર થવાની શંક નહિંવત બની જાય છે. કોળુંના સેવનથી રાત્રિની દૃષ્ટિ ક્ષમતા સારી થઈ જાય છે.
2. પાચનમાં સહાયક : કોળુંમાં ફાયબરનું પ્રમાણ વધુ હોવાનાં કારણે, બાળકની પાચન પ્રક્રિયામાં ગરબડી નથી થતી. કૅલોરીનું પ્રમાણ શરીરમાં સંતુલિત રહે છે, પરંતુ ફાયબર સારા એવા પ્રમાણમાં હોય છે. તેનાથી પેટમાં ગરબડી નથી થતી અને મળ પણ યોગ્ય રીતે બને છે.
3. ઊર્જાની કક્ષામાં વધારો : એક કપ કોળુંનાં સેવનથી શરીરમાં સારા એવા પ્રમાણમાં ઊર્જા તથા કૅલ્શિયમ પહોંચી જાય છે. કોળુંમાં પોટેશિયમ હોય છે કે જે શરીરમાં ઇલેક્ટ્રૉલાઇટ્સનું સંતુલિત જાળવી રાખવામાં મદદ કરે છે અને માંસપેશીઓને યોગ્ય રીતે કામ કરવામાં મદદ પહોંચાડે છે.
4. પ્રતિરક્ષા પ્રણાલીમાં વધારો : કોળુંનાં સેવનથી બાળકનાં શરીરમાં વિટામિન સી પહોંચી જાય છે કે જેથી બાળકને શરદી અને ઉધરસ નથી થતાં. તેના સેવાનથી બાળકનું ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બની જાય છે અને નાની-નાની બીમારીઓ સામે શરીર સરળતાથી લડી લે છે.
5. શ્રેષ્ઠ ઊંઘ લેવામાં સહાયક : કોળુંનાં સેવનથી બાળકને સારી ઊંઘ પણ આવે છે, કારણ કે કોળુંમાં ટ્રિપ્ટોફાન મોજૂદ છે કે જે શરીરમાં વધુ પ્રમાણમાં સેરોટોનિનનું ઉત્પાદન કરે છે, તો બીજી બાજુ ઍમીનો એસિડ શરીરમાં શાંતિ લાવે છે તથા અનિદ્રા દૂર કરે છે.