For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બેથી ત્રણ થયા બાદ કેવી રીતે રાખશો પોતાની કેમેસ્ટ્રી અકબંધ ?

By Super Admin
|

સામાન્ય રીતે નવા પૅરન્ટ્સ સાથે આવું થાય છે કે તેઓ નવી જવાબદારીઓનાં કારણે તાણ, થાક અને ચિડિયાપણું અનુભવવા લાગે છે. એવામાં આપનો ઉત્સાહ આપનાં પાર્ટનર પ્રત્યે ઓછો થવા લાગે છે.

પૅરન્ટ્સ બન્યા બાદ માત્ર કપલ્સના ડેઇલી રૂટીનમાં જ ફેરફાર નથી થથો, પણ અહીંથી તેમના જીવનનો એક નવો તબક્કો પણ શરૂ થાય છે.

બૅબીની સંભાળમાં સામાન્ય રીતે કપલ્સ એટલા વ્યસ્ત થઈ જાય છે કે બંને પાસે એક-બીજા માટે સમય નથી બચતો. તેની અસર ક્યાંકને ક્યાંક તેમની લવ અને સેક્સ લાઇફ બંને પર થાય છે.

પ્રેગ્નંસીથી લઈ પૅરન્ટિંગ સુધીની સફર સાવ સરળ નથી હોતી. તેથી જાણો કે કેવી રીતે રિલેશનશિપની તાજગી જાળવી રાખતા પોતાની કેમેસ્ટ્રીને વધુ શ્રેષ્ઠ બનાવી શકાય છે.

શું થાય છે કે જ્યારે આપ બેમાંથી ત્રણ થઈ જાઓ છો ?

શું થાય છે કે જ્યારે આપ બેમાંથી ત્રણ થઈ જાઓ છો ?

જ્યારે આપ પૅરન્ટ્સ બનો છો, ત્યારે બાળક આવતા આપ એક-બીજાથી વધુ કનેક્ટેડ ફીલ કરો છો. સામાન્ય રીતે નવા પૅરન્ટ્સ સાથે આવું થાય છે કે તેઓ નવી જવાબદારીઓનાં કારણે તાણ, થાક અને ચિડિયાપણું અનુભવવા લાગે છે. એવામાં આપનો ઉત્સાહ આપનાં પાર્ટનર પ્રત્યે ઓછો થવા લાગે છે. આવી પરિસ્થિતિને ફેસ કરવા માટે અમે જણાવી રહ્યાં છીએ કે કેવી રીતે હૅપ્પી પૅરન્ટિંગ સાથે આપની પોતાની કેમેસ્ટ્રીને પણ શ્રેષ્ઠ બનાવી શકો છો.

એક-બીજા સાથે એક્ટિવિટીઝ પ્લાન કરો

એક-બીજા સાથે એક્ટિવિટીઝ પ્લાન કરો

એક્ટિવિટીઝ પ્લાન કરવાનો મતલબ નાઇટ ડેટ કે નાઇટ આઉટ નથી. બૅબી થયા બાદ નાઇટ આઉટ જેવી એક્ટીવિટીઝ માટે ઓછો જ સમય મળે છે. તેનાં સ્થાને આપઘરે જ કોઇક ગેમ રમી એક સાથે એક્સરસાઇઝ કરી અથવા કુકિંગ કરીને પણ ટાઇમ સ્પેન્ડ કરી શકો છો.

કનેક્શન મોમેંટ શૅર કરો

કનેક્શન મોમેંટ શૅર કરો

પૅરન્ટ્સ બન્યા બાદ ચોક્કસ સૌ પ્રથમ પ્રાથમિકતા આપનું બાળક હોય છે, પરંતુ તેના સારસંભાળ વચ્ચે એક નજર પ્રેમથી પોતાનાં પાર્ટનર તરફ પણ નાંખી લેવી જોઇએ. સાચુ કહીએ છીએ, તેનાથી આપની કેમેસ્ટ્રી જળવાઈ રહે છે. જ્યારે આપ બંને વાત કરો, તો એક-બીજા સાથે આઈ કનેક્શન બનાવી વાત કરો. તેનાંથી બંનેને અહેસાસ થશે કે આપબંને એક-બીજાને સાંભળી રહ્યાં છો. બંનેની વાતની વૅલ્યુ છે.

ફૅમિલીની જવાબદારી લો

ફૅમિલીની જવાબદારી લો

આ વાત બંને પર લાગુ થાય છે. બંને સંયુક્ત રીતે ફૅમિલીની જવાબદારીઓ લે અને પોત-પોતાની જવાબદારીઓ નિભાવે. જો કોઈ વાતે પ્રૉબ્લેમ થાય, તો બેસીને તેનો ઉકેલ લાવો. એક-બીજાને વધુ સમય આપવાથી આપ બંનેનું બૉન્ડિંગ વધુ મજબૂત બનશે.

એક-બીજાની પસંદગીને સમજો

એક-બીજાની પસંદગીને સમજો

પૅરન્ટિંગમાં ઘણી વખત આપણે બિઝી શિડ્યુઅલનાં કારણે એક-બીજાની પસંદગીને હાસિયે કરી દઇએ છીએ. એવું કરવાથી બચો, કારણ કે ઘણી વાર થાય છે કે આપણે એક-બીજાને ઍવૉઇડ કરીને પોતાની રિલેશનશિપને નબળી બનાવી દઇએ છીએ. તેથી પૅરન્ટિંગ દરમિયાન પોતાનાં પાર્ટનરને પણ થોડુંક સ્પેસ આપો અને તેમની પસંદગીને સમજો.

પોતે હીરો બનો

પોતે હીરો બનો

તેનો મતલબ એ છે કે પોતે આગળ આવીને ઇનિશિએટિવ લો. આપ તેમનાં કામમાં થોડીક મદદ કરો. જેમ કે તે બીજા હાઉસહોલ્ડ વર્ક કે અન્ય કાર્યોમાં વ્યસ્ત છે, તો આપ ઘરનાં બીજા કામોમાં તેમને મદદ કરો અને તેમનાથી તેમનું આખો દિવસનું શિડ્યુઅલ પૂછો તથા જાણો કે આખો દિવસ બૅબી સાથે કેવો પસાર થયો તથા તેમનાં અનુભવો પણ પૂછો. જ્યારે આપ બંને સાથે હોવ, તો બૅબી અને ઘરની જવાબદારીઓ વહેંચીને કામ કરો.

લાંબી વાતચીત કરો

લાંબી વાતચીત કરો

ઇંતેજાર ન કરો કે કંઇક ઘટિત થયા બાદ આપ બંને વાત કરશો. જરૂરી છે કે આપ બંને અન્ય વિષયો પર પણ વાત કરો અને પ્લાનિંગ કરો. જેમ કે ઘરનું બજેટ, ફ્રેન્ડ્સ, રિલેટિવ્ઝ, પૅરન્ટિંગ સ્કિલ્સ, વૅકેશન, ફૅમિલી અને સેલ્ફકૅર જેવા વિષયો પર ડિસ્કસ કરો.

English summary
Once the fairy dust of a having a brand new baby has settled, the new reality can be a rude awakening for parents.
Story first published: Tuesday, March 14, 2017, 14:00 [IST]
X
Desktop Bottom Promotion