For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ચાર કારણોસર નહીં મેળવવી જોઇએ માતાનાં દૂધમાં ફૉર્મ્યુલા

By Super Admin
|

જો આપ એમ વિચારી રહ્યા છો કે આપ પોતાનાં બાળકને પોતાનાં દૂધ સાથે કેટલાક અન્ય પોષણ તત્વો પણ મેળવીને આપશો, તો તે આપનાં બાળક માટે ફાયદાકારક હશે, તો ફરી એક વાર વિચારી લો.

કૅલોરીનું પ્રમાણ વધી જાય છે.
માતાનાં દૂધમાં તે તમામ પૌષ્ટિક તત્વો હોય છે કે જે એક નવજાત શિશુ માટે પુરતાં છે. તેમાં એંટી-ઑક્સીડંટ, વિટામિન, કૅલ્શિયમ અને પ્રોટીન હોય છે, પરંતુ જ્યારે આપ આ જ દૂધમાં ઇન્ફેંટ ફૉર્મ્યુલા કે જેને આપણે શિશુ આહાર તરીકે પણ ઓળખીએ છીએ, તેને મેળવશો, તો તે ખૂબ હાનિકારક સાબિત થશે, કારણ કે માનું દૂધ શિશુ માટે પુરતું છે, પરંતુ આમ છતાં જો આપ ફૉર્મ્યુલા દૂધમાં મેળવો છો, તે તેનાથી કેમિકલ રિએક્શન થાય છે. તેનાથી દૂધમાં પરિવર્તન થાય છે કે જેથી દૂધમાં કૅલોરીનું પ્રમાણ વધી જાય છે.

4 reasons you should not mix breast milk with formula EVER

બાળકની કિડની માટે હાનિકારક
માતાનાં દૂધ સાથે કોઈ પણ જાતની ફૉર્મ્યુલા મેળવી બાળકને આપવાથી તેની કિડની પર અસર પડશે, કારણ કે તેને પચાવવામાં બાળકને મુશ્કેલીથશે.

તેનાથી માતાનું દૂધ ખરાબ થઈ જાય છે
માતાનાં દૂધને જો કાઢીને કોઇક બોતલમાં રાખી દો, તો તેને ઘણી વાર સુધી સલામત રાખી શકાય છે, પરંતુ જો આપ તેમાં કોઈ ફૉર્મ્યુલા મિક્સ કરી દેશો, તો તે અડધા કલાકથી વધુ સારૂ નહીં રહી શકે. તેથી તે દૂધ બાળકનાં પીવાલાયક નહીં રહે.

આનાથી સ્તનપાન મુશ્કેલ થઈ શકે છે
જો આપ પોતાનું દૂધ બાળકને નથી પિવડાવવા માંગતા હોવ,તો તેને પોતાનાં દૂધ સાથે ફૉર્મ્યુલા મેળવી પિવડાવી શકો છો, પરંતુ જો આપ પોતાનાં બાળકને પોતાનું દૂધ પણ પિવડાવવા માંગો છો, તો ફૉર્મ્યુલા ન મેળવો, કારણ કે તેનાથી બાળક એક સમય બાદ આપનું દૂધ પીવાનું છોડી દેશે.

English summary
There are mothers who may tell you it is a good idea. But, if you are planning to do that, here are some facts you should know.
Story first published: Saturday, October 22, 2016, 12:36 [IST]
X
Desktop Bottom Promotion