વિરાટ કોહલી છે સૌથી ફિટ, ઇંસ્ટાગ્રામ પર છવાયો વર્કઆઉટ વીડિયો

By Super Admin
Subscribe to Boldsky

ભારતીય ટીમનાં સૌથી જાનદાર ખેલાડી વિરાટ કોહલીએ તાજેતરમાં જ પોતાની ફિટનેસનું રહસ્ય ઇંસ્ટાગ્રામ પર ખોલ્યું છે કે જેમાં તેઓ સખત મહેનત કરતા નજરે ચડે છે. ખેલાડીઓએ ફિટ રહેવું કેટલું જરૂરી બની ગયું છે, તે બાબતની વિરાટે અભિવ્યક્તિ કરી છે.

વિરાટમાં બહુ બધુ સ્ટૅમિના છે કે જે તેમને આખો દિવસ ફીલ્ડ પર ટકી રાખવામાં મદદ કરે છે. જો આપ પણ વિરાટની જેમ જ ફિટનેસ મુદ્દે ફિકરમંદ હોવ, તો આપે તેમના કેટલાક ફિટનેસ સીક્રેટ્સ જરૂર જાણવા જોઇએ.

આ વીડિયો તેમના સવારનાં કાર્ડિયો સેશનનો છે કે જ્યારે તેઓ સાયકલિંગ અને ટ્રંડમિલ પર 15 મિનિટની હાઈ ઇંટેંસિટી ધરાવતી એક્સરસાઇઝ કરતા નજરે પડે છે. તેમનું માનવું છે કે વર્કઆઉટ હાર્ડ અને સ્માર્ટ રીતે કરવાં જોઇએ.

Love training at home. Best place to be. 💪🏻🏋🏼🙏✌🏻️. #grateful #makeverydaycount

A video posted by Virat Kohli (@virat.kohli) on Feb 2, 2016 at 5:01am PST

જિમમાં સખત મહેનત કરવાની સાથે-સાથે વિરાટ એક સારૂં ડાયેટ પણ ફૉલો કરે છે. એક ઇંટરવ્યૂમાં વિરાટે જણાવ્યુ હતું કે તેઓ પોતાના બૉડી ટાઇમ મુજબ જમે છે. ઉપરાંત તેઓ આખા દિવસમાં કેટલું પાણી પીવે છે, તેનો પણ હિસાબ રાખે છે.

વિરાટ દરરોજ પોતાની બૉડીને ડિક્ટૉસ કરે છે અને તે પણ ગ્રીન ટી પીને. તેઓ જણાવે છે કે તેનાથી તેમની સિસ્ટમ ક્લીન થાય છે અને શરીરને જરૂરી પોષણ મળે છે.

વિરાટ જિમ તો જાય જ છે. સાથે-સાથે તેમણે ઘરે પણ એક મસમોટુ જિમ બનાવી રાખ્યું છે કે જ્યાં તેઓ જરૂર પડતા એક્સરસાઇઝ કરે છે.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary
    Kohli’s gym-fi’s are quite the rage on the internet and never fail to inspire millions of young people from following in the fitness route. And this recent video was no different.
    Story first published: Tuesday, October 25, 2016, 14:10 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more