For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, કેમ હિન્દુ ધર્મમાં મહિલાઓ પગમાં સોનાની ઝાંઝર નથી પહેરતી ?

By Super Admin
|

આખરે મહિલાઓ પોતાનાં પગમાં સોનું કેમ નથી પહેરતી ? તેની પાછળ ઘણી માન્યતાઓ છે. કેટલીક ધાર્મિક, તો કેટલીક વૈજ્ઞાનિક. આવો જાણીએ તેનાં કારણો.

હિન્દુ ધર્મમાં સુહાગન મહિલાઓ પગમાં ઝાંઝર પહેરે છે. ઝાંઝર પહેરવી 16 શ્રૃંગારમાંનો એક ભાગ છે. આ શ્રૃંગારમાં સજવા-સંવરવા માટે હિન્દુ મહિલાઓ પોતાનાં પગમાં ઝાંઝર અને વિંછી પહેરે છે, પરંતુ આ બંને વસ્તુ ચાંદીની હોય છે. આ તો સૌ જાણે છે કે હિન્દુ ધર્મની મહિલાઓ પોતાનાં પગમાં સોનું નથી પહેરતી. ઝાંઝર હોય કે વિંછી, તે ચાંદી કે અન્ય કોઈ ધાતુની હોય છે, કારણ કે પગલમાં સોનું પહેરવું વર્જિત માનવામાં આવે છે.

પરંતુ શું આપને ખબર છે કે આખરે મહિલાઓ પોતાનાં પગમાં સોનું કેમ નથી પહેરતી ? તેની પાછળ અનેક માન્યતાઓ છે. કેટલીક ધાર્મિક, તો કેટલીક વૈજ્ઞાનિક. આવો જાણીએ તેનાં કારણો.

લક્ષ્મીનું પ્રતીક

લક્ષ્મીનું પ્રતીક

ભારત એક એવો દેશ છે કે જ્યાં ધર્મ પ્રત્યે લોકોની આસ્થા અતૂટ છે. અહીં દરેક નાનામાં નાની અને મોટામાં મોટી વાતને ધર્મ સાથે જોડીને જોવામાં આવવી સામાન્ય બાબત છે. પગમાં સોનું નહીં પહેરવા પાછળ ધાર્મિક કારણ એ છે કે ભારત દેશમાં સોનુ પૂજનીય ગણાય છે. કોઈ પણ શુભ કાર્યોમાં સોનાની પૂજા કરવામાં આવે છે. સોનાને લક્ષ્મીનું પ્રતીક પણ ગણવામાં આવે છએ. તેથી સોનામાં પગ નહીં લગાવવાની ભાવનાથી મહિલાઓ પગમાં સોનું નથી પહેરતી.

વૈજ્ઞાનિક કારણ

વૈજ્ઞાનિક કારણ

વિજ્ઞાનનાં દૃષ્ટિકોણથી જાણીએ, તો સોનાનાં બનેલા દાગીનાઓની તાસીર ગરમ હોય છે અને ચાંદીની તાસીર શીતળ. જેવું કે આપ જાણો છો કે મનુષ્યનાં પગ ગરમ હોવા જોઇએ અને માથુ ઠંડું. તેથી માથા પર સોના અને પગમાં ચાંદીનાં દાગીનાં જ પહેરાવજોઇએ. તેનાથી ચાંદીમાંથી ઉત્પન્ન ઠંડક માથા સુધી પહોંચે છે અને સોનામાંથી ઉત્પન્ન ઊર્જા પગમાં જાય છે. તેથી પગ ગરમ અને માથું ઠંડું બની રહે છે.

પગમાં ચાંદીની બનેલી વસ્તુઓ પહેરવાથી માણસ ઘણી બીમારીઓથી બચી જાય છે. ચાંદીની ઝાંઝર કે વિંછી પહેરવાથી પીઠ, ઘુંટણનો દુઃખાવો, એડી અને હિસ્ટીરિયા જેવા રોગોમાં બહુ રાહત મળે છે, જ્યારે માથા અને પગમાં સોનાનાં દાગીનાં પહેરવાનાં કારણે મસ્તિષ્ક તથા પગ બંનેમાં એક સરખી ઊર્જા પ્રવાહિત થાય છે. તેથી માણસમાં રોગ પ્રસરવાની શંકા વધી જાય છે. તેથી શરીરમાં ઊર્જાનું નિયંત્રણ જાળવી રાખવા માટે માથામાં સોનું અે પગમાં ચાંદીનાં દાગીના પહેરવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે.

નકારાત્મક ઊર્જા દૂર

નકારાત્મક ઊર્જા દૂર

આધ્યાત્મિક માન્યતાઓ મુજબ જો કોઈ મહિલાનું આરોગ્ય ખરાબ છે અને તે ઝાંઝર પહેરી લે, તો પોતાની મેળે જ તેની તબીયતમાં સુધારો આવવા લાગે છે. પાયલ ધારણ કરવાથી તેની અંદર પાંગરી રહી તમામ નકારાત્મક ઊર્જાની તરંગો ધીમે-ધીમે બહાર આવવા લાગે છે.

હકારાત્મક ઊર્જાનો પ્રવાહ

હકારાત્મક ઊર્જાનો પ્રવાહ

એવું કવાથી તે નકારાત્મક ઊર્જા આ કન્યાને ક્યારેય નુકસાન નથી પહોંચાડતી. એક તરફ ચાંદીની ઝાંઝર દ્વારા નકારાત્મક ઊર્જા ખતમ કરવામાં આવે છે, પરંતુ સાથે જ તેનાંથી ઉત્પન્ન થનાર અવાજ વાતાવરણમાં હકારાત્મક ઊર્જાનો પ્રવાહ પેદા કરે છે. તેથી કોઈ પણ પ્રકારની વિનાશક ઊર્જા તે કન્યાથી દૂર રહે છે.

English summary
Wearing of anklets made of pure silver around the anklets stops the inflammation of foot soles.
Story first published: Tuesday, May 30, 2017, 14:09 [IST]
X
Desktop Bottom Promotion