રાત્રે ઉંઘ નથી આવતી તો ૧ ચમચી સૂતા પહેલા લો આને....

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શું પથારીમાં જતા જ તમારી ઉંઘ ગાયબ થઈ જાય છે? શું તમારી ઉંઘ અડધી રાત્રે ઊડી જાય છે અને બીજી વખત આવવાનું નામ નથી લેતી? જો આવું હોય તો, હેરાન થવાની જરૂર નથી કેમકે તે દરેકની સાથે ક્યારેક ને ક્યારેક જરૂર થાય છે.

પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી એકધારી જ રહે તો તમારે હેલ્થથી જોડાયેલી થોડી સમસ્યા હોઇ શકે છે. આજ અમે અનિંદ્રાથી જોડાયેલો એક ઘરગથ્થું ઉપાય જણાવીશું, જેને નિયમીત અજમાવીને તમે આરામથી ઉંઘી શકો છો.

આ ઘરગથ્થું નુસખો ફક્ત બે સામગ્રીઓથી મળીને બને છે. સાથે જ તેના કોઈ સાઈડ ઈફેક્ટસ પણ થતા નથી. તો આવો જાણીએ તેને કેવી રીતે બનાવવામાં આવે છે અને કેવી રીતે સેવન કરાય છે.

Home Remedies For Sleep

સામગ્રી-

૧ ચમચી સીંધાલૂણ મીંઠુ

૮ ચમચી કાચું મધ

બનાવવાની રીત-

આ બન્ને વસ્તુને મિક્સ કરો અને એક જારમાં નાંખીને ઢાંકી દો.

તેને કેવી રીતે કરશો ઉપયોગ?

દરરોજ રાત્રે સૂતા પહેલા કેટલીક મિનીટ પહેલા આ ઘરગથ્થું મિશ્રણને લો. તમે જ્યારે તેને તમારી જીભ પર રાખશો, તે આપમેળે મોંઢામાં ઓગળી જશે. જો તમે ઈચ્છો તો તેને હળવા ગરમ પાણીમાં નાંખીને પણ પી શકો છો.

English summary
Here is an incredibly effective homemade sleep remedy that is remarkably effective! It is completely safe and simple, containing only two ingredients.
Story first published: Monday, March 20, 2017, 14:00 [IST]