For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

“Zero Calorie” ફૂડ ખાઓ ચરબી ઘટાડો.... આ છે તેના ૧૦ લિસ્ટ

By Karnal Hetalbahen
|

વજન વધવાના ડરથી ઘણા આહારથી તમે ફક્ત એટલા માટે દૂર રહો છો કેમકે તેમાં વધારે માત્રામાં કેલેરી હોય છે, પરંતુ ઘણા આહાર એવા પણ છે જેમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. ખાવામાં કેલેરીની માત્રા હમેંશાથી જ ચિંતાનો વિષય રહે છે. વધારે કેલેરી ભલે સેહત માટે સારી હોય કેના હોય પરંતુ શરીરમાં તેની જરૂરિયાત હોય છે.

પરંતુ નિયમિત કેલેરની જરૂરિયાત પણ પૂરી કરવાની છે, કેમકે તેનાથી જ શરીરને ઉર્જા મળે છે અને તમે એક્ટિવ પણ રહે છે. ઓછી કેલેરીના આહાર આપણને સ્વાદ પણ આપે છે અને મોટાપની સમસ્યાથી પણ બચાવે છે. આવો જાણીએ કેટલાક એવા આહાર વિશે જેમાં ઝીરો કેલેરી મળી આવે છે.

૧. ગ્રીન લેટિસ

૧. ગ્રીન લેટિસ

૧૦૦ ગ્રામ લેટિસ = ૧૫ કેલેરી

ગ્રીન લેટિસમાં સૌથી ઓછી કેલેરી મળી આવે છે. તેને તમે સલાડ કે સેન્ડવિચની વચ્ચે લગાવીને ખાઇ શકો છો. તેમાં વિટામીન એ અને વિટામીન કે ભરપૂર માત્રામાં મળી આવે છે. તેની સાથે તેમાં ફાઈબર પણ મળી આવે છે જેનાથી તમારું પેટ પણ ભરેલું રહે છે.

૨. કાકડી

૨. કાકડી

૧૦૦ ગ્રામ કાકડી = ૧૬ કેલેરી

તેમાં કેલેરી પણ ખૂબ ઓછી હોય છે. એટલું જ નહી તેમાં એ, સી એ ઈ જેવા એન્ટી ઓક્સીડેન્ટ્સ વિટામીન હોય છે જે તમારા શરીરમાંથી ટોક્સિનને બહાર નીકાળવામાં મદદ કરે છે.

૩. ટામેટા

૩. ટામેટા

૧૦૦ ગ્રામ ટામેટા = ૧૮ કેલેરી

ટામેટાં વિટામીન સીના મુખ્ય સ્ત્રોતમાંથી એક છે. ટામેટાં ખાધા પછી ખાવાની ઇચ્છા થતી નથી અને પેટ ભરેલુંનો અનુભવ થાય છે. ટામેટાંમાં કેટલાંક એવા તત્વ મળી આવે છે જે ભૂખ લાગનાર હોર્મોન્સને ઓછા કરી દે છે અને તેને ખાવાથી ભૂખ લાગતી નથી. ટામેટાંમાં બીટાકેરોટીન, લાઈકોપીન, વિટામીન એ અને પોટેશિયમ પ્રચુર માત્રામાં મળી આવે છે. જેનાથી હદયની બીમારીનું જોખમ ઓછું થઈ જાય છે.

૪. કોબીજ

૪. કોબીજ

૧૦૦ ગ્રામ કોબીજ = ૨૫ કેલરી

કોબીજ, ખાસ કરીને કોબીજ તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. તેમાં રહેલાં વિટામીન, મિનરલ, અને ફાઈબર કેન્સર સામે લડવામાં મદદ કરે છે. કોબીજ ખાવામાં અને સલાડમાં મોટાભાગે ઉપયોગમાં લેવામાં આવે છે. એક કપ બનાવેલું કોબીજમાં લગભગ ૩૪ કેલેરી હોય છે.

૫. ફુલાવર

૫. ફુલાવર

૧૦૦ ગ્રામ ફુલાવર - ૨૫ કેલેરી

ફુલાવર વિટામીન સી અને કેલ્શિયમથી ભરપૂર હોયછે. જે શરીરમાં રાસાયનિક તત્વોને યોગ્ય કરવામાં અને પાચનક્રિયા પ્રણાલીને વધારવામાં સહાયક થાય છે. આ પ્રકારના ફુલાવરમાં રહેલા ફાઈબર તથા પાણીની માત્રા વધારે હોય છે. જેનો અર્થ એ છે કે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વધારે ખાવાથી બચી શકો છો.

૬. કોળું

૬. કોળું

૧૦૦ ગ્રામ કોળાં = ૨૬ કેલેરી

કોળાંનુ શાક સૌથી સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓમાંથી એક છે. કોળાં થોડા ગળ્યાં હોય છે, આ જ કારણ છે કે બાળક અને મોટા બન્ને તેને ખૂબ જ શોખથી ખાય છે.

૭. ટિંડોળા

૭. ટિંડોળા

૧૦૦ ગ્રામ ટિંડોળા = ૨૭ કેલેરી

ભારતીય આહારમાં ટિંડોળીના શાકને ઘણું પસંદ કરવામાં આવે છે. તેમાં આયરન, કેલ્શિયમ અને વિટામીન બી મળી આવે છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ સારી રહે છે.

૮. તરબૂચ

૮. તરબૂચ

૧૦૦ ગ્રામ તરબૂચ = ૩૦ કેલેરી

ગળ્યું હોવા છતા પણ તરબૂચમાં લો કેલેરી મળી આવે છે. તેનાથી લોહીની નળીઓની અંદર ચરબી જમા થતી નથી. તરબૂચમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ તત્વ શરીરને વધારે ફાયદો આપે છે. તરબૂચના પોષક તત્વોનું રાઝ તેના રસમાં મળી આવનાર સ્ટિલાઇન રસાયનમાં છુપાયેલું છે.

૯. ભીંડા

૯. ભીંડા

૧૦૦ ગ્રામ ભીંડા = ૩૩ કેલેરી

ભીંડામાં વિટામીન એ, બી વિટામીન અને વિટામીન સી મળી આવે છે. તેની સાથે ફાઈબર પણ મળી આવે છે. આ જ નહીં તેને રોજ ખાવાથી તમારું પાચનતંત્ર સારું રહે છે.

૧૦. સ્ટ્રોબેરી

૧૦. સ્ટ્રોબેરી

૧૦૦ ગ્રામ સ્ટ્રોબેરી = ૩૩ કેલેરી

સ્વાદમાં થોડી ખટમીઠી હોય છે. લાલ રંગનું આ ફળ ખૂબ જ રસીલું હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન સી, વિટામીન એ અને કે મળી આવે છે. તેના ઉપરાંત તે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ડાયટ્રી ફાઈબર્સથી પણ ભરેલા હોય છે. તેની સારી વાત એ છે કે તેમાં કેલેરી ઓછી હોવાના કારણે ડિઝર્ટમાં ખૂબ ઉપયોગ થાય છે.

English summary
Zero calorie foods are foods that contain very few calories and so your body expends more energy to digest these foods than the amount of calories provided by the food.
Story first published: Friday, November 17, 2017, 14:45 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X