For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇંસોમોનિયાની બીમારી છે, તો આ 6 યોગ કરશે મદદ

By Lekhaka
|

શું આપને પણ કામ કરતાં-કરતાં ઊંઘ આવી ગઈ હોય, પણ આપ સૂઈ નથી શકી રહ્યાં ? નિદ્રારત્ મગજમાં ઘણા વિચારો આવે છે ? સ્વભાવમાં ચિડિયાપણું વધતુ જાય છે ? જો આપ પણ આજકાલ આ તમામ લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છો, તો સાવચેત થઈ જાઓ.

કારણ કે આ તમામનું કારણ છે કામ કરવાની શૈલી કે જેમાં આપ સતત કામ કરતા રહો છો. કામ કરવાની લતમાં આરોગ્યને બિલ્કુલ જ ઇગ્નોર કરી રહ્યાં છો. આ જ કારણથી આજકાલ કામકાજી વર્ગમાં ઇંસોમોનિયા નામની બીમારીનાં કેસિસ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે.

હકીકતમાં સારી ઊંઘ ન આવવી જ આ બીમારીનું કારણ છે. ભરપૂર ઊંઘ ન આવવાનાં કારણે જ સ્વભાવમાં ચિડિયાપણુ અને દરેક વાતમાં ગુસ્સો આવવો શરૂ થઈ જાય છે.

ભલે આ પરેશાનીમાંથી બચવા માટે આપ ઊંઘની ગોળીઓ લેતા હોવ, પરંતુ આ વાતનો ઇનકાર ન કરી શકાય કે આ દવાઓની સાઇડ ઇફેક્ટ્સ પણ ઘણી બધી હોય છે. એવામાં આપની મદદ કરે છે આપણો પૌરાણિક કાળથી ચાલી આવતો યોગ.

હા જી, ઇંસોમોનિયામાં દવાઓ કરતા વધુ અસરકારક યોગ આસન હોય છે. તેથી આજે આપણે આર્ટ ઑફ લિવિંગનાં શ્રી શ્રી યોગ ઇંસ્ટ્રક્ટર મંજુનાથ પુજારની મદદથી જાણીશું કે યોગ કેવી રીતે આપણને ઇંસોમોનિયામાંથી છુટકારો અપાવી શકે છે અને એવા કયા આસાન યોગ છે કે જેનાથી આપણને રાહત મળશે.

1. ચંદ્ર ભોજન પ્રાણાયામ :

1. ચંદ્ર ભોજન પ્રાણાયામ :

આપણાં નાકનો ડાબો ભાગ શરીરની કૂલિંગ એનર્જી સાથે જોડાયેલો હોય છે કે જે ચંદ્રને દર્શાવે છે. આ યોગની ટેક્નિકલ ખૂબ સરળ છે અને શરીરને મહદઅંશે શાંત કરે છે.

વિધિ :

* સૌપ્રથમ સ્વસ્તિક અને પદ્માસનમાં બેસો.

* પછી હથેળી તરફ મધ્યમ અને તર્જની આંગળીને વાળો.

* હવે જમણા અંગૂઠાને નાકનાં જમણા ભાગની તરફ લઈ જાઓ, ધીમે-ધીમે ઊંડા શ્વાસ લો કે જ્યાં સુદી ફેફસા સમ્પૂર્ણપણે ભરાઈ ન જાય.

* હવે થોડીક સેકન્ડ્સ શ્વાસને ક્ષમતા મુજબ રોકી રાખવાની કોશિશ કરો.

* પછી ધીમે-ધીમે નાકનાં જમણા ભાગમાંથી શ્વાસ છોડો. આવું લગભગ 10 વખત કરો.

2. વિપરીત કરની આસન :

2. વિપરીત કરની આસન :

આ આસાનની મદદથી હાર્ટ બિટ બરાબર ચાલે છે અને મગજની નસો પણ યોગ્ય રીતે કામ કરે છે. આ આસનને આપ સૂતા પહેલા કે પછી સાંજે પણ કરી શકો છો.

વિધિ :

* સૌપ્રથમ દિવાલથી લગભગ 6 ઇંચનાં અંતરે ચટાઈ પાથરો.

* પછી પોતાનાં પગોને દિવાલની તરફ ફેલાવીને સુઈ જાઓ.

* શરીરનાં ઊપરનાં ભાગને પાછળની તરફ ઝુકાવી ધાબળા પર સુઈ જાઓ.

* આ અવસ્થામાં બંને પગો દિવાલથી ઊપરની બાજુ હોવા જોઇએ.

* બાજુઓને શરીરથી થોડાક અંતરે જમીન પર મૂકીને રાખો. આ અવસ્થામાં હથેળીઓ ઉપરની તરફ કરેલી હોવી જોઇએ.

* શ્વાસ છોડતાં માથું, ગરદન અને મેરુદંડને જમીનથી લગાડો.

* આ મુદ્રામાં 5થી 15 મિનિટ સુધી જળવાઈ રહો.

* ઘુંટણો વાળી જમણી બાજુ ફરી જાઓ અને પછી સામાન્ય અવસ્થામાં બેસી જાઓ.

3. સેતુ બંધ આસન :

3. સેતુ બંધ આસન :

યોગનું આ આસન બહુ વધારે એનર્જીથી ભરેલું હોય છે.

વિધિ :

* પીઠનાં બળે સીધા સુઈ જાઓ. બંને હાથો શરીરની બાજુમાં સીધા મૂકો.

* હથેળીઓને જમીન પર લગાવીને રાખો.

* હવે બંને ઘુંટણોને વાળી લો કે જેથી માત્ર તાળવા જ જમીનને સ્પર્શે.

* શ્વાસ લેતા કંમરને ઊપર ઉઠાવવાની કોશિશ કરો.

* કોશિશ કરો કે આપની છાતી દાઢીને સ્પર્શે

* આ દરમિયાન બાજુઓને કોણીથી વાળી લો અને હથેળીઓને કંમરની નીચે મૂકી સપોર્ટ આપો.

* થોડીક ક્ષણો બાદ કંમર નીચે લાવો અને પીઠનાં બળે સીધા સુઈ જાઓ.

4. શલભ આસન

4. શલભ આસન

આ આસન વડે કરોડરજ્જૂનાં હાડકાંને આરામ મળે છે કે જેનાં કારણે આપ આરામથી સુઈ શકો છો.

વિધિ :

* સૌપ્રથમ પેટનાં બળે સુઈ જાઓ.

* બંને હાથોને પોતાની જાંઘની નીચે રાખો.

* શ્વાસ અંદર ભરી પહેલા જમણા પગને વાળ્યા વગર ધીમે-ધીમે ઉપરની તરફ ઉઠાવો.

* થોડીક સેકન્ડ રોકાઈ જમણા પગને તે જ સ્થિતિમાં રાખી ડાબા પગને જમણા પગની તરફ ઉપરની તરફ ઉઠાવો.

* ધ્યાન રાખો કે દરેક સ્થિતિમાં આપની દાઢી જમીન સાથે જોડાયેલી રહેવી જોઇએ.

* શ્વાસ છોડતા પૂર્વ સ્થિતિમાં આવો.

* એવું લગભગ 30 સેકન્ડથી 1 મિનિટ સુધી કરો.

5. ઉજ્જયી આસન :

5. ઉજ્જયી આસન :

શ્વાસ લેવો અને છોડવો આરામ અને એનર્જી પામવાનાં કેસમાં બહુ મહત્વ ધરાવે છે. અહીં સુધી કે યોગ સૂત્રોમાં પણ કહેવાયું છે કે શ્વાસ દીર્ઘ (લાંબા) અને સૂક્ષ્મ (નાના) હોવા જોઇએ. શ્વાસ લેવાની આ ટેક્નિકમાં જો આપ માહેર બનવા માંગો છો, તો આપની આર્ટ ઑફ લિવિંગનો ઇંટ્રોટક્ટ્રી પ્રોગ્રામ સારી મદદ કરી શકે છે.

6. યોગ નિદ્રા :

6. યોગ નિદ્રા :

યોગ નિદ્રા વરસોથી ચાલી આવતી યોગ વિધિ છે. આ મગજ અને શરીર માટે થેરેપની જેમ કામ કરે છે. માત્ર 20 મિનિટનાં યોગ નિદ્રાસનથી આપ પોતાની ઊંઘમાં એક કલાક વધુ ઉમેરી શકો છો. યોગની આ ટેક્નિકમાં માત્ર શ્વાસોનું આવાગમનનો અનુભવ કરવાનો હોય છે. આપ ઇચ્છો, તો આ યોગ આસન આર્ટ ઑફ લિવિંગનાં કોર્સમાં પણ શીખી શકો છો.

English summary
There are certain yoga asanas that help in providing a good sleep. Know about these asanas on Boldsky.
Story first published: Tuesday, July 11, 2017, 9:19 [IST]
X
Desktop Bottom Promotion