Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ઇંસોમેનિયાની બિમારી દૂર કરવામાં આ 6 યોગ કરશે મદદ
ઇંસોમેનિયામાં દવાઓ કરતા વધુ અસર યોગ આસનથી થાય છે. તેથી આજે આપણે આર્ટ ઑફ લિવિંગનાં શ્રી શ્રી યોગ ઇંસ્ટ્રક્ટર મંજુનાથ પુજારીની મદદથી જાણીશું કે યોગ કેવી રીતે આપણને ઇંસોમેનિયામાંથી છુટકારો અપાવી શકે છે.
શું આપને પણ કામ કરતા-કરતા ઊંઘ આવી હોય, પણ આપ સુઈ નથી શકી રહ્યાં ? નિદ્રારત્ મગજમાં બહુ બધા વિચારો આવે છે ? સ્વભાવમાં પણ ચિડિયાપણુ આવતું જાય છે ? જો આપ હાલમાં આ તમામ વાતોનો અનુભવ કરી રહ્યા હો, તો થઈ જાઓ સાવધાન !
કારણ કે આ બધાનું કારણ છે કામ કરવાની શૈલી કે જેમાં આપ સતત કામ કરતા રહો છો. કામ કરવાની લતમાં આરોગ્યને બિલ્કુલ જ ઇગ્નોર કરી રહ્યા છો. કારણ કે આજ-કાલ કામકાજી વર્ગમાં ઇંસોમેનિયા નામની બિમારીનાં કેસિસ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે.
હકીકતમાં સારી ઊંઘ ન આવવી જ આ બિમારીનું કારણ છે. ભરપૂર ઊંઘ ન આવવાનાં કારણે જ સ્વભાવમાં ચિડિયાપણું અને દરેક વાત પર ગુસ્સો આવવો શરૂ થાય છે.

ભલેને આપ આ પરેશાનીમાંથી બચવા માટે ઊંઘની ગોળીઓ લેતા હોવ, પરંતુ આ વાતથી પલટી ન શકાય કે આ દવાઓની સાઇડઇફેક્ટ પણ બહુ બધી હોય છે. એવામાં આપની મદદ કરેછે આપણું પૌરાણિક કાલથી ચાલ્યુ આવતું યોગ.
હા જી, ઇંસોમેનિયામાં દવાઓ કરતા વધુ અસર યોગ આસનથી થાય છે.
તેથી આજે આપણે આર્ટ ઑફ લિવિંગનાં શ્રી શ્રી યોગ ઇંસ્ટ્રક્ટર મંજુનાથ પુજારીની મદદથી જાણીશું કે યોગ કેવી રીતે આપણને ઇંસોમેનિયામાંથી છુટકારો અપાવી શકે છે અને એવા કયા આસનો છે કે જેનાથી આપને રાહત મળશે.

1. ચંદ્ર ભેદન પ્રાણાયમ :
આપણા નાકનો ડાબો ભાગ શરીરની કૂલિંગ એનર્જી સાથે જોડાયેલો હોય છે કે જે ચાંદને દર્શાવે છે. યોગની આ ટેક્નિક બહુ સરળ છે અને શરીરને મહદ અંશે શાંત કરે છે.
વિધિ :
* સૌપ્રથમ સ્વસ્તિક અને પદમાસનમાં બેસો.
* પછી હથેળી તરફ બીજા નંબરની અને તર્જની આંગળીને વાળો.
* હવે જમણા અંગૂઠાને નાકનાં જમણા ભાગ તરફ લઈ જાઓ, ધીમે-ધીમે ઉંડા શ્વાસ લો કે જ્યાં સુદઈ ફેફસા આખેઆખા ભરાઈ ન જાય.
* હવે થોડાક સેકન્ડ્સના શ્વાસનને ક્ષમતા મુજબ રોકવાની કોશિશ કરો.
* પછી ધીમે-ધીમે નાકનાં જમણા ભાગમાંથઈ શ્વાસ છોડો. આવું લગભગ 10 વાર કરો.

2. વિપરીત કરની આસન :
આ આસનની મદદથી હાર્ટ બિટ બરાબર ચાલે છે અને મગજની નસો પણ યોગ્ય રીતે કામ કરે છે. આ આસન આપ સૂતા પહેલા કે પછી સાંજે પણ કરી શકો છો.
વિધિ :
* સૌપ્રથમ દિવાલથી લગભગ 6 ઇંચ દૂર ચટાઈ પાથરો.
* પછી પોતાનાં પગોને દિવાલ તરફ ફેલાવી સુઈ જાઓ.
* શરીરનાં ઊપરી ભાગને પાછળની તરફ ઝુકાવી ધાબળા પર સુઈ જાઓ.
* આ અવસ્થામાં બંને પગો દિવાલથી ઉપરની તરફ હોવા જોઇએ.
* બાજુઓને શરીરથી થોડીક દૂર જમીન પર લગાવી રાખો. આ અવસ્થામાં હથેળીઓ ઉપરની તરફ હોવી જોઇએ.
* શ્વાસ છોડતી વખતે ગળા અને મેરુદંડને જમીનથી લગાવો.
* આ મુદ્રામાં 5થી 15 મિનિટ સુધી જળવાઈ રહો.
* ઘુટણોને વાળતા જમણી તરફ ઘુમી જાઓ અને પછી સામાન્ય અવસ્થામાં બેસી જાઓ.

3. સેતુ બંધ આસન:
યોગનું આ આસન બહુ વધારે એનર્જીથી ભરેલું હોય છે.
વિધિ :
* પીઠનાં બળે સીધા સુઈ જાઓ, બંને હાથો શરીરની બાજુમાં સીધા રાખો.
* હથેળીઓને જમીન પર સ્પર્શેલી રાખો.
* હવે બંને ઘુટણો વાળી લો કે જેથી માત્ર તાળવા જ જમીનને સ્પર્શે.
* શ્વાસ લેતા કંમરને ઊપર ઉટાવવાની કોશિશ કરો.
* કોશિશ કરો કે આપની છાતી દાઢીને સ્પર્શી જાય.
* આ દરમિયાન બાજુઓને કોણીથઈ વાળઈ લો અને હથેળીઓને કમરની નીચે મૂકી સપોર્ટ આપો.
* થોડીક ક્ષણો બાદ કંમર નીચે લાવો અને પીઠનાં બળે સીધા સુઈ જાઓ.

4. શલભ આસન:
આ આસન વડે કરોડરડ્ડુના હાડકાને આરામ મળે છે કે જેથી આપ આરામથી સુઈ શકો છો.
* સર્વપ્રથમ પેટનાં બળે સુઈ જાઓ.
* બંને હાથોને પોતાની જાંઘની નીચે રાખો.
* શ્વાસ અંદર ભરી પહેલા જમણા પગને વાળ્યા વગર ધીમે-ધીમે ઊપરની તરફ ઉઠાવો.
* થોડીક સેકન્ડ્સ રોકાઈને જમણા પગને તે જ સ્થિતિમાં રાખી ડાબા પગને જમણા પગની તરફ ઉપરની બાજુ ઉઠાવો.
* ધ્યાન રાખો કે દરેક સ્થિતિમાં આપની દાઢી જમીન સાથે જોડાયેલી રહેવી જોઇએ.
* શ્વાસ છોડતી વખતે પૂર્ણ સ્થિતિમાં આવો.
* આવુ લગભગ 30 સેકન્ડ્સથી 1 મિનિટ સુધી કરો.

5. ઉજ્જયી આસન
શ્વાસ લેવા અને છોડવા, તે બંને આરામ અને એનર્જી પ્રાપ્ત કરવાનાં કેસમાં બહુ મહત્વ ધરાવે છે. અહીં સુધી કે યોગ સૂત્રમાં પણ કહેવાયું છે કે શ્વાસ દીર્ઘ (લાંબા) અને સૂક્ષ્મ (ઝીણા) હોવા જોઇએ. શ્વાસલેવાની આ ટેક્નિકમાં જો આપ માહેર બનવા માંગો છો, તો આર્ટ ઑફ લિવિંગનાં ઇંટ્રોટક્ટ્રી પ્રોગ્રામ આપની સારી મદદ કરી શકે છે.

6. યોગ નિંદ્રા
યોગ નિંદ્રા વર્ષોથી ચાલી આવતી યોગ વિધિ છે. તે મગજ અને શરીર માટે થેરેપીની જેમ કામ કરે છે. માત્ર 20 મિનિટનાં યોગ નિંદ્રા આસનથી આપની ઊંઘમાં 1 કલાક વધુ ઉમેરી શકો છો. યોગની આ ટેક્નિકમાં માત્ર શ્વાસનાં આવાગમનને અનુભવવાનું હોય છે. આપ ઇચ્છો, તો તેને આ યોગ આસનને આર્ટ ઑફ લિવિંગનાં કોર્સમાં પણ શીખી શકો છો.



Click it and Unblock the Notifications











