Just In
Don't Miss
મોટુ પેટ ધરાવતી મહિલાઓને કૅંસરનો વધુ ખતરો - સ્ટડી
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓના પેટનો આકાર સફરજન જેવો એટલે કે મોટો છે, તેમને ફેફસા અને આંતરડાનું ટ્યૂમર થવાનો ખતરો 50 ટકા વધારે છે.
શોધકર્તાઓ મુજબ આ ઇંસ્યુલીનમાં વધારાનાં કારણે છે કે જે હૉર્મોન ઉત્પાદનમાં વિઘ્ન નાખવા માટે જાણીતુ છે, જ્યારે શરીરમાં વધારાની ચરબી જૂનો સોજો વધારે છે.
શોધ પ્રમુખ માયકલ સ્ટૉંસ્ટ્રુપનાં જણાવ્યા મુજબ આ પરિણામ 12 વર્ષની શોધ બાદ આવ્યા છે. શોધમાં એ જોવામાં આવ્યું કે જે મહિલાઓનાં પેટમાં ફૅટનું પ્રમાણ વધારે છે, તેમને ફેફસા અને જઠરાંત્ર સંબંદી કૅંસર વિકસિત થવાની શક્યતા 50 ટકાથી વધુ છે.
તેમણે કહ્યું કે મેનોપૉઝ દરમિયાન મહિલાઓમાં પેટ વધવાની વધુ શક્યતા હોય છે કે જે મેદસ્વિતા સાથે જોડાયેલા કૅંસરનાં જોખમનું કારણ બની શકે છે.
શોધકર્તાઓ મુજબ વૃદ્ધ મહિલાઓને પણ પૂર્વ-રજોનિવૃત્તિની ઉંમરે તેમની જીવનશૈલી વિશે ખાસ માહિતગાર હોવું જોઇએ.
અભ્યાસ પણ ટિપ્પણી કરતા ઇટાલીના જેનેવામાં ગૅલેરિયા હૉસ્પિટલનાં ડૉક્ટર એંડ્રિયા ડી સેન્સીએ કહ્યું કે મેદસ્વિતા પહેલા પણ કૅંસરના ખતરા સાથે જોડાયેલી હતી, પરંતુ આ ફેફસાનાં કૅંસરથી પણ જોડાયેલું છે કે જે ચિંતાનો વિષય છે.