For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિટ રહેવા માટે આ પોષક તત્વોને સામેલ કરો આહારમાં

By KARNAL HETALBAHEN
|

હેલ્દી ફૂડના ફાયદા જાણવા છતાં પણ આપણે આપની નિયમિત દિનચર્યામાં એવા ખોવાઇ જઇએ છીએ કે આ તરફ ધ્યાન આપી શકતા નથી. ખાસકરીને મહિલાઓ જે પોતાની ફેમિલી અને બીજી વસ્તુઓમાં એટલી વ્યસ્ત બની જાય છે કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેમના માટે બીજી વસ્તુ બનીને રહી જાય છે. એક મહિલા માટે સારી બેલેન્સડ ડાયડ તેની પ્રાથમિકતા હોવી જોઇએ. શારીરિક ફેરફાર અને ઉંમરના અલગ અલગ પડાવની સાથે જ મહિલાઓને ના ફક્ત શારીરિક પરંતુ માનસિક તણાવ પણ સહન કરવા પડે છે.

આ આર્ટિકલમાં અહીં અમે તમને જણાવીશું કે દરેક મહિલાને કેટલાક નિશ્વિત આહાર અને પૌષક તત્વ ખાવા જોઇએ. આવો જાણીએ કે એક મહિલા માટે કયા આદર્શ ડાયટ છે.

એક નિશ્વિત માત્રામાં એક મહિલાને જરૂરી પોષક તત્વ ખાવા જોઇએ અને પોષક તત્વની ઉણપના લીધે મહિલાઓને ઘણા પ્રકારની શારિરીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

અહીં અમે તમને કેટલાક આહારની યાદી જણાવી રહ્યાં છીએ, જેના નિયમિત સેવનથી તમે હેલ્ધી અને ફિટ રહી શકો છો.

આયરનથી ભરપૂર

આયરનથી ભરપૂર

પીરીયડ દરમિયાન શરીરમાં લોહીની ઉણપ આવી જાય છે તો આ કારણે ઘણી મહિલાઓ એનીમિયાની શિકાર થઇ જાય છે. ખાવામાં આયરનનો ડોઝ લેવાથી આયરનની ઉણપથી થનાર બિમારીઓથી બચી શકાય છે. જેમ કે લીલા પાંદડાવાળી શાકભાજી, ફળ, અને બધા અનાજમાં પણ આયરનની માત્રા હોય છે.

ફોલિક એસિડ

ફોલિક એસિડ

તેને વિટામિન B9, તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મહિલાઓ માટે ખૂબ જરૂરી હોય છે. જો મહિલા પ્રેગનેંટ છે તો તેની ડાયટમાં આ જરૂરી વિટામિન હોવું જરૂરી છે. ફોલિક એસિડ તમને લીલી શાકભાજીઓ, અવાકાડો અને લિવરમાં મળશે. ફળ, સૂકા મેવા અને લીલા પાંદડાવાળી શાકભાજીમાંથી શરીર સુધી ફોલિક એસિડ પહોંચે છે.

કેલ્શિયમ

કેલ્શિયમ

મહિલાઓને કેલ્શિયમયુક્ત ભોજનને પોતાના ડાયટમાં સામેલ કરવું જોઇએ. ના ફક્ત હાડકાંના રોગ દૂર કરી શકે છે પરંતુ માસિક ધર્મ અને પ્રજનન ક્ષમતાને પ્રભાવિત કરનાર PCOD (polycystic ovarian syndrome)થી પણ બચાવી શકે છે. કેલ્શિયમ તમને દૂધ, ચીજ, બદામ, પાલક, બ્રોકલી અને કાળા બીંસમાં પ્રાપ્ત થશે.

વિટામિન બી-

વિટામિન બી-

વિટામીન બી પણ મહિલાઓ માટે ખૂબ જરૂરી હોય છે. મહિલાઓ પોતાના ખોરાકમાં વિટામીન બીને સામેલ કરવું જોઇએ. વિટામીન બી ની ઉણપના લીધે હાર્મોનની સમસ્યા પણ થઇ શકે છે. વિટામીન બીથી ભરપૂર આહાર સુકા મેવા, અનાજ, શાકભાજી અને માછલીમાં વિટામીન બી મળી આવે છે. અને તેનાથી વિટામીન બીની ઉણપથી બચી શકાય છે.

જિંક

જિંક

જિંક એક એવું મિનરલ્સ છે જે મહિલાઓના શરીરની પોષકતા માટે જરૂરી છે. તેનાથી ઇમ્યૂનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થવાની સાથે જ નવી કોશિકાઓનું નિર્માણ થાય છે. આ માસિક ધર્મ અને ફર્ટિલિટી સમસ્યાઓ દૂર રાખે છે. અળસીના બીજ અને તરબૂચના બીજ અને રાજમામાંથી શરીરને જીંક પ્રાપ્ત થાય છે.

આયોડિન

આયોડિન

જ્યારે શરીરમાં આયોડિનની ઉણપ થઇ જાય છે તો અચાનક જ શરીરનું વજન વધવાની સાથે મહિલાઓમાં ફર્ટિલિટીની સમસ્યાને વધારે છે. ફળીઓ, ક્રેનબેરી અને સ્ટ્રોબેરી જેવા ફળ અને શાકભાજીઓમાંથી આયોડિનની ઉણપ પુરી કરવામાં આવે છે.

English summary
a woman’s needs can be a little different because her body goes through different things throughout life. Here are few nutrients that are important for women to get.
Story first published: Friday, March 10, 2017, 11:16 [IST]
X
Desktop Bottom Promotion