For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેમ દરરોજ ખાવા જોઇએ કેળા ? ફાયદા જ ફાયદા

By Lekhaka
|

જો આપણે આરોગ્ય લાભની વાત કરીએ, તો કેળાને પાછળ છોડવું મુશ્કેલ છે. દરેક રીતે કેળાનું સેવન આરોગ્ય માટે લાભકારક હોય છે.

દક્ષિણ ભારતમાં કેળુ મુખ્યત્વે ખવાય છે કે જેને લગભગ દરેક પ્રકારના શાકમાં નાંખી શકાય છે. કેળાનો હલવો પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

health benefits of eating banana

ફ્રૂટ ચાટમાં કેળાનું સેવન પણ સારૂં રહે છે. જો કોઈ બૉડી બનાવવાનો શોખીન હોય, તો તેણે કેળાનું મિલ્કશેક બનાવવું જોઇએ.

કારણ કે કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં સુગર, ફાયબર અને વિટામિન બી6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી પ્રદાન કરે છે. સાથે જ તેનાં સેવનથી શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. વર્કઆઉટ બાદ તેનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.

જો આપને રાત્રે પગમાં કળતર કે દુઃખાવો થતો હોય, તો આપ સવારે ઉઠીને કેળાનું સેવન કરો. આ બિલ્કુક યોગ્ય ઉપચાર હોય છે. કેળાનાં સેવનથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી દે છે.

કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓપણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.

પેટમાં ચેપ વગેરેમાં પણ કેળા રાહત પ્રદાન કરે છે. જો કોઇકને ડાયરિયા (ઝાડા-ઉલ્ટી) થયું હોય, તો કેળાનાં સેવનથી તેને આરામ મળે છે અને કેળામાં રહેલા ફ્રુક્ટો-ઓલિગોસાચ્ચારીડેસની મદદથી શરીરને પુનઃ તે જ ઊર્જાવાન સ્વરૂપે આવવામાં સમય નથી લાગતો.

કેળાનાં વૃક્ષમાં ખૂબ ફાયબર તથા પેક્ટિન હોય છે કે જે પેટનાં દુઃખાવા તેમજ મળત્યાગ તથા કબજિયાતમાં થતી સમસ્યાઓ દૂર ભગાડી દે છે. કેટલાક રોગોમાં કેળાનાં વૃક્ષનાં થડનો રસ પણ આપવામાં આવે છે. તેનાથી બ્લડ પ્રેસર હાઈ થતા આરામ મળે છે.

English summary
Read to know the amazing health benefits of eating bananas. As there are several benefits of eating bananas everyday.
Story first published: Tuesday, November 29, 2016, 10:25 [IST]
X
Desktop Bottom Promotion