For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો ઇંડાની જર્દીના ફાયદા

By Super Admin
|

આજકાલ આપણે ટીવી અને ઇન્ટરનેટ પર જે કંઇપણ બતાવવામાં આવે છે, આપણે તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લઇએ છીએ. તમે ઘણી બધી એવી સાઇટો વાંચી હશે કે જ્યાં કહેવામાં આવ્યું હશે કે ઇંડાનો પીળો ભાગ, સૌથી ખતરનાક વસ્તુ છે, જ્યારે આ ઇંડાની સૌથી પૌષ્ટિક વસ્તુ છે.

ઇંડાના પીળા ભાગને ફેંકીને તમે તેની સૌથી જરૂરી ચીઝ ફેંકી દો છો, જેમાં ઘણું બધુ ન્યૂટ્રિયંટ, એંટીઓક્સીડેંટ, મિનરલ અને વિટામિન્સ પ્રાપ્ત થાય છે.

reasons to eat egg yolks

ઇંડાના સફેદ ભાગમાં ઉપલબ્ધ પ્રોટીન એટલું મજબૂત હોતું નથી જેટલું તેનો પીળો ભાગ મજબૂત બનાવે છે. આવું એટલા માટે કે તેમાં અમીના એસિડની માત્રા વધુ હોય છે જે પ્રોટીનને વધુ બાયો અવેલેબલ કરી દે છે.

ઇંડાના સફેદ ભાગમાં ઓમેગા-3 ફૈટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં નવ ટકા કેલ્શિયમ, આયરન, ફોસ્ફોરસ,જિંક, થાઇમીન, વિટામીએન બી6 અને બી12, ફોલિક એસિડ અને પૈંથોથેનિક એસિડ પણ મળી આવે છે. યોકમાં A, D, E અને K જેવા પણ વિટામિન્સ હોય છે.

રિસર્ચ આ વાત સાબિત કરી ચૂકી છે કે આખુ ઇંડુ ખાવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે.

કેટલાક રિસર્ચોમાં એ પણ જાણવા મળ્યું છે કે ઇંડાનો પીળો ભાગ પ્રોટીનથી ભરપૂર હોય છે, જે તમને ઘણી બિમારીઓથી બચાવે છે. આ તમારી આંખો અને વાળ માટે ઘણો સારો હોય છે અને સાથે જ મસલ્સ અને માસ પણ વધારે છે.

જો તમે એનીમિયા અથવા લો બ્લડ પ્રેશરથી પીડિત છો, તો રોજ એક આખું ખાવ. તો સાંભળેલી વાતોને નજરઅંદાજ કરો અને તમારા ડાઇટમાં આખા ઇંડાનો સમાવેશ કરો.

English summary
Eating egg yolks are good for health. Read here to learn more about it.
Story first published: Wednesday, October 26, 2016, 10:51 [IST]
X
Desktop Bottom Promotion