Related Articles
માત્ર ડાયેટ ચાર્ટથી જ નહીં, આ ડ્રિંક્સથી પણ કરી શકો છો વેટલૉસ
જો આપ પણ પોતાનું વજન ઓછું કરવા માંગો છો, તો આપને વર્કઆઉટ અને ડાયેટિંગ પર ધ્યાન આપવા ઉપરાંત પોતાના લિક્વિડ ડાયેટ પર પણ ધ્યાન આપવું પડશે.
આખી દુનિયામાં તમામ લોકો પોતાનાં વધતા વજનથી હેરાન છે અને તેને ઓછું કરવાનાં હજારો ઉપાયો અપનાવે છે. ઘણા લોકો તેના માટે વર્કઆઉટ કરે છે અને ઘણા ડાયેટિંગ, પરંતુ વજન ઘટાડવું એક મુશ્કેલ ટાસ્ક છે કે જેમાં માણસનું ડેડિકેશન એટલે કે તેનું સમર્પણ વધુ મહત્વ ધરાવે છે. ઘણી વાર લોકો શરુઆત બહુ જોશ સાથે કરે છે, પરંતુ બાદમાં તેને છોડી દે છે અને ત્યારે સ્થિતિ વધુ વણસી જાય છે.
જો આપ પણ પોતાનું વજન ઘટાડવા માંગો છો, તો પોતાનાં વર્કઆઉટ અને ડાયેટિંગ પર ધ્યાન આપવા ઉપરાંત પોતાનાં લિક્વિડ ડાયેટ પર પણ ધ્યાન આપવાનું રહેશે. હા જી, વજન ઓછુ કરવામાં લિક્વિડ ડાયેટ પણ ખૂબ મહત્વ ધરાવે છે. તેનાથી આપનાં મેટાબૉલિઝ્મ પર અસર પડે છે અને ક2લોરી પણ ઓછી થાય છે. સાથે જ એક્સ્ટ્રા ફૅટ પણ નથી વધતું, પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે કયા પ્રકારનાં પીણા પદાર્થોને વજન ઓછુ કરવા માટે પીવું જોઇએ. તો આ લેખ આપના માટે સહાયક હશે :-
1. પાણી :
દિવસમાં પુરતા પ્રમાણમાં પાણી પીવો. પાણી પીવાથી મેટાબૉલિઝ્મ પર અસર પડે છે અને તે બરાબર ક્રિયાન્વયન કરે છે. સાથે જ એક અભ્યાસથી જાણવા મળ્યું છે કે પાણી જમતાની બરાબર પહેલા પીવાથી વજનમાં ઘટાડો આવે છે.
2. લિંબુ પાણી :
લિંબુ પાણી પાચનને સ્વસ્થ રાકે છે અને મેટાબૉલિઝ્મને બરાબર કરે છે. તેને પીવાથી આપનો પેટનો દુઃખાવો સાજો થઈ જશે અને કૅલોરી પણ નહીં વધે. આ એક લો-કૅલોરી ડ્રિંક છે કે જે વજન ઘટાડવામાં સૌથી વધઉ સહાયક હોય છે.
3. નારિયેળ પાણી :
જો આપ એવા ક્ષેત્રમાં છો કે જ્યાં સરળતાથી નારિયેળ પાણી મળી શકતું હોય, તો નારિયેળ પાણીનું સેવન દરરોજ કરો. તેનાથી આપનાં વજનમાં ઘટાડો થશે અને કૅલોરી પણ નહીં વધે. ેક કપ નારિયેળ પાણીમાં માત્ર 4 કૅલોરી હોય છે. સાથે જ શરીરમાં બેડ કૉલેસ્ટ્રૉલ પણ ઘટશે.
4. તડબૂચનો રસ :
એમ તો કહેવાય છે કે તડબૂચમાં માત્ર પાણી હોય છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે તડબચૂનું સેવન કરવાથી કે તેનો રસ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ સંતુલિત થઈ જાય છે અને બૉડી ફૅટ પણ ઓછું થઈ જાય છે. એક તડબૂચમાં માત્ર 56 કૅલોરી હોય છે. હવે આપ પોતે જ અંદાજો લગાવો લો કે તડબૂચ કેટલું હેલ્ધી ડ્રિંક છે.
5. આઇસ્ડ પિપરમેંટ ટી :
આ એક રિફ્રેશિંગ ડ્રિંક છે કે જેંક ફૂડ ખાતા તેને પણ સરળતાથી પચાવી દે છે. તે વજનને ઘટાડવામાં ખૂબ સહાયક હોય છે.
6. પાઇનેલ ફ્રેપ્પે :
પાઇનેપલમાં બ્રોમેલિન હોય છે કે જે એવું એંઝાઇમ છે કે જેની સહાયતાથી આપનાં શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધી જાય છે અને પાચનમાં પણ સહાય મળે છે. તે શરીરને ડિટૉક્સીફાઈ કરવા માટે સારૂં ડ્રિંક છે.
7. ગ્રીન ટી :
ગ્રીન ટીનાં ફાયદાઓથી સૌ પરિચિત છે. જો આપ મિલ્ક ટીનાં સ્તાને ગ્રીન ટી પીવાનું શરૂ કરી દો, તો વધારે ફાયદો થશે. ગ્રીન ટી પીવાથી આપને સ્ફૂર્તિનો અહેસાસ થશે અને આપનું વજન પણ ઓછું થશે.
8. ડાર્ક ચૉકલેટ શેક :
ડાર્ક ચૉકલેટ આપની ભૂખને સમાપ્ત કરી દે છે અને પેટ પણ ભરી જાય છે, પરંતુ તેમાં 400 કૅલોરી હોય છે. જો આપ તેને લીધા બાદ થોડીક વાર સુધી કંઈ જ ન ખાઓ, તો આ એક યોગ્ય ઑપ્શન છે કે જેનાથી આપ વજન ઘટાડી શકો છો.
9. ફૅટ ફ્રી મિલ્ક :
ક્રીમ રહિત મિલ્કનું સેવન કરો. તેમાં તમામ પોષક તત્વો છે અને વસા પણ શરીરમાં નથી પહોંચતું. સાથે જ તેનાથી ભૂખ પણ શાંત થઈ જાય છે.
10. શાકભાજીઓનું જ્યુસ :
આપ દરરોજ એક ગ્લાસ શાકભાજીઓનું જ્યુસ પીવો. તેનાથી આપનાં શરીરને ચરબી રહિત શક્તિ મળશે. એક ગ્લાસ જ્યુસમાં માત્ર 135 કૅલોરી હોય છે. સાથે જ તેનાં સેવનથી શરીની ક્રિયા પણ સારી થઈ જાય છે.
11. કૉફી :
કૉફીનું સેવન કરવાથી મેટાબૉલિઝ્મ પર સારી અસર પડે છે.સાથે જ જો આપ વર્કઆઉટ કરો, તો આપને એનર્જી પણ મળે છે.
12. દહીં :
તહીં કે લસ્સી કે છાશનું સેવન કરવાથી આપને તાજગી મળે છે અને સાથે જ વજન પણ ઓછું કરવામાં મદદ મળે છે. તેને પીવાથી આપનું પેટ ભરાઈ જાય છે અને શરીરનાં પોષક તત્વો પણ પૂરા થઈ જાય છે.
13. વ્હે પ્રોટીન :
તેનું સેવન કરવાથી શરીરમાં કમ ફૅટ રહે છે અને માંસપેશીઓમાં જમા વધારાની ચરબી પણ હટી જાય છે. તેનાં સેવનાથી સીસીકે સરળતાથી રિલીઝ થઈ જાય છે કે જે ભૂખ ઓછી કરનાર હૉર્મોન છે.